દિવસ અને વાર અનુસાર લગાવો માથા પર તિલક, થશે શુભ જ શુભ

હિંદુ ધર્મ અને પરંપરા પ્રમાણે માથા પર તિલક લગાવવું ખુબ જ શુભ માનવામાં આવે છે. આને સાત્વિકતા નું પ્રતિક પણ કહેવામાં આવે છે. માનવામાં આવે છે, કે વિજય પ્રાપ્ત કરવા માટે રોળી, હળદર, ચંદન, અથવા પછી કુમકુમ નું તિલક લગાવવામાં આવે છે. જો તિલક વાર અથવા દિવસ ની અનુસાર લગાવવામાં આવે તો ચમત્કારિક ફળ પ્રાપ્ત થાય છે.

સોમવારે લગાવો તિલક –

સોમવાર નો દિવસ ભગવાન શિવ નો હોય છે. આ વાર ના સ્વામી ગ્રહ ચંદ્રમાં છે. ચંદ્રમાં મન નો કારક ગ્રહ માનવામાં આવે છે, તેથી આપણા મન ને કાબુ માં રાખીને માથા ને શીતલ અને શાંત બનાવી રાખવા માટે તમે સફેદ ચંદન નું તિલક લગાવો.

મંગળવારે લગાવો તિલક –

મંગળવાર નો દિવસ હનુમાનજી નો હોય છે. તેથી આ દિવસ ના સ્વામી ગ્રહ મંગલ છે. મંગલ લાલ રંગ ને પ્રતિનીધીત્વ કરે છે. તેથી આ દિવસે લાલ ચંદન અથવા પછી ચમેલી ના તેલ માં સિંદુર નાખીને તિલક લગાવવાથી શક્તિ કાર્યક્ષમતા માં વિકાસ થાય છે.

બુધવારે લગાવો તિલક –

બુધવાર નો દિવસ ભગવાન ગણેશ અને માં દુર્ગા નો માનવામાં આવે છે. આ દિવસ ના ગ્રહ સ્વામી છે બુધ ગ્રહ. આ દિવસે સુકાયેલા સિંદુર નું તિલક લગાવવું શુભ હોય છે. આ તિલક માં બોદ્ધિક ક્ષમતા તેજ હોય છે.

ગુરુવારે લગાવો તિલક-

ગુરુવાર ને બૃહસ્પતિવાર ના નામ થી પણ ઓળખવામાં આવે છે, અને બૃહસ્પતિ ઋષિ દેવતાઓ ના ગુરુ છે. આ દિવસ ના દેવતા બ્રહ્માજી ને માનવામાં આવ્યા છે. આ દિવસ નો સ્વામી ગ્રહ છે બૃહસ્પતિ ગ્રહ. ગુરુ ને પીળો અથવા સફેદ મિશ્રિત પીળો રંગ પ્રિય છે.

શુક્રવારે લગાવો તિલક –

શુક્રવાર નો દિવસ ધન ની દેવી માં લક્ષ્મી નો માનવામાં આવે છે. આ દિવસ નો ગ્રહ સ્વામી શુક્ર ગ્રહ છે. આ ગ્રહ ને દૈત્યરાજ પણ કહેવામાં આવે છે.દૈત્યો ના ગુરુ શુક્રાચાર્ય હતા. આ દિવસે લાલ ચંદન લગાવવાથી તણાવ દુર થાય છે. આનાથી ભૌતિક સુખ-સુવિધાઓ માં પણ વૃદ્ધી થાય છે.

શનિવારે લગાવો તિલક-

શનિવાર નો દિવસ ભૈરવ, શનિ અને યમરાજ નો માનવામાં આવે છે. આ દિવસ નો ગ્રહ સ્વામી છે શનિ ગ્રહ. શનિવાર ના દિવસે વિભૂત, ભસ્મ અથવા પછી લાલ ચંદન લગાવવું જોઈએ.

રવિવારે લગાવો તિલક –

રવિવાર નો દિવસ ભગવાન વિષ્ણુ અને સૂર્ય નો માનવામાં આવે છે. આ દિવસ નો સ્વામી ગ્રહ છે, સૂર્ય ગ્રહ. જે ગ્રહો ના રાજા છે. રવિવાર ના દિવસે લાલ ચંદન અથવા પછી લીલું ચંદન લગાવો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer