પાલકના આ ફાયદાઓ જાણીને તમને પણ નવાઈ લાગશે

પાલકની ભાજી હવે તો બારે માસ મળે છે પરંતુ શિયાળામાં પાલકની ભાજી વિશેષ પ્રમાણમાં વપરાય છે.પાલખ એમરેન્થસી કુળની વનસ્પતિ છે.લીલા પાંદડાવાળા શાકભાજી માં પાલક સૌથી અગ્રણી ગણાય છે.પાલક સ્વાસ્થ્યની દૃષ્ટિએ ઉત્તમ ગણાવાય છે .તે સર્વ ગુણી અને સસ્તુ શાક છે.પાલકમાં કેલ્શિયમ સોડિયમ કલોરીન ફોસ્ફરસ આયરન ખનિજ તત્વ પ્રોટીન તેમજ અન્ય વિટામીન મોજુદ હોય છે જે શરીર માટે સ્વાસ્થવર્ધક ગણાય છે. પાલકમાં આયર્નની માત્રા વધારે રહેલી છે ,અને પાલકમાં રહેલું આયર્ન શરીરમાં સરળતાથી ગ્રાહ્ય થાય છે. છે તેથી પાલક ખાવાથી હીમોગ્લોબીન વધે છે. પાંડુ રોગથી પીડાતા દર્દીઓ માટે પાલક ઉત્તમ છે.

ગર્ભવતી મહિલાઓ માટે પણ પાલક ઉત્તમ છે ગર્ભવતી મહિલા માટે જરૂરી પોષક તત્વો ફોલિક એસિડ પાલકમાંથી વિશેષ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે તેમ જ પાલકમાં રહેલું કેલ્શિયમ ગર્ભમાં રહેલા બાળકના વિકાસ માટે ઉપયોગી છે .પાલક સ્તનપાન કરાવતી મહિલાઓ માટે પણ ઉત્તમ આહાર છે. મહિલાઓ માટે તેમના આભૂષણ સમાન વાળ માટે પણ પાલક શ્રેષ્ઠ છે.મહિલાઓ વાળની વિશેષ સંભાળ રાખતી હોય છે. પાલખમાં રહેલા પ્રોટીન ઉપરાંત અન્ય પોષક તત્વો વાળને જરૂરી પોષણ પૂરું પાડી મજબૂત બનાવે છે .

પાલકમાં હિમોગ્લોબીન વધારનારું તત્વ હોવાથી પાલખ ત્વચાના આરોગ્ય માટે પણ ઉત્તમ આહાર છે.પાલકની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવાથી ચહેરાની કરચલીઓ દૂર થાય છેનિયમિત પણે પાલક ખાવાથી ચહેરા ઉપર થતા ખીલ પણ મટે છે.ત્વચાનું મોઈશ્ચર જળવાઈ રહે છેપાલક અને ગાજરના રસમાં લીંબુનો રસ મિક્સ કરી પીવાથી ત્વચા નિરોગી, સ્વચ્છ અને ચમકદાર રહે છે.

પાલખ અને લીંબુના રસનાં બે-ત્રણ ટીપા મિક્સ કરી રાત્રે સૂતી વખતે ત્વચા પર લગાવવાથી પણ ત્વચાનું તેજ નિખરે ત્વચા પર પડેલા કાળા ડાઘા પણ પાલક ના રસ થી દૂર થાય છે.પાલકના પાનને પાણીમાં ઉકાળી તે પાણીથી ચહેરો ધોવાથી પણ ચહેરો ચોખ્ખો થાય છે. પાલક કોલેજનના નિર્માણમાં સહાયક હોવાથી વાળ અને ચામડી માટે ઉત્તમ ઔષધ ગણાય છે.

આર્થ્રાઇટીસ અને ઓસ્ટીયોપોરોસિસ ની બીમારીથી પીડાતા દર્દી માટે પણ પાલક રાહતરૂપ છે.નિયમિત પણે પાલક ખાવાથી સાંધાના દુખાવા દૂર થાય છેપાલક સાથે ટામેટા ,કાકડી ,ગાજર જેવા શાકભાજી નો પણ ઉપયોગ કરવો જોઈએ. પાલકમાં રહેલું વિટામિન કે કેલ્શિયમનું અવશોષણ અટકાવે છે.પેશાબમાં નીકળી જતા કેલ્શિયમની માત્રા ને પણ નિયંત્રિત કરે છે.પાલક હાડકાને મજબૂત બનાવે છે.

આથી પાલક ચાવવાથી દાંત માં થતા પણ આરામ મળે છે.પાલકના રસમાં ગાજરનો રસ મિક્સ કરીને પીવાથી પેઢામાંથી જરતું લોહી બંધ થાય છે. પાલકમાંથી મળતા બીટા કેરોટીન અને આંખો માટે પણ ફાયદાકારક છે.આંખોમાં થતી બળતરા, દ્રષ્ટિની ખામી, આંખોનું કોરા પડી જવું જેવી સમસ્યાઓમાં પાલક ઉપયોગી છે. પાલકમાંથી મળતા એન્ટીઓક્સીડેન્ટ શરીરમાં ઉત્પન્ન થતા ફ્રી રેડિકલ્સથી આરોગ્યને બચાવે છે .અને આંખમાં થતા ગ્લુકોમાં મોતીઓ જેવી સમસ્યાથી પણ આંખોની રક્ષા કરે છે.

પાલકમાંથી મળતું પોટેશિયમ મગજના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. અલ્ઝાઇમર જેવી બીમારીમાં પણ પાલખ રાહતરૂપ છે.પાલકમાં રહેલું પોટેશિયમ મગજને પૂરતી માત્રામાં લોહી તથા ઓક્સિજન પહોંચાડવામાં મદદરૂપ છે. પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ છે માટે પ્રેશરના દર્દીઓને પણ પાલક નો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ.

પાલકમાંથી પ્રાપ્ત થતું પોષક તત્વ કોલેસ્ટ્રોલ અને ચરબીને પણ નિયંત્રિત કરી હ્રદયરોગથી શરીરને બચાવવાની પણ સહાયક છે. પાલખમાં વિશેષ પ્રમાણમાં ફાઈબર હોવાથી તે મેટાબોલિઝમને પ્રક્રિયાને પણ સંચાલિત કરે છે.પાલખ વજન ઘટાડવામાં ઉપયોગી છે. જોકે કોઈ પણ વસ્તુનો પતિ ઉપયોગ હાનિકારક છે એવી જ રીતે પાલકનું પણ વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો તેમાંથી એસીડીટી,પેટની સમસ્યા પથરી જેવી તકલીફ થઈ શકે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer