તોક્તે વાવાઝોડું ગુજરાતની વધુ નજીક ; આ 17 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી..

તોકતે વાવાઝોડાની સંભાવનાને લઈને જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બની ગયું છે અને દરિયાકાંઠે તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.અરબ સાગરમાં લો પ્રેશરના કારણે સંભવિત ‘‘તોકતે‘‘ વાવાઝોડુ આવી શકે છે,જેની કચ્છ તેમજ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં અસર થવાની સંભાવના છે.

હવામાન વિભાગની જણાવ્યા પ્રમાણે 17 તારીખે 40 થી 50 કિમિ પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. તો 18 તારીખે દરિયામાં 90થી 100 કિમિ પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. બીજી તરફ 16 તારીખે સોમનાથમાં વરસાદની આગાહી છે. 17 અને 18 તારીખે સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે વરસાદની સંભાવના છે.

આ જિલ્લા તંત્રોને દરિયાથી અંદરના ભાગે એક કિલોમીટર સુધીના વિસ્તારોમાં આવતા નીચાણવાળા ભાગો તારવી કાઢી ત્યાંથી લોકોને આશ્રયસ્થાનોમાં ખસેડવા માટે પૂર્વતૈયારી શરૂ કરવા, કોવિડ ગાઇડલાઇન મુજબ આશ્રયસ્થાનોમાં સેનિટાઇઝર્સ-માસ્ક વગેરેનો ઇન્તેજામ કરવા, પ્રસૂતાઓ તથા વૃદ્ધો માટે અલાયદી વ્યવસ્થા ગોઠવવા વિસ્તૃત સૂચનાઓ આપી હતી.દરિયો ખેડવા ગયેલા માછીમારોને શનિવાર સુધીમાં પરત આવવાની પણ સુચના અપાઈ છે.

17 મે ના રોજ બનાસકાંઠા, પાટણ, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત,સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે. ભરૂચ, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વાવાઝોડાની અસર દરિયા કિનારા વિસ્તારમાં જોવા મળશે. ગીર સોમનાથ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દેવભુમિ દ્વારકા, કચ્છ,દીવ,રાજકોટ, મોરબી, બોટાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તો અમદાવાદ, આણંદ, ભરૂચમાં ભારે વરસાદ થવાનું અનુમાન છે.

ભારતના હવામાન ખાતાના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં લો પ્રેશર સર્જાય તેવી સંભાવના છે. આ લો પ્રેશર ના પરિણામ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને વ્યાપક અસર થઇ શકે તેમ છે જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રને એલર્ટ આપવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ દરિયાકાંઠા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. તો જે માછીમારો દરિયામાં ગયા છે તે તમામને પરત આવવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ આ સંભવિત આફતને પહોંચી વળવા માટે રાજ્યમાં NDRFની 15 ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer