સગાઈ બાદ યુવતી સાથે બળજબરી કરી, પછી “તને કિસ કરતા નથી આવડતી” એમ કહી આ ગુજરાતી યુવાને સગાઈ તોડી નાખી…

ભારતમાં મહિલાઓ હવે દરેક પ્રવૃત્તિ જેવી કે શિક્ષણ, રાજકારણ, મીડિયા, કળા અને સંસ્કૃતિ, સેવાના ક્ષેત્રોમાં, વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રો વગેરેમાં ભાગીદારી લઈ રહી છે. આ સ્ત્રી સશક્તિકરણ ના સમયમાં પણ આપણને અવાર નવાર અનેક કિસ્સા એવા જોવા મળે છે જેમાં અલગ અલગ રીતે મહિલાઓ સાથે અન્યાય થતો હોય છે. આપણને વધુ આશ્ચર્ય તો ત્યારે થાય છે જ્યારે સમાજના ભણેલ-ગણેલ અને સુધારેલ સમાજના લોકો આવા કાર્ય કરતા હોય છે.

આવો જ એક વિચિત્ર કિસ્સો હાલ અમદાવાદમાં સામે આવ્યો હતો. વ્યવસ્થિત કુટુંબની એક દીકરી ની સગાઇ તેમના માતા-પિતા એક સરકારી નોકરિયાત યુવાન સાથે કરી હતી. બંને એકસાથે ઘણી જગ્યાએ ફરવા પણ જતા હતા. પરંતુ આ સમય દરમિયાન યુવક વારંવાર યુવતીને કહેતો હતો કે તને કિસ કરતા નથી આવડતી. અને લગ્ન પહેલાં યુવતીને શારીરિક સંબંધ બાંધવા માટે બળજબરીપૂર્વક મજબૂર પણ કરતો હતો.

આ ઘટના બાદ એક દિવસ જ અચાનક યુવકે એક રૂપિયાનો સિક્કો અને નાળિયેર યુવતીનાં ઘરની બાજુમાં ફેંકી દીધા અને સગાઈ તોડી નાખી .એમ કહી દીધું દીધું કે તને કિસ કરતા નથી આવડતી. ત્યાર બાદ યુવતીએ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી જેથી આ કિસ્સો સામે આવ્યો હતો.

યુવક સેન્ટ્રલ ગવર્મેન્ટ માં જોબ કરતો હોવાથી યુવતીના માતા-પિતાએ તેના મા-બાપ ન હતા તે બાબતની અવગણના કરીને તેમની દીકરી ની સગાઇ આ યુવક સાથે કરી. તેઓ આ યુવકના ઘરે ગયા અને સગાઈ ની વાત નક્કી કરી. જોકે સગાઇ બાદ અવાર-નવાર યુવક અને યુવતી ગાંધીનગર સાથે ફરવા જતા હતા આ દરમિયાન યુવક યુવતીને કિસ કરતો અને વારંવાર કહેતો કે તને કિસ કરતા નથી આવડતું.

જોકે યુવતી ભવિષ્યમાં આ યુવક સાથે લગ્ન થવાના હોવાથી આ બધું સહન કરતી હતી પરંતુ એક દિવસ અચાનક યુવક કે યુવતીના ઘર પાસે પહોંચીને સગાઈ નું નાળિયેર અને એક રૂપિયાનો સિક્કો ફેકી દીધો અને સગાઈ તોડી નાખી. અને આ બધી બાબત દબાવી રાખવા માટે પણ યુવક દ્વારા યુવતીના પરિવારને રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. પરંતુ અંતે આ પરિવારે પોલીસની મદદ લઇને ફરિયાદ નોંધાવી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer