પોતાના નિવેદનોને કારણે ઘણી વાર હેડલાઇન્સમાં રહેતી અભિનેત્રી પાયલ રોહતગીની અમદાવાદ પોલીસે ધરપકડ કરી છે. અભિનેત્રી પર સોસાયટીના અધ્યક્ષ સાથે દુર્વ્યવહાર અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ છે.
પાયલનો આરોપ છે કે સોસાયટીના સભ્ય ન હોવા છતાં પણ તે 20 જૂને તેની સભામાં ગઈ હતી અને તેણે ઝઘડો કર્યો હતો અને અધ્યક્ષ સહિત ઘણા લોકો સાથે દુર્વ્યવહાર કર્યો હતો. સોસાયટીમાં રમતા બાળકો વિશે પણ લોકો સાથે ઉગ્ર ઝઘડો કર્યો હતો.
અગાઉ ધરપકડ કરવામાં આવેલી પાયલ રોહતગીએ વર્ષ 2019 માં સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં તેમણે ગાંધી-નહેરુ પરિવાર પર અભદ્ર ટિપ્પણી કરી હતી. પાયલની આવી હરકતો પર મુંબઇ પોલીસે તેના ખાતાને પહેલા જ બ્લોક કરી દીધું હતું. આ કેસમાં રાજસ્થાન પોલીસે ગુજરાતના અમદાવાદથી પાયલની ધરપકડ કરી હતી. જો કે આ કેસમાં તેને જામીન મળી ગયો છે.
પાયલ રોહતગીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે ફિલ્મોમાં ખાસ દેખાઇ ન શકી , તેની કારકીર્દિ વિશેષ રહી નથી. તેણે રેફ્યુજી, તુમસે મિકલર , રક્ત, તૌબા તૌબા, 36 ચાઇના ટાઉન, આગી એ પગલી, દિલ કબડ્ડી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તેણે ટીવીમાં પણ કામ કર્યું છે. પાયલ બિગ બોસમાં જોવા મળી હતી, જ્યાંથી તેણીને આ બઝ મળી હતી. તે ફિયર ફેક્ટર ઇન્ડિયા 2 માં પણ જોવા મળી હતી.