ચેન્નેઈમાં લક્ષ્મીજીના આઠ સ્વરૂપોની થાય છે પૂજા, ॐ આકારમાં બનેલું છે વિશાળ મંદિર

સામાન્ય રીતે આપણા દેશમાં ઘણા મંદિરો જોવા મળે છે, અને દરેક મંદિરની માન્યતાઓ પણ અલગ અલગ હોય છે. લક્ષ્મીજીના પણ અનેક સુંદર મંદિરો છે, પરંતુ ચેન્નેઈના આડયાર સમુદ્ર કિનારા પર બનેલું અષ્ટલક્ષ્મી મંદિર ખૂબ જ ખાસ છે. આ મંદિરમાં દેવી લક્ષ્મીના અષ્ટ સ્વરૂપોની મૂર્તિઓ સ્થાપિત છે. દેવી લક્ષ્મીની સાથે જ અહીં ભગવાન વિષ્ણુના 10 અવતાર, ગણેશજી અને અનેક મોટા દેવી-દેવતાઓની પણ મૂર્તિઓ છે. આ મંદિરમાં મહાલક્ષ્મી, શાંતા લક્ષ્મી, વિજય લક્ષ્મી, ગજાલક્ષ્મી, આદિલક્ષ્મી, ધૈર્યલક્ષ્મી અને ધ્યાન લક્ષ્મી વગેરે રૂપોમાં લક્ષ્મીજીની આઠ મૂર્તિઓ સ્થાપિત છે. લક્ષ્મીજીના આ આઠ સ્વરૂપોની પૂજાનું ફળ તેમના નામ પ્રમાણે પ્રાપ્ત થાય છે.

વિશાળ ગુબંદવાળું ॐ ના આકારમાં બનેલું મંદિર

ચેન્નેઈમાં આવેલું ॐ આકારમાં બનેલું માતા અષ્ટલક્ષ્મી મંદિર દેવી લક્ષ્મીના બધા સ્વરૂપોને સમર્પિત છે. અહીં દેવી લક્ષ્મીના આઠ સ્વરૂપ વિરાજમાન છે, એટલા માટે તેને અષ્ટલક્ષ્મી મંદિરના નામે ઓળખવામાં આવે છે. લોક માન્યતા પ્રમાણે અહીં અષ્ટલક્ષ્મીના દર્શન કરવાથી શ્રદ્ધાળુઓને ધન, વિદ્યા, વૈભવ, શક્તિ અને સુખની પ્રાપ્તિ થાય છે. બહારથી મંદિર ખૂબ જ સુંદર ભાસે છે. દક્ષિણ ભારતના અન્ય મંદિરોની જેમ જ, આ મંદિર પણ વિશાળ ગુંબદવાળું છે.

32 કળશોવાળું ત્રણ માળનું મંદિર

મંદિરનું બાંધકામ 1974માં શરૂ કરવામાં આવ્યું હતું. આ મંદિરનું બાંધકામ નવાસ વરદચેરિયારની આગેવાનીમાં બનેલી સમિતિએ કરાવ્યું હતું. 5 એપ્રિલ 1976થી આ મંદિરમાં વિધિવત પૂજા-અર્ચના શરૂ કરવામાં આવી હતી. આ મંદિર 65 ફિટ લાંબુ અને 45 ફીટ ઊંચું છે. આ ત્રણ માળનું મંદિર છે. જેની ચારેય તરફ વિશાળ આંગણા છે. મંદિરની વાસ્તુકલા ઉથિરામંરૂરમાં સુંધરારાજ પેરુમર મંદિરથી લેવામાં આવી છે. 2012માં, મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. મંદિરમાં કુલ 32 કળશોનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ગર્ભગૃહની ઉપર 5.5 ફીટ ઊંચો ગોલ્ડર પ્લેટેડ કળશ પણ સામેલ છે.

કમળના ફૂલ

વિશાળ ગુંબદવાળા અષ્ટલક્ષ્મી મંદિરમાં દેવી લક્ષ્મીની બધી મૂર્તિઓ અલગ-અલગ તળ પર સ્થાપિત કરવામાં આવી છે. અહીં પૂજાની શરૂઆત બીજા તળથી થાય છે, જ્યાં દેવી મહાલક્ષ્મી અને મહાવિષ્ણુની મૂર્તિઓ રાખવામાં આવી છે. ત્રીજા તળ પર શાંતા લક્ષ્મી, વિજય લક્ષ્મી અને ગજાલક્ષ્મી સ્થાપિત છે. ચોથા તળ પર માત્ર ધનલક્ષ્મીની મૂર્તિ સ્થાપિત છે. તે સિવાય પ્રથમ તળ પર આદિલક્ષ્મી, ધૈર્યલક્ષ્મી અને ધ્યાન લક્ષ્મીનું તીર્થસ્થળ છે. આ મૂર્તિઓ ઘડિયાળની સોયોની માફક આગળ વધતી દેખાય છે. છેલ્લે નવમું મંદિર છે, જે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને સમર્પિત છે. દામ્પત્ય જીવનનું સુખ માંગનારા ભક્તો, તેના દર્શન કર્યા વગર જતાં નથી. અહીં કમળના ફૂલ ચઢાવવાની પરંપરા છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer