અર્જુન પુત્ર ઈરાવને જયારે મહાભારતમાં મચાવી દીધું હતું કોહરમ

મહાભારતના ભીષ્મ પર્વના ૮૩મા અધ્યાયની અનુસાર મહાભારતના યુદ્ધના સાતમાં દિવસે અર્જુન અને ઉલુપીના પુત્ર ઈરાવનનું અવંતીના રાજકુમાર વિંદ અને અનુવિંદથી અત્યંત ભયંકર યુદ્ધ થયું. ઈરાવનએ બંને ભાઈઓથી એક સાથે યુદ્ધ કરતા એમના પરાક્રમથી બંનેને પરાજિત કરી દીધા અને પછી કૌરવ સેનાનો સંહાર આરંભ કરી દીધો.

ભીષ્મ પર્વના ૯૧મા અધ્યાયની અનુસાર આઠમાં દિવસે જયારે સુબલપુત્ર શકુની અને કૃતવર્મા એ પાંડવોની સેના પર આક્રમણ કર્યું, ત્યારે અનેક સુંદર ઘોડા અને ખુબ મોટી સેના દ્વારા બધું બાજુથી ઘેરીને શત્રુઓને સંતાપ આપવા વાળા અર્જુનના પુત્ર ઈરાવન એ હર્ષમાં ભરીને રણભુમીમાં કૌરવોની સેના પર આક્રમણ કરી જવાબ આપ્યો. ઈરાવાન દ્વારે કરેલા આ અત્યંત ભયાનક યુદ્ધમાં કૌરવોની ઘુડસવાર સેના નષ્ટ થઇ ગઈ.

ત્યારે શકુની ના છ પુત્રોએ ઈરાવાન ને ચારેય બાજુથી ઘેરી લીધો. ઈરાવાન એ એકલા જ લાંબા સમય સુધી આ છ પુત્રોથી વીરતાપૂર્વક યુદ્ધ કરી એ બધાનું વધ કરી નાખ્યું. આ જોઇને દુર્યોધન ભયભીત થઇ ઉઠ્યો અને તે ભાગેલા રાક્ષસ ઋષ્યશ્રુંગ ના પુત્ર અલ્મ્બુષની પાસે ગયા, જે પૂર્વકાલમાં કરેલા ખોટા વધને કારણે ભીમસેનના શત્રુ બની ગયો હતો. એવામાં અલ્બુષ એ ઈરાવાન સાથે યુદ્ધ કર્યું.

ઈરાવાન અને અલ્મ્બુષનું અનેક પ્રકારથી માયા-યુદ્ધ થયું. અલ્મ્બુષ રાક્ષસનું જે જે અંગ કપાતું તે ફરીથી નવું ઉતપન્ન થઇ જતું હતું. યુદ્ધસ્થળમાં એમના શત્રુને પ્રબળ થયું જોઈ એ રાક્ષસએ અત્યંત ભયંકર તેમજ વિશાળ રૂપ ધારણ કરીને અર્જુનના વીર તેમજ યશસ્વી પુત્ર ઈરાવાનને બંધી બનાવવાનો પ્રયત્ન પ્રારંભ કર્યો. એ દુરાત્મા રાક્ષસની માયા જોઇને ગુસ્સમાં ભરેલા ઈરાવાનએ પણ માયાનો પ્રયોગ આરંભ કર્યો.

એ સમયે નાગકન્યા પુત્ર ઈરાવાનના માતૃકુલના નાગો નો સમૂહ એની સહાયતા માટે ત્યાં આવી પહોંચ્યા. રણભુમીમાં આવેલા નાગોથી ઘેરેલા ઈરાવાન એ વિશાળ શરીર વાળા શેષનાગની જેમ તેણે એક વિશાળ સ્વરૂપ લીધું. ત્યારે એણે ઘણા નાગો દ્વારા રાક્ષસને આચ્છાદિત કરી દીધા. ત્યારે એ રાક્ષસરાજ અલ્મ્બુષ એ કંઇક વિચારીને ગરુડનું રૂપ ધારણ કરી લીધું અને બધા નાગોને ભક્ષણ કરવાનો આરંભ કર્યો. જયારે એ રાક્ષસએ ઈરાવાનના માતૃકુલ ના બધા નાગોને ભક્ષણ કરી લીધા, ત્યારે મોહિત થયેલા ઈરાવાનને તલવારથી મારી નાખ્યો. ઈરાવાનના કમળ અને ચંદ્રમાંની સમાન કાંતિમાન તથા કુંડળ તેમક મુકુટથી મંડિત મસ્તકને કાપીને રાક્ષસએ ધરતી પર પાડી દીધો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer