હીરાની શોખીન છે મીરા રાજપૂત, પતિ શાહિદના આ બે ગિફ્ટ ને હંમેશા રાખે છે પોતાની પાસે, જુઓ તસવીરો

શાહિદ કપૂર અને મીરા કપૂર બોલિવૂડની ફેમસ જોડી માં ના એક છે. તેઓ જ્યારે પણ પબ્લિક પ્લેસમાં સાથે નજર આવે છે તો બંને ની વચ્ચે બોર્ડિંગ સાફ જોવા મળે છે. ફેન્સ માટે તો તેઓ એક પરફેક્ટ કપલ પણ છે. શાહિદ પોતાની પત્ની મીરા ને ખૂબ પ્રેમ કરે છે. બંને એ વર્ષ 2015 માં લગ્ન કર્યા હતા. મીરા ઉંમરમાં શાહિદ થી ૧૪ વર્ષ નાની છે. પરંતુ ઉમર ક્યારેય પણ બંનેના પ્રેમ ની વચ્ચે નથી આવી.

બંને એકબીજા સાથે ખૂબ સારી કેમેસ્ટ્રી શેર કરે છે. શાહિદ મીરા ને ગિફ્ટ પણ આપતા રહેતા હોય છે. તેમાંથી શાહિદ ની આપેલ 2 ગીફ્ટ ખૂબ ખાસ છે. જેને મીરા હંમેશા પોતાની પાસે રાખે છે. તે બંને ગિફ્ટ ડાયમંડ ની બનેલી છે. મીરાને હીરાનો ખૂબ શોખ છે. એટલા માટે પતિ શાહિદ તેમને હીરાનો એક બ્રેસલેટ અને રીંગ ગિફ્ટમાં આપી છે.

મીરા કપૂર ના હાથમાં આ બ્રેસલેટ અને રીંગ હંમેશા જોવા મળે છે. પછી તે ભલે ઘરમાં આરામ ફરમાવી રહી હોય અથવા કોઇ પાર્ટીમાં તૈયાર થઈને એન્જોય કરી રહી હોય. આ બ્રેસલેટ અને રીંગ તેમના હાથમાં હંમેશા જોવા મળે છે. તે તેમને ક્યારેય પણ નથી કાઢતી. બસ આ વાત થી તમે અંદાજો લગાવી શકો છો કે મીરાને હીરા સાથે કેટલો પ્રેમ છે.

આ હીરાની અંગુઠી શાહિદે મીરાને સગાઈ પર આપી હતી. બ્રેસલેટ પણ ત્યાર નું જ આપેલું છે. મીરા ને જ્યારે પણ મોકો મળે છે તો તે આ બંને ખૂબ ગર્વ સાથે દેખાડે છે.  ફોટોસ ને જોઈને તમે સમજી ગયા હશો કે મીરા શાહિદની આ ગિફ્ટ ને કેટલી પસંદ કરે છે. મીરા ને જ્વેલરી પહેરવાનો પણ ખૂબ શોખ છે. તે તેની સાથે એક્સપેરિમેન્ટ કરતી રહેતી હોય છે. એટલું જ નહીં તે તો પોતાના લગ્નની જ્વેલરી પણ ઘણી વાર રીપીટ કરી ચૂકી છે.

શાહિદ અને મીરા માટે લગ્ન બાદ એકબીજા સાથે રહેવું એટલું સરળ પણ નહોતું. શાહિદ એક ફિલ્મી બેકગ્રાઉન્ડમાં મોટો થયેલો છોકરો હતો, જ્યારે મીરા એક બિઝનેસ ફેમિલીમાંથી હતી. તેમજ બંનેની ઉંમર માં પણ ૧૪ વર્ષનું અંતર હતું. આવી પરિસ્થિતિ મા લગ્ન પછી બંને એકબીજાને માટે ખુદમાં ઘણા બદલાવ પણ કર્યા છે. આજે બંનેની પર્સનાલિટી અને લાઇફ સ્ટાઇલ જોઇને એવું લાગે છે કે બંને એકબીજા માટે જ બન્યા છે.

મીરા ભલે બોલિવૂડ સ્ટાર ન હોય પરંતુ સોશિયલ મીડિયા પર તેમની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. તે સોશિયલ મીડિયા પર પોતાના પરિવાર સાથે જોડાયેલી તસવીરો શેર કરતી રહેતી હોય છે, અને પોતાની પણ તસવીરો શેર કરતી રહેતી હોય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer