પંચ પ્રયાગ તીર્થયાત્રાઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. નદીઓનું સંગમ સ્થળ સનાતન ધર્મમાં ખુબજ પવિત્ર માનવામાં આવે છે. જે જગ્યાએ આનો સંગમ થાય છે તેમને પ્રયાગ કહેવામાં આવે છે અને તેને પ્રમુખ તીર્થ માનીને પૂજા કરવામાં આવે છે. આઓ જાણીએ તેનું વિશેષ મહત્વ.
અલકનંદા અને ભાગીરથી નદીઓના સંગમ પર દેવપ્રયાગ : અલકનંદા અને ભાગીરથી નદીઓના સંગમ પર દેવપ્રયાગ આવેલું છે. આ સંગમ સ્થળ પછી નદીને ગંગાના નામથી ઓળખવામાં આવે છે. ગઢવાલ ક્ષેત્રમાં ભાગીરથી નદીને સાસુ અને અલકનંદા નદી વહુ કહેવામાં આવે છે. ભાગીરથી આગમન સમયે જે કોલાહલ કરે છે અને અલકનંદા શાંત સ્વરૂપે વહેતી હોવાથી આ નામ આપવામાં આવ્યા છે.
દેવપ્રયાગમાં શિવ મંદિર અને રઘુનાથ મંદિર છે. દેવપ્રયાગમાં કાગડાઓ દેખાતા નથી જે એક ખુબજ આશ્ચર્યની વાત છે. સ્કંદ પુરાણમાં કેદાર ખંડમાં આ તીર્થનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યુ છે. માન્યતા અનુસાર ભગીરથજીએ કઠોર પ્રયાસો કરીને ગંગાજીને ધરતી પર આવવા માટે રાજી કર્યા હતા.
પર્યટનના સ્થળ સિવાય આ ખુબજ આધ્યાત્મિક શાંતિ મળે તેવું સ્થળ છે. માનસિક શાંતિ માટે આ સ્થળ ખુબજ ઉત્તમ છે. પ્રકૃત્તિઓના પ્રેમીઓ માટે આ સ્થળ ખુબજ મહત્વનું છે. અહી કુદરતના ખોળે નાઈટ કેમ્પિંગ, ટ્રેકિંગની મજા માણી શકશો.
મંદાકિની-અલકનંદા નદીઓના સંગમ પર ‘રૂદ્રપ્રયાગ‘ : બદ્રીનાથથી થઈને મંદાકીની અને અલકનંદા નદીઓના સંગમસ્થળ પર રૂદ્રપ્રયાગ સ્થિત છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવને રૂદ્ર નામ પરથી આ સ્થળનું નામ રૂદ્રપ્રયાગ પડ્યુ છે. સંગમ સ્થળની પાસે જ ચામુંડા દેવી અને રૂદ્રાનાથનું મંદિર આવેલું છે. અહીં બ્રહ્માજીની આજ્ઞાથી દેવર્ષિ નારદે વર્ષો સુધી તપસ્યા કરી હતી. સંગમ સ્થળથી થોડે દુર ઉપર ભગવાન શંકર રૂદ્રેશ્વર નામનું લિંગ છે. જેના દર્શન કરવાથી તમામ પાપોથી મુક્તિ મળે છે.
અલકનંદા પિંડર નદીઓના સંગમ પર ‘કર્ણપ્રયાગ‘ : અલકનંદા અને પિંડર નદીઓના સંગમ પર કર્ણપ્રયાગ સ્થિત છે. કર્ણએ જે સ્થળે તર કર્યુ હતું તે ના કારણે આ સ્થાનનું નામ કર્ણપ્રયાગ પડ્યુ. માનવામાં આવી રહ્યુ છે કે કર્ણએ ભગવાન સૂર્યની આરાધના અભેધ્ય કવચ કુંડળ પ્રાપ્ત કર્યા હતા. અહીં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે.