હિંદુ ધર્મમાં યમરાજ ને મૃત્યુના દેવતા કહેવામાં આવ્યા છે. તેમનું કાર્ય કદાચ અઆપણને ખરાબ લાગે પરંતુ એમના જ કારણે આ ધરતીનું સંતુલન જળવાઈ રહે છે. તેઓ ઇન્ડધર છે જે વ્યક્તિને મૃત્યુ પછી વ્યક્તિ ને તેમના કર્મ અનુસાર સજા આપે છે. જો વ્યક્તિના કર્મો સારા હશે તો સારું ફળ મળશે અને જો વ્યક્તિના ખરાબ કર્મ હશે તો ખરાબ ફળ મળશે. અને આ કારણ થી જ તેમને ધર્મ રાજ પણ કહેવામાં આવે છે.
યમરાજ નો પરિવાર અને તેનું રૂપ :- યમ ના પિતા ભગવાન સૂર્યદેવ અને તેમની માતા નું નામ સંજ્ઞા છે. તેમની બહેન નદી યમુના અને ભાઈ શાની દેવ છે. તેમના વાહન ભેસા અને તેમના સંદેશ વાહક તરીકે ઉલ્લુ અને કાગડો છે. તેમના હાથમાં ગદા છે અને તેમના મુગટ પર ભેસા ના શીંગ લાગેલા છે.
કર્મો ના અનુસાર આપે છે આત્માને આગળના લોક માં સ્થાન :- એ પોતાના સહાયક ચિત્ર ગુપ્ત ની સાથે મળીને મૃત્યુ પામનાર પ્રાણી ને તેમના સારા અને ખરાબ કાર્યો ના આધારે આગળ જતા સ્વર્ગ અથવા નર્ક પ્રદાન કરે છે. જો કર્મો ખરાબ હશે તો નર્ક ની આગમાં તડપવું પડે છે. અને જો કર્મ સારા હોય તો સ્વર્ગ નું સુખ પ્રાપ્ત થાય છે. આ વેદ વ્યાસજી દ્વારા રચિત ગરુડ પુરાણ માં વિસ્તૃત જણાવેલ છે. આ રીતે મનુષ્યો ને મૃત્યુ બાદ ધર્મરાજ તેમના સારા અને ખરાબ કર્મોનો હિસાબ કરી ફળ આપે છે.