દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની છે. દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો હોવા છતાં, મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.
આવા મુશ્કેલી ભર્યા સમયમાં જ્યારે લોકો પોતાના સ્વજનો ગુમાવી રહ્યા છે ત્યારે ઘણા લોકો માનવતા દાખવીને બીજા લોકોની મદદ કરવા સામે આવી રહ્યા છે , પરંતુ આવી દયનીય સ્થિતિમાં પણ કેટલાક લોકો માણસાઈની હદ વટાવી ગયા છે.
તાજેતરમાં જ આવો એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક યુવતીના પિતા ને ઓક્સિજની જરૂર હતી.તેથી તેણે તેના પાડોશીને મદદ કરવા માટે કહ્યું. પરંતુ પાડોશીએ મદદ કરવા બદલ શારીરિક સબધ બાધવા કહ્યું.
હકીકતમાં આ ધટના ટ્વિટર મારફત સામે આવી હતી. જ્યારે ભવરિન કધારી નામના યુઝરે ટ્વીટ કરી કહ્યું હતું કે તે વ્યક્તિ સામે શું એક્શન લઈ શકાય . જ્યારે તે વ્યક્તિ આવી કોઈ બાબત માનવાની ના પાડી રહ્યો છે.
અન્ય એક છોકરીએ સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે જ્યારે તેણે કોરોના બીમારીની સારવાર અંગે જાણકારી માટે એક નંબર પર કોલ કર્યો તો જવાબ મળ્યો કે મેડમ, હું તો છોકરીઓ સપ્લાઇ કરું છું, અન્ય કોઈ ચીજ નહીં. ત્યાર બાદ કોલ ડિસ્કનેક્ટ કરી દેવામાં આવ્યો.