આજે આ આર્ટિકલ માં તમને નાગમણી ના વિષયમાં જણાવવા જઈ રહ્યા છઈએ તમે નાગમણી ની વાર્તાઓ પણ સાંભળી હશે. નાગમણી વિશેની ફિલ્મો પણ જરૂરથી જોઈ હશે. પરંતુ આજે જો આ આર્ટિકલ માં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કદાચ તમે નહીં જાણતા હોય.
જ્યોતિષ શાસ્ત્ર ના અનુસાર એક પ્રમુખ ગ્રંથ વૃહત્સસંહિતા માં આજે પણ એવો ઉલ્લેખ મળે છે અને તેમના અનુસાર સંસારમાં મણીધારી નાગ આજે પણ આ સંસારની અંદર હયાતીમાં છે. અને તે હંમેશાથી આ પૃથ્વીલોકમાં જોવા મળશે.
નાગમણી જેને સરમણી પણ કહેવામાં આવે છે. તે એક વિશેષ સાંપના માંથા પર જોવા મળે છે જો કે એવા સાંપોનું મળવું ખૂબ જ દુર્લભ હોય છે અને આજ સુધી એવો સાંપ કોઈએ ક્યાંય પણ જોયો હોય તેવો દાખલો મળ્યો નથી.
તમને જણાવી દઈએ કે શાસ્ત્રો માં એ પણ એવું કહેવામાં આવ્યું છે કે નાગમણી ની ચમક એટલી તેજ હોય છે કે તે રાત્રે પણ જ્યાં રહે છે ત્યાં પણ દિવસ જેવું અજવાળુ થઈ જાય છે. એટલે તેને નરી આંખે જોવો આપણા આંખ માટે હાનીકારક હોઈ શકે છે.
નાગમણી મોર ના કંઢ સમાન હોય છે અને અગ્ની સમાન ચમકેલી દેખાય છે. કહેવામાં આવે છે કે નાગમણી ખૂબ જ શક્તિ શાળી હોય છે. અને જે કોઈ પણ આ મણી ને અડકી જાય છે તેના માં પણ આ શક્તિ આવી જાય છે.
તમને એ પણ જણાવી દઈએ કે શાસ્ત્રોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે તે સાંપ જે રાજ્ય કે ક્ષેત્ર માં હયાત હોય છે તે રાજ્ય માં ક્યારેય પણ પ્રાકૃતિક કે કુદરતી હોનારત આવતી નથી અને તે વિસ્તાર ક્યારેય પણ વરસાદ થી વંચિત રહેતો નથી.