પોતાના ભક્તને બચાવવા માટે કૃષ્ણ અને મહાદેવ વચ્ચે થયું હતું ભયંકર યુદ્ધ, ધ્રુજી ગઈ હતી ધરતી, જાણો યુદ્ધનું કારણ 

મહા પ્રતાપી અને દેત્યરાજ બલીના ૧૦૦ પુત્રો માંથી મોટા પુત્રનું નામ બાણાસુર હતું, તે નાનો હતો ત્યારથી જ ભગવાન શિવનો પરમ ભક્ત હતો. જયારે બાણાસુર મોટો થયો ત્યારે હિમાલય પર્વતની ઉંચી ટોચ પર ભગવાન શિવની તપસ્યા કરવા લાગ્યો.

બનાસુરની કઠીન તપસ્યાથી પ્રસન્ન થઇ ને ભગવાન શિવ તેને સહસ્ત્રબાહુ સાથે અપાર બળશાળી થવાનું વરદાન આપ્યું. ભગવાન શિવના અ વરદાન થી અત્યંત બળશાળી થયેલ બાણાસુરની સામે યુધ્ધમાં કોઈ પણ નહોતું ટકી શકતું.

વરદાનથી મહાબલી થયેલ બાણાસુરને પોતાની શક્તિ પર એટલો ઘમંડ આવી ગયો કે તેણે કૈલાસ પર્વત પર જઈને ભગવાન શિવને યુદ્ધ માટે ચુનોતી આપી. બાણાસુરની આ મૂર્ખતા પર ક્રોધિત થઇ ને ભગવાન શિવે તેને કહ્યું કે તારું અભિમાન જાજા દિવસ નહિ ચાલે.

તારો નાશ કરનાર આ દુનિયામાં જન્મી ચુક્યો છે. જે દિવસે તારા મહેલની ધજા પડી જશે એ દિવસે સમજી જજે તારો કાળ આવી ગયો છે.   બાણાસુર ને એક છોકરી હતી તેનું નામ ઉષા હતું.

એક દિવસ ઉષાએ પોતાના સપનામાં ભગવાન શ્રી કૃષ્ણના પોત્ર અનિરુદ્ધને જોયો, એ એટલો આકર્ષક હતો કે ઉષા તેના પર મોહિત થઇ ગઈ. સવારે જાગીને ઉષા એ પોતાના સપનાની વાત તેની સહેલી ચિત્રલેખાને જણાવી.

ચીત્રલેખાએ પોતાની યોગમાયાથી અનીરુધ્ધનું ચિત્ર બનાવી ઉષાને બતાવ્યું. ઉષા તરત જ એ ચિત્ર ને ઓળખી ગઈ અને કહ્યું આ એજ રાજકુમાર છે જેને મેં સપનામાં જોયો હતો.

ત્યારબાદ ચિત્રલેખા એ દ્વારકા જઈને સુતેલા અનિરુદ્ધને પલંગ સહીત ઉઠાવીને ઉષાના મહેલમાં પહોચાડી દીધો. જયારે અનિરુદ્ધ ઊંઘ માંથી ઉઠ્યો ત્યારે તેને પોતાને ઉષાની સામે જોયો. આમ કૃષ્ણ ના પોત્ર અનિરુધ્ધ અને બણાસુરની પુત્રી ઉષાના કારણે તેઓની વચ્ચે યુદ્ધ થયું હતું. અને એ સમયે આખી ધરતી કંપી ઉધી હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer