જયારે કર્યો હતો શિવજી એ સૂર્ય પર પ્રહાર, એ સમયે ફેલાઈ ગયો હતો આખી દુનિયામાં અંધકાર

બાબા શિવની લીલા નો કોઈ પાર નથી, એ ખુબજ ભોળા અને પ્રલયકારી રુદ્ર રૂપ ધારણ કરી દરેકને ચકિત કરી દેતા હતા. એક વાર એવી જ રીતે તેઓએ સૂર્ય ભગવાન પર પ્રહાર કરી સંસાર સંસાર ને અંધકારમય કરી દીધો હતો.

બ્રહ્મ વૈવાર્તપુરાણ અનુસાર, એક વાર શંકર ભગવાને માળી અને સુમાળી ના પ્રાણ સંકટ માં નાખનારા કશ્યપ નંદન સૂર્ય પર અત્યંત ક્રોધિત થઈને તેમણે પોતાના ત્રિશુલ થી સાત ઘોડા ના રથ પર વિરાજમાન સૂર્ય પર અત્યંત ક્રોધિત થયા. તેમણે પોતાના ત્રિશુલ થી સાત ઘોડાના રથ પર વિરાજમાન સૂર્ય પર હુમલો કરી દીધો. મહાદેવના આ પ્રહારથી સૂર્ય ભગવાન રથ માંથી પડી ગયા. અને અચેત થઇ ગયા અને તેની સાથે જ આખા જગતમાં અંધકાર છવાઈ ગયો.

કશ્યપે સંભાળ્યો પુત્રને : પોતાના પુત્રની આવી દુર્ઘટના જોઈ કશ્યપ ઋષિ એ તેને પોતાની ગોદમાં લીધો અને જોર જોર થી રડવા લાગ્યા. ત્રણે લોક માં આ પ્રસંગને જોઇને હાહાકાર મચી ગયો. પુત્ર મોહ માં ઋષિ એ પોતાનો સંયમ ખોઈ બેઠા અને જગતની સૌથી મોટી શક્તિ શિવ ને જ શ્રાપ આપી દીધો. તેમણે કહ્યું કે તેઓ આજ તેના પુત્રની આવી હાલત પર રડી રહ્યા છે, એક દિવસ શિવજી પણ પોતાના પુત્ર માટે રડશે.

દેવી દેવતાઓ ની નમ્ર વિનંતી પર અને જગત ના આધાર માટે ભગવાન શિવજીએ ફરીથી સૂર્ય ને જીવન દાન આપ્યું. બ્રહ્માજી, કશ્યપ ઋષિ અને શિવજી એ સૂર્ય દેવ ને આશીર્વાદ આપ્યા અને પોતાના શરણાગત જગ્યા પર લઇ ગયા. માળી અને સુમાલી એ પોતાના શરીર ને નીરોગી અને કષ્ટો થી દુર કરવા માટે ભગવાન સૂર્યની આરાધના કરી. ત્યાર બાદ સૂર્ય એ પ્રસન્ન થઈને તેમના દરેક કષ્ટો દુર કરી દીધા હતા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer