વડાપ્રધાન મોદીએ વાવાઝોડાથી થયેલ નુકસાન માટે રૂપિયા 1000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી.. જાણો કોને કેટલા મળશે

ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાથી થયેલા નુકસાનની સમીક્ષા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારો માટે એક હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા તેમજ ઘાયલોને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે.રાજ્યમાં વાવાઝોડાના કારણે મૃત્યુઆંક 45 પર પહોંચ્યો છે. આ મૃત્યુ મકાન ધસી પડવાથી, ઝાડ પડવાથી, દીવાલ તૂટવાથી, તો કરંટ લાગવાથી થયાના સમાચાર મળી રહ્યાં છે. અમરેલીમાં 15 મોત થયા છે.

આ સિવાય ભાવનગરમાં 8 મોત, ગીર સોમનાથમાં 8 મોત, અમદાવાદમાં કુલ 5 મોત, ખેડામાં 2ના મોત, જ્યારે આણંદ, વડોદરા, સુરત, વલસાડ, રાજકોટ, નવસારી અને પંચમહાલમાં 1-1 મૃત્યુ થયા છે.

આ સિવાય 50 હજારની સહાય ગંભીર ઈજાગ્રસ્તોને પણ અપાશે. ડિઝાસ્ટર વિભાગના પ્રાથમિક અંદાજ મુજબ તૌક્તે વાવાઝોડાના પરિણામે રાજ્યમાં અંદાજે 3000 કરોડનું નુકશાન થયું છે. જેમાં પાવર સેકટરમાં 1400 કરોડ, ખેતીવાડીમાં 1200 કરોડ, રોડ બિલ્ડીગ ક્ષેત્રે ૫૦ કરોડ અન્ય ક્ષેત્રે અંદાજે ૩૫૦ કરોડના નુકશાનનો અંદાજ છે.

ગુજરાત અને દીવમાં કરવામાં આવતા રાહત અને પુનર્વસન પગલાંની સમીક્ષા માટે અમદાવાદ અને ત્યારબાદ રૂ. ૧,૦૦૦ કરોડની આર્થિક મદદની જાહેરાત કરી હતી.

પીએમ મોદીએ ટ્વીટ કરી જણાવ્યું કે કેન્દ્ર સરકાર તાઉ-તે વાવાઝોડાને કારણે જે લોકો પ્રભાવિત થયા છે તેમની સાથે છે અને તેમને જરૂરી તમામ મદદ કરશે. પીએમ મોદીએ જણાવ્યું કે અમદાવાદમાં બેઠક દરમ્યાન તાઉ-તે વાવાઝોડાને કારણે ઉદ્દભવેલી સ્થિતિની સમીક્ષા કરી હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer