હિંદુ ધર્મગ્રંથો અનુસાર જુના સમયના હથિયારોમાં મંત્રોથી ઉત્પન્ન કરેલી શક્તિઓ તેમજ ક્ષમતા એટલી અનોખી હતી કે એની સામે આજ ના સમયમાં તૈયાર કરવામાં આવતા યુદ્ધના સામાનની તાકાત તેમજ ટેકનીક પણ નાની નજર આવે છે. ધર્મની અધર્મ તેમજ સત્યની અસત્ય પર જીતનું પ્રતિક ધર્મયુદ્ધો માં ન કેવળ શુરવીરો દ્વારા અપનાવેલી મર્યાદા અને નીતિઓ નિર્ણાયક બની, પરંતુ ઘણા એવા ઘાતક અસ્ત્ર શસ્ત્ર પણ ઉપયોગ કરવામાં આવ્યા, જે ખાસ કરીને મંત્ર શક્તિઓથી જોડવામાં આવતા હતા અને એમાં સમાયેલી સ્ચૂક શક્તિઓ દુશ્મન માટે વિધ્વંસક થતી હતી.
પ્રાચીનકાળમાં યુદ્ધ દરમિયાન ઉપયોગ કરવામાં આવેલા હથિયાર મુખ્ય રૂપથી બે પ્રકારના રહેતા હતા. પહેલું અસ્ત્ર અને બીજું શસ્ત્ર. અસ્ત્ર એ કે જેને મંત્રોથી જોડીને દુરથી જ ફેંકવામાં આવતું હતું. એના દ્વારા અગ્નિ,વિદ્યુત, ગેસ અથવા યાંત્રિક ઉપાયોથી શત્રુ પર સામનો કરવામાં આવતો હતો.
૧. બ્રહ્માસ્ત્ર
આ બ્રહ્મદેવનું અસ્ત્ર માનવામાં આવે છે. આ સૌથી ઘાતક તેમક મારક અસ્ત્ર હતું, જે દુશ્મનને તબાહ કરીને જ છોડતું હતું. આ બ્રહ્માસ્ત્ર માત્ર બીજા બ્રહ્માસ્ત્રથી જ કાપવાનો સંભવ હતો. આજના સમયના હથિયારોથી તુલના કરવામાં આવે તો બ્રહ્માસ્ત્રની તાકાત ઘણા પરમાણુંબોમ્બથી પણ ઘણી વધારે હતી. રામાયણની મુતાબિક મેઘનાથ એ હનુમાનજી પર પણ બ્રહ્માસ્ત્ર ચલાવ્યું, પરંતુ ખુદ રુદ્ર રૂપ હનુમાન એ એનું સમ્માન કરી સમર્પણ કરી દીધું.
૨. પાશુપત અસ્ત્ર
આ શિવનું અસ્ત્ર માનવામાં આવે છે. આ બાણમાં મંત્રથી પૈદા શક્તિ તેમજ ઉર્જા એક જ વખતમાં પૂરી દુનિયાનો વિનાશ કરી શકતી હતી. માનવામાં આવે છે કે કુરુક્ષેત્રમાં યુદ્ધ દરમિયાન આ અસ્ત્ર માત્ર અર્જુનની પાસે જ હતું.
૩. નારાયણાસ્ત્ર
નારાયણાસ્ત્ર વૈષ્ણવ અથવા વિષ્ણુ અસ્ત્ર ના નામથી પણ ઓળખાય છે. આ પાશુપતની જેમ જ ભયંકર અસ્ત્ર હતું. માનવામાં આવે છે કે એક વાર નારાયણાસ્ત્ર છોડી દેવા પર પૂરી દુનિયામાં આને કોઈ બીજા અસ્ત્રથી કોઈ કાપી શકતું ન હતું. બસ,એનાથી બચવા માટે એક જ ઉપાય એ હતો કે શત્રુ હથિયાર નાખીને સમર્પણ કરી ધરતી પર ઉભું થઇ જાય. અન્યથા આ અસ્ત્ર લક્ષ્ય માટે અચૂક રહેતું હતું.
૪. આગ્નેય અસ્ત્ર
આ મંત્ર શક્તિથી તૈયાર એવું બાણ હતું, જે ધમાકાની સાથે અગ્નિ વરસવાનું શરુ કરી દેતું હતું અને જોડેલા લક્ષ્યને ચંદ પળોમાં સળગાવીને રાખ કરી દેતું હતું. તે માત્ર પર્જન્ય બાણ દ્વારા તૂટતું હતું.
૫. પર્જન્ય અસ્ત્ર
મંત્ર શક્તિથી આ બાણથી વગર મૌસમ પણ વાદક પૈદા થતા, ભારે વરસાદ થતો, વીજળી કડકતી અને વાવાઝોડું આવતું હતું. ખાસરીતે આ આગ્નેય બાણનું તોડ હતું.
૬. પન્નગ અસ્ત્ર
મંત્ર બોલીને આ બાણ દ્વારા સાંપ
પૈદા કરવામાં આવતા હતા, જે નક્કી લક્ષ્યને ઝેરના પ્રભાવથી નિશ્ચેત કરી દેતા હતા. આ
માત્ર ગરુડ અસ્ત્રથી જ તૂટતું હતું. રામાયણમાં ભગવાન રામ તેમજ લક્ષ્મણ પણ આના રૂપ
નાગપાશના પ્રભાવથી મૂર્છિત થયા હતા અને ગરુડ દેવે આવીને એનાથી મુક્તિ અપાવી હતી.
7. ગરુડ અસ્ત્ર
આ અચૂક બાણમાં મંત્રોનું આવાહનથી ગરુડ પૈદા થતા હતા. જે ખાસરીતે પન્નગ અસ્ત્ર અથવા નાગ પાશથી પૈદા થયેલા સાંપોને મારી નાખતા હતા અથવા એમાં જક્ડેલા વ્યક્તિને મુક્ત કરતા હતા.
શસ્ત્ર જેનાથી દુશ્મનથી આમને-સામે યુદ્ધ લડવામાં આવતું હતું.
૧. ગદા
છાતી સુધી લંબાઈ તેમજ પાતળા હાથા વાળા આ શસ્ત્રનો નીચેનો ભાગ ભારે રહેતો હતો. એનું પૂરું વજન લગભગ ૨૦ મણ રહેતો હતો. મહાબલી યોદ્ધા દરેક હાથમાં બે-બે ગદા ઉઠાવીને યુદ્ધ કરતા હતા. એમાં બલરામ, ભીમ તેમજ દુર્યોધન પણ ખાસ રીતે શામિલ હતા.
૨. અસી
તલવારનું જ એક નામ. આ ધાતુથી બનેલું ધારદાર શસ્ત્ર.
૩. ત્રિશુલ
નીચેનો ભગ પાતળો અને ઉપરના ભગ પર ત્રણ શુલ હોય છે.
૪. વજ્ર
ઉપરના ત્રણ હિસ્સા અલગ અલગ, વચ્ચેનો ભાગ પાતળો તેમજ હાથો ભારે હોય છે.