જાણો શા માટે અક્ષત વિનાની પૂજા અપૂર્ણ માનવામાં આવે છે

બધા દેવી-દેવતાઓની પૂજામાં ચોખાનો ઉપયોગ વિશેષ કરીને કરવામાં આવે છે. તેના વગર પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી. ચોખાને અક્ષત પણ કહેવામાં આવે છે અને અક્ષતનો અર્થ થાય છે જે તૂટેલું ન હોય તેવું. કોઈપણ પૂજામાં અબીલ, ગુલાલ, હળદર અને કંકુની સાથે જ ચોખા પણ ચઢાવવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા અહીં જણાવી રહ્યા છે કે પૂજામાં ચોખા શા માટે જરૂરી માનવા છે.


પૂજામાં અક્ષત આ મંત્રની સાથે ભગવાનને ચઢાવવામાં આવે છે-

अक्षताश्च सुरश्रेष्ठ कुंकुमाक्ता: सुशोभिता:।
मया निवेदिता भक्त्या: गृहाण परमेश्वर॥

આ મંત્રનો અર્થ એ છે કે હે ભગવાન, કંકુના રંગથી સુશોભિત આ અક્ષત તમને સમર્પિત છે, કૃપા કરીને તમે એને સ્વીકાર કરો. તેનો એ ભાવ છે કે અન્નમાં અક્ષત અર્થાત્ ચોખા શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેને દેવાન્ન પણ કહેવામાં આવે છે. દેવતાઓનું પ્રિય અન્ન ચોખા છે. એટલા માટે તેને સુગંધિત દ્રવ્ય કંકુની સાથે તમને સમર્પિત કરી રહ્યા છીએ. આને ગ્રહણ કરો, તમે ભક્તની ભાવનાઓને સ્વીકાર કરો.

૧. પૂજન કર્મમાં દેવી-દેવતાઓને ચોખા ચઢાવવામાં આવે છે, સાથે જ કોઈ વ્યક્તિને જ્યારે તિલક લગાવવામાં આવે છે, ત્યારે પણ અક્ષતનો ઉપયોગ કરવામાં આવે છે.

૨. અક્ષત પૂર્ણતાનું પ્રતીક છે અર્થાત્ તે તૂટેલાં નથી હોતાં. પૂજામાં અક્ષત ચઢાવવાનો ભાવ એ છે કે આપણી પૂજા પણ અક્ષતની જેમ પૂર્ણ હોય, તેમાં કોઈ બાધા ન આવે, પૂજા વચ્ચે જ તૂટે નહીં અર્થાત્ અધૂરી ન રહે. આવી પ્રાર્થનાની સાથે ભગવાનને ચોખા ચઢાવવામાં આવે છે.

૩. ચોખાને અન્નમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેનો સફેદ રંગ શાંતિનું પ્રતીક છે. ચોખા ચઢાવીને ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે કે આપણા બધા કાર્ય ચોખાની જેમ પૂરાં થાય, આપણા જીવનમાં શાંતિ મળે.

૪. ભગવાનને ચોખા ચઢાવતી વખતે એ ધ્યાન રાખવું જોઈએ કે ચોખા તૂટેલાં ન હોય. અક્ષત પૂર્ણતાનું પ્રતીક છે. આથી બધા ચોખા અખંડિત હોવા જોઈએ. ચોખા સાફ અને સ્વચ્છ હોવા જોઈએ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer