મૃતદેહના અંતિમ સંસ્કાર પછી થાય છે કપાલ ક્રિયા, જાણો આ ક્રિયાનું મુખ્ય કારણ

દરેક ધર્મના પોતાના રીત-રીવાજો  હોય છે. આવી જ રીતે હિંદૂ ધર્મમાં વ્યક્તિના મૃત્યુ પછી અંતિમ સંસ્કાર કરવાનો રીવાજ છે. માત્ર હિંદૂ ધર્મમાં જ મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જો કે આ વિધિ દરમિયાન થતી એક પ્રક્રિયા વિશે ખૂબ ઓછા લોકો જાણતાં હોય છે. સ્મશાનમાં જ્યારે વ્યક્તિના અંતિમ સંસ્કાર થાય છે ત્યારે તેના માથા પર લાકડી મારવામાં આવે છે. આ પ્રથાનું કારણ શું છે તેના વિશે જાણી તમને પણ આશ્ચર્ય થશે.

 

પુરાણો અને ધાર્મિક ગ્રંથો અનુસાર માનવામાં આવે છે કે વ્યક્તિના અંતિમ સંસ્કાર અને તેની સાથે જોડાયેલી દરેક વિધિને ચોકસાઈથી કરવી. અંતિમ સંસ્કારની વિધિની અસર વ્યક્તિના બીજા જન્મ પર પણ પડે છે. તો આ અંતિમ સંસ્કાર દરમિયાન થતી માથા પર લાકડી મારવાની વિધિ જો વાત કરીએ તો તેને કપાલ ક્રિયા કહેવામાં આવે છે. આ ક્રિયા અત્યંત મહત્વની હોય છે.

હિંદૂ ધર્મ અનુસાર કોઈપણ વ્યક્તિના અંતિમ સંસ્કાર કપાલ ક્રિયા વિના પૂર્ણ થતા નથી. પરંતુ આ ક્રિયા ખૂબ ડરામણી હોય છે. નબળા મનના લોકો સ્મસાનમાં થતી આ વિધિ જોઈ શકતા નથી. આ ક્રિયા ભયાનક હોવા છતાં તેનું પાલન કરવામાં આવે છે તેનું કારણ છે ગરુણ પુરાણ છે. ગરુડ પુરાણ અનુસાર જ્યારે મૃતદેહને મુખાગ્નિ આપવામાં આવે છે ત્યારે તેના માથા પર વધારે ઘી રેડવામાં આવે છે જેથી તેનો માથાનો ભાગ સારી રીતે અગ્નિમાં વિલીન થાય. આ ક્રિયા બરાબર થાય તે માટે તેના માથા પર લાકડી મારી તેને તોડવામાં આવે છે. માથાના ભાગને તોડવા પાછળ બે કારણ જવાબદાર છે. પહેલું કારણ એ હોય છે કે માથાનો ભાગ તોડવામાં ન આવે તો તે પૂર્ણ રીતે ભસ્મ થતો નથી અને તેના કારણે અંતિમ સંસ્કાર પૂર્ણ થતા નથી. અન્ય માન્યતા એવી છે કે એક જન્મના સાંસારિક બંધનમાંથી મુક્ત થઈને જ આત્મા બીજા જન્મને પામે છે અને જો કપાલ ક્રિયા કરવામાં ન આવે તો વ્યક્તિની આત્મા મુક્ત થતી નથી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer