ભારતમાં આવેલા આ અનોખા મંદિરમાં કરવામાં આવે છે માછલીની પૂજા, જાણો મત્સ્ય દેવી નો મહિમા 

ભારતના મંદિરો સાથે જોડાયેલ અજબ ગજબ કિસ્સાઓ છે. આપના મંદિરોમાં ૩૩ કરોડ દેવી દેવતાઓ ની પૂજા થાય છે. દરેક લોકોના પોત પોતાના આરાધ્ય દેવ છે. ત્રીદેવો અને તેમના અવતારો ને દેવી ના અલગ અલગ રૂપો ની પૂજા થાય છે.

આજે અમે જે મંદિર વિશે જણાવીશું તેમાં માછલીને પૂજવામાં આવે છે. આ મંદિરમાં ભક્તો મોટાભાગે માછીમારો આવે છે. જે સમુદ્રમાં જતા પહેલા આ મંદિરે દર્શન કરવા આવે છે. મંદિરમાં એક મોટી વિશાળકાય માછલી ના હાડકા રાખવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે.

ક્યાં આવેલું છે આ મત્સ્ય દેવી મંદિર : આ મંદિર ગુજરાતમાં આવેલ છે. તેનું નિર્માણ ૩૦૦ વર્ષ જુનું છે. આ મંદિરને એક માછીમારે બનાવ્યું હતું અને દરરોજ પૂજા અર્ચના કરતો હતો. મત્સ્ય દેવીનું મંદિર બનવા પાછળની કથા :

૩૦૦ વર્ષ પહેલા અહી એક માછીમાર રહેતો હતો તેનું નામ હતું પ્રભુ ટંડેલ. એક રાત્રે તેણે સપનામાં જોયું કે દેવી માં એ વિશાળ માછલી નું રૂપ ધારણ કર્યું ને એ કિનારે આવી મૃત્યુ પામે છે. સવારે જાગી ને ટંડેલ એ જગ્યા એ ગયો જે જગ્યા તેણે સપનામાં જોઈ હતી.

એ પૂરી રીતે આશ્ચર્ય માં પડી ગયો. જયારે તેણે એ જગ્યા પર એક વિશાલ માછલી ને જોઈ. તેને સમજી ગયું કે તેનું સપનું સાચું હતું. અને આ માછલી દેવી માં નું જ રૂપ છે. પછી તેને માછલી માટે મંદિર બનાવવાની લગ્ન લાગી બસ થોડાક જ દિવસ માં તેણે મત્સ્ય માતા નું મંદિર મંદિર બનાવડાવ્યું

અને એ માછલીના હાડકાને એ મંદિરમાં અને તેની પૂજા અર્ચના કરી. આ વાત તેણે આજુ બાજુ વાળા લોકો ને પણ જણાવી. કેટલાક લોકો એ માન્યું અને કેટલાક લોકો એ મજાક સમજી. મત્સ્ય દેવીએ બતાવ્યો ફરી ચમત્કાર :

પ્રભુ ટંડેલ અને તેમાં વિશ્વાસ રાખતા લોકો નિયમિત રૂપથી આ મંદિરમાં પૂજા કરવા લાગ્યા. અને મત્સ્ય દેવી ના મંદિરની મજાક બનાવવા વાળા લોકો પણ ઓછા ણા હતા. એક દિવસ એ ગામમાં મહામારી ફેલાઈ ગઈ.

દરેક બાજુ ત્રાહિમામ ત્રાહિમામ મચી ગયો. અચાનક આ ગામ પર આવેલ આ વિપત્તિ ને કોઈ સમજી ના શક્યું. પ્રભુ ટંડેલ અને તેમના સાથી નિયમિત મત્સ્ય દેવીની પૂજા અર્ચના કરતા રહ્યા. તેમની ભક્તિ ભાવના ને જોઇને દરેક ગામના લોકો આ મંદિર માં મહામારી થી બચવા પુકાર લગાવવા લાગ્યા.

ચમત્કારી રૂપથી ધીરે ધીરે મહામારી આ ગામમાંથી ધીરે ધીરે દુર થઇ ગઈ. અને લોકો ની અંદર મત્સ્ય દેવી માટે અપાર શ્રદ્ધા વધી ગઈ. આજે હાલત એવી થઇ ગઈ છે કે માછીમારો સમુદ્રમાં જતા પહેલા આ મંદિરમાં શીશ જરૂર નમાવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer