લગભગ દરેક લોકો પૂજ્ય મહંત સ્વામી મહારાજ વિશે જાણતા જ હશે, ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ ના શિષ્ય પૂજ્ય મહંત સ્વામિ મહારાજ. જે અત્યારે રાજકોટ માં રોકાણ કરી રહ્યા છે. BAPS સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડના આંગણે તા. 29 ના રોજ સાંજે BAPS સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આગમન નિમિત્તે સાંજે ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ તારીખ 10 નવેમ્બર રવિવાર સુધી કુલ 12 દિવસ રાજકોટમાં રોકાણ કરશે, જે દરમ્યાન વિશિષ્ટ કાર્યક્રમો યોજવામાં આવશે. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના સ્વાગત માટે મંદિર પરિસરમાં અદ્દભુત કાઠીયાવાડી વસ્ત્રોમાં શોભતા યુવકોએ પરંપરાગત રીતે સ્વામીશ્રીનું સ્વાગત કર્યું હતું. સાથે સાથે આસોપાલવના તોરણો, ફુલોની સુંદર રંગોળી, દીપમાળા, કળશ, ધજાઓથી સમગ્ર પરિસરને સુશોભિત કરવામાં આવ્યું હતું.
ભાઈબીજ નો દિવસ
સ્વાગત સભામાં રાજકોટના મંદિરના કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામીએ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજને કલાત્મક હાર પહેરાવ્યો હતોઆજના આ સ્વાગત સમારોહમાં સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી 50 થી અધિક સંતો, કાર્યકરો અને દસ હજાર થી વધુ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના તારીખ 29 ઓક્ટોબરથી 10 નવેમ્બર સુધીના રોકાણ દરમ્યાન પ્રતિદિન સવારે 5:30 થી 8:00 દરમ્યાન પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના પૂજાદર્શન-આશીર્વાદનો લાભ પ્રાપ્ત થશે તેમજ તા. 31-10 થી 04-11 સાંજે 5:30 થી 8:00 વાગ્યા સુધી સાયં સભામાં વરિષ્ઠ અને વિદ્વાન સંતો દ્વારા પારાયણનો લાભ પ્રાપ્ત થશે તેમજ દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વચનનો પણ લાભ પ્રાપ્ત થશે. તથા 8-11 ના રોજ સવારે 5:30 થી 8:00 દરમ્યાન પ્રબોધિની એકાદશીના દિવસે શાક હાટડી ઉત્સવ ઉજવાશે અને બીજા દિવસે તા. 9-11 ના રોજ સાંજે 4:30 થી 8:00 દરમ્યાન BAPS સંસ્થાના સંગીતજ્ઞ સંતો દ્વારા કીર્તન આરાધનાનો લાભ મળશે.
BAPS સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડના આંગણે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ તારીખ 29 ઓક્ટોબર મંગળવારથી 10 નવેમ્બર રવિવાર સુધી રોકાણ કરશે. આ 12 દિવસ દરમિયાન યોજાનાર ભવ્ય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ લેવા માટે પરિવાર મિત્રમંડળ સહિત પધારવા કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી અને સંત નિર્દેશક પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી સહિત સૌ સંતોએ રાજકોટ વાસીઓને અંતરનું આમંત્રણ પાઠવ્યું