ભાવનગરના દાસ પેંડાવાળા અવાર-નવાર ચર્ચામાં રહેતા હોય છે પરંતુ આ વખતે તેમણે ચર્ચાનું કારણ તેમની મીઠાઈઓ નથી પરંતુ તેઓ દ્વારા ચિત્રા જીઆઇડીસી પ્લાન્ટ ખાતે સોલાર રૂફ ટોપ નો પ્લાન્ટ નખાયો છે જે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કારણ બન્યું છે.
આપને જણાવી દઇએ કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પણ સ્વચ્છ અને નવીનીકરણીય ઊર્જા સ્ત્રોતો પર કાર્ય કરી રહી છે. એટલે કે તેઓ એવા સ્ત્રોતોના ઉત્પાદન માટે લોકોને પ્રોત્સાહન આપી રહ્યા છે કે જે પર્યાવરણને કોઈ નુકસાન કરતા નથી અને ભવિષ્યમાં જે આર્થિક રીતના પણ લોકોને પરવડે તેમ છે.
આવો જ એક મુખ્ય સ્ત્રોત સૂર્ય ઉર્જા છે જેનો ઉપયોગ હવે સામાન્ય લોકો પણ વીજળી ઉત્પન્ન કરવા માટે કરી રહ્યા છે. તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા એમ.એસ.એમ.ઈ સ્કીમ અંતર્ગત મધ્યમ અને નાના કદના ઉધોગોને પણ સોલાર રૂફ ટોપ યોજના માં ઘણું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
જોકે છેલ્લા અમુક વર્ષોમાં સોલાર એનર્જીનો ઉપયોગ થતો હોવાથી ઘણી નવી નવી કંપનીઓ કે જે આ પ્લાન્ટ માટેના અલગ અલગ ભાગો બનાવી રહી છે તે પણ માર્કેટમાં આવી રહી છે. જેને લીધે ગુણવત્તાયુક્ત અને માફક ભાવમાં હવે સોલાર પ્લાન્ટની તમામ ચીજ વસ્તુઓ ઉપલબ્ધ થઈ છે.
સોલર પ્લેટ ને ધૂળ અને અન્ય કચરાથી બચાવવી જરૂરી છે તેથી આ પ્લેટ ઉપર સતત પાણીનો મારો ચલાવવો પડે છે જો આમ ન કરવામાં આવે તો વીજળીના ઉત્પાદન ઉપર અસર પડે છે. તેથી આ પ્લાન્ટમાં ઓટોમેટીક sprinkler system રાખવામાં આવી છે જે નિયમિત સમયાંતરે પાણી દ્વારા પેટની સફાઈ કરે છે અને આ પાણી ફરીથી ઉપયોગમાં લઇ શકાય છે.
આમ હવે આ પ્લાન્ટથી સવારે 7 થી સાંજે ૬ દરમિયાન ઉત્પન્ન થતી તમામ વીજળીનો ખર્ચ બચી ગયો છે અને આવનારા 25 વર્ષ સુધી આ ઉપયોગમાં લઇ શકાશે.આ પ્લાન્ટમાં હાલ 175 કિલોવોટ ક્ષમતા છે જે એક લાખ કિલો કોલસો વપરાય તેની તુલનામાં ઉર્જા ઉત્પન્ન કરી શકે છે.