ગુજરાતમાં કોરોના ના કેસો વધતા રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યભરમાં તમારી પ્રવૃત્તિ બંધ રાખીને મીની lockdown કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને પગલે છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં કોરોના ના કેસો ઘટી રહ્યા છે આથી સરકારે lockdown આંશિક રાહત આપવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન 27 મે સુધી અમલી રહેશે. જેને પગલે વેપારીઓ સવારે 9થી બપોરે 3 સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે. આ અંગે મુખ્યમંત્રીએ પીપાવાવમાં જાહેરાત કરી હતી અને સાથે 36 શહેરોમાં ચાલુ રહેલું રાત્રી lockdown પણ ચાલુ જ રહેશે.
તમામ પ્રકારના ઉત્પાદનને લગતા તેમજ ઔદ્યોગિક કામ-ધંધા ચાલુ રહેશે . રાજ્યમાં ઉત્પાદન પ્રવૃત્તિ અને ઉદ્યોગો ચાલુ રહે તથા શ્રમિકોને નિયમિત રોજગાર મળે તે હેતુથી તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા કામ ધંધા ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે.
આ દરમિયાન atm માં નાણાં નો પુરવઠો જળવાઈ રહે તે જવાબદારી સરકારે બેક ને સોંપી છે.. આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમિંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના મોલ્સ તથા કમર્શિયલ કોમ્પ્લેક્સિસ વગેરે બંધ રહેશે.
રાજ્યમાં અત્યારસુધીમાં 7 લાખ 71 હજાર 447ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 9 હજાર 340 થયો છે તેમજ અત્યારસુધીમાં 6 લાખ 69 હજાર 490 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 92 હજાર 617 એક્ટિવ કેસ છે, જેમાંથી 742 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 91 હજાર 875 દર્દીની હાલત સ્થિર છે.