સ્મશાન ઘાટ એક એવી જગ્યા છે જ્યાં મૃત લોકોનું અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. મોટાભાગના સ્મશાન ઘાટ નદી કિનારે આવેલા હોય છે. સામાન્ય રીતે હિન્દુ ધર્મની અંદર સ્મશાનઘાટ પર પુરુષોને જ જવા દેવામાં આવે છે. સ્મશાન ઘાટ માં સ્ત્રીઓને જવાની છૂટ મળતી નથી. તમને ઘણી વખત આ પ્રશ્ન થયો હશે, તો આજે જાણો જાણો શું છે તેની પાછળનું કારણ?
આમ તો હિન્દુ ધર્મની અંદર મહિલાઓને અનેક છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ એ જ મહિલાઓને અંતિમક્રિયા વખતે સ્મશાનઘાટ માં જવાની છૂટ મળતી નથી. કેમ કે એવું માનવામાં આવે છે કે સ્ત્રીઓ ખૂબ કોમળ હૃદયની હોય છે અને તે કોઈ પણ નાની વાતમાં ડરી જાય છે. અંતિમ ક્રિયા દરમિયાન ઘણી વખત મૃત દેહની અકળનો અવાજ આવે છે જેનાથી મહિલાઓ ડરી જાય છે. આ ઉપરાંત સ્મશાન ઘાટમા અંતિમક્રિયા વખતે મૃતદેહના મસ્તકને લાકડી મારીને તોડવાની ક્રિયા પણ કરવામાં આવે છે. આથી પણ કદાચ મહિલાઓ ડરી શકે છે આથી જ મહિલાઓને સ્મશાનમાં આવવા દેવામાં આવતી નથી.
હિન્દુ ધર્મની અંદર અંતિમ સંસ્કાર ની વિધિમાં સામેલ થનાર લોકોને પોતાના વાળનું મુંડન કરાવવુ પડે છે અને કદાચ આથી જ મહિલાઓને આ રિવાજમાં થી બચાવવા માટે સ્મશાનઘાટ માં આવવાની છૂટ આપવામાં આવતી નથી. એક માન્યતા એવી પણ છે કે સ્મશાનઘાટ માં અનેક આત્માઓ ઘૂમતી હોય છે. આત્માઓ અન્ય જીવિત લોકો ના શરીર ઉપર કબજો કરવાનો અવસર ગોતી હોય છે. તેનો સૌથી આસાન શિકાર નાના બાળકો અને સગર્ભા સ્ત્રીઓ છે. અને કદાચ આથી જ સ્મશાનઘાટ માં નાના બાળકો અને મહિલાઓને આવવાની છૂટ હોતી નથી.
સ્ત્રીઓ ખૂબ કોમળ હૃદયની હોય છે તથા તે ખુબ લાગણીશીલ પણ હોય છે. આથી કોઈ સ્વજન ના મૃત્યુના કારણે તે પોતાનું રુદન રોકી શકતી નથી. એવું માનવામાં આવે છે કે સ્ત્રીઓના રડવા ના કારણે મૃત આત્માને શાંતિ મળતી નથી અને આથી જ સ્મશાનમાં સ્ત્રીઓને આવવાની છૂટ મળતી નથી. હિંદુ ધર્મ અનુસાર કોઈ વ્યક્તિના મૃત્યુથી ઘર અશુદ્ધ થઈ જાય છે એટલા માટે જ જ્યારે મૃતદેહને ઘરમાંથી બહાર કાઢી સ્મશાને લઇ જવામાં આવે છે ત્યારે સ્ત્રીઓને અશુદ્ધ ઘરની સાર સંભાળ ની જિમ્મેદારી સોંપવામાં આવે છે.
સમશાન જનારા લોકો કે જેને આપણે ડાઘુઓના નામથી ઓળખીએ છીએ તેને સમશાન એથી ઘરે આવ્યા બાદ તેના હાથ-પગ અને શરીરને શુદ્ધ કરવા માટે સ્નાન કરવું પડે છે અને આથી જ સ્ત્રીઓને ઘરે રાખી અને આ તૈયારી કરાવવામાં આવે છે. આથી આ બધા કારણોને લીધે અને અમુક માન્યતાના કારણે સ્ત્રીઓને અંતિમ ક્રિયા સમયે સ્મશાનઘાટ જવા દેવાની છૂટ આપવામાં આવતી નથી.