લગ્ન પછી મહિલા સોળ શણગાર કરે છે. હિન્દુ ધર્મની પરંપરાઓમાં વિજ્ઞાન પણ કામ કરતું હોય છે. મહિલાઓના શણગાર કરવાની વસ્તુઓનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. આ સોળ શણગારના 15માં સ્થાને પગની આંગળીમાં પહેરવાના વીંછિયાનું નામ આવે છે. સામાન્ય રીતે વીંછિયો ચાંદીનો બનેલો હોય છે. વીંછિયાના પારંપરિક ગુણ હોવાની સાથે-સાથે કેટલાક વૈજ્ઞાનિક ફાયદા પણ હોય છે.
પગમાં વીંછિયા પહેરવાથી તે એક્યૂ પ્રેશરનું કામ કરે છે. એવું એટલા માટે કે પગની આંગળીઓમાં વીંછિયા પહેરવાથી દબાણ પેદા થાય છે, જે ગર્ભાશયને સ્વસ્થ રાખે છે. એવી માન્યતા છે કે ગર્ભાવસ્થા દરમિયાન પગના વીંછિયા પહેરવાથી મહિલાઓને પેટને લગતા રોગો પણ દૂર રહે છે અને શિશુનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
શરીરમાં ઊર્જાના પ્રવાહને વધારવા માટે પગમાં ચાંદીના વીંછિયા પહેરવા ખૂબ જ સારા ગણાય છે. ચાંદી આમેય શરીર માટે ઠંડી માનવામાં આવે છે. તેને પહેરીને જમીન પર ચાલવાથી શરીરને હકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય છે. તેને પહેરનારનું મગજ પણ શાંત રહે છે અને તણાવમાં ઘટાડો થાય છે.
સાઇટિક નર્વની એક નસને વીંછિયો દબાવે છે જેને લીધે આજુ-બાજુની બીજી નસોમાં રક્તનો પ્રવાહ તેજ થાય છે અને યૂટ્સ, બ્લૈંડરમાં રક્ત સંચાર પહોંચતો રહે છે. રક્તનો સંચાર શરીરમાં સુચારુ રીતે થતો રહેવાને લીધે સ્વાસ્થ્ય પણ સારું રહે છે.