ભગવાન શિવને શ્રાવણ માસ જ અતિપ્રિય શા માટે છે? ચાલો જાણીએ તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા. પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચુક્યો છે. દરેક લોકોના મનમાં એક સવાલ ઉદ્ભવતો હશે કે ગુજરાતી 12 મહિનામાં ભગવાન શિવજીને શ્રાવણ માસ જ અતિપ્રિય શા માટે છે? શ્રાવણ માસમાં જ ભગવાન શિવની મહત્તમ પૂજા શા માટે કરવામાં આવે છે? આ વિશે આજે અમે અહીં જણાવીશું.
ભગવાન શિવને શ્રાવણ માસ અતિપ્રિય શા માટે છે તેની પાછળ રસપ્રદ પૌરાણિક કથા જોડાયેલી છે. દક્ષ રાજાની પુત્રી માતા સતિએ તમામ વસ્તુનો ત્યાગ કરીને પોતે ઘણા વર્ષો સુધી શ્રાપિત જીવન જીવ્યાં. ઘણો સમય વિત્યા બાદ સતિએ હિમાલય રાજાના ઘરે પુત્રી પાર્વતીના રૂપે બીજો જન્મ લીધો. હીમાલય પુત્રી પાર્વતીજી તો સદાશિવને મનોમન વરી ચુક્યા હતા. શિવજીને પતિના રૂપમાં પામવા માટે પાર્વતીએ ખૂબ આકરી તમસ્યા કરી. અન્નજળનો ત્યાગ કરી સતત અગ્નિ વચ્ચે રહી આકરૂ તપ કર્યું. આ સમયે શ્રાવણ માસ હતો. પાર્વતીની આકરી તપશ્ચર્યાથી સદાશિવ ખૂબ જ પ્રશન્ન થયા અને પાર્વતીની ઈચ્છા મુજબ સદાશિવ તેમને પ્રાપ્ત થયાં. આ કારણથી મહાદેવજીને શ્રાવણ માસ અને શ્રાવણ માસની ઉપાસના ખુબ પ્રિય છે.
શ્રાવણ માસમાં આકરી તપશ્ચર્યાથી માતા પાર્વતી શીવજીને પ્રસન્ન કરી પતિ રૂપમાં મેળવ્યાં. આ પ્રંગથી પ્રેરણા લઈને આજે કુવારીકાઓ સારા પતિ માટે શ્રાવણ માસમાં શિવજીની ઉપાસના કરે છે. ભોળાનાથને રીઝવવા માટે શ્રાવણ માસમાં અભિષેક, રૂદ્રી, મહારૂદ્રી, શિવનામ સ્મરણ અને શિવ નામના જાપ કરવામાં આવે છે.