કુંડળીમાં જો આ ત્રણ ગ્રહો વિપરિત હોય તો એક પછી એક મુશ્કેલીઓ આવવા લાગે છે

જ્યારે અથાગ મહેનત કર્યા પછી પણ પરિણામ ન આવે. સતત કામ કરો તો પણ તેનું ધાર્યુ પરિણામ ન મળે ત્યારે સમજી લેવું જોઈએ કે તમારી કુંડળીમાં કોઈ એવો ગ્રહ છે જે ખરાબ પરિણામ આપી રહ્યો છે. દુર્ભાગ્ય જ્યારે તમારો પીછો ન છોડે ત્યારે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાય દર્શાવવામાં આવ્યા છે મંગળ, બુધ અને રાહુ અશુભ હોય તો તમારા કામમાં વિધ્ન આવ્યા જ કરે.

કુંડળીમાં જો આ ત્રણ ગ્રહો વિપરિત હોય તો એક પછી એક મુશ્કેલીઓ આવવા લાગે છે. પૈસા જ નહી તબીયત લથડે છે કેટલાક નિર્ણયો ખોટા સાબિત થાય છે તો ક્યારેક એવી મુશ્કેલી આવી પડે કે શું કરવુ તે જ સમજાતું નથી.

આ ત્રણ ગ્રહોના અશુભ હોવાથી વિવાદ અને પરિવારમાં મતભેદ શરૂ થઈ જાય છે. આ ત્રણ ગ્રહોના અશુભ પ્રભાવથી બચવા માટે જ્યોતિષમાં કેટલાક ઉપાય દર્શાવવામાં આવ્યા છે.

ઘરની બહાર એક કુંડીયામાં કેકટ્સનો છોડ લગાવો. રોજ રાત્રે સુતા સમયે પથારી પાસે એક જગમાં પાણી ભરીને રાખી લો. સવારે ઉઠીને પાણી છોડને આપી દો. આવુ સતત 40 દિવસ સુધી કરો અને 41માં દિવસે આ કુંડીયાને કોઈ સુમસામ જગ્યાએ રાખી દો.

આ ઉપાય કરવાથી દુર્ભાગ્ય તમારો પીછો છોડી દેશે અને તમારો ભાગ્યોદય થવા લાગશે અટકેલા કામ થવા લાગશે. સફળતા મળવા લાગશે. કામ કરતા સફળ થશો તો કામ કરવાનો જુસ્સો વધશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer