શું તમે જાણો છો પૂજામાં ક્યાં વાસણનો ઉપયોગ કરવો જોઈએ?

આપણે ત્યાં દરેકના ઘરે પૂજા પાઠતો થતાં જ હોય છે. આપણામાંથી મોટાભાગના લોકો સ્ટીલના વાસણનો પૂજામાં ઉપયોગ કરે છે પણ શું ખરેખર તે યોગ્ય છે ખરૂ? કેમકે સ્ટીલના વાસણનો પૂજામાં ઉપયોગ અશુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં શાસ્ત્રોમાં પૂજા પાઠ માટે કેટલાક ખાસ ધાતુ અને પાત્રનો ઉપયોગ કરવાની વાત દર્શાવવામાં આવી છે. આજે આપણે જાણીશું પૂજામાં ક્યા પાત્રનો ઉપયોગ કરવો જોઈએ.

શાસ્ત્રો અનુસાર પૂજા પાઠમાં અલગ અલગ ઘાતુ અલગ અલગ ફળ આપે છે. સોનુ, ચાંદી, પીત્તળ, ત્રાંબાનું પાત્ર વપરાશમાં લેવાથી શુભ ફળ આપે છે. જ્યારે સ્ટીલ, લોખંડ અને એલ્યુમિનિયમના વાસણ અશુભ ફળ આપે છે. એટલું જ નહી આ ધાતુઓની મૂર્તિઓ પણ પૂજામાં રાખવી જોઈએ નહી.

આની પાછળ મહત્વપૂર્ણ વાત એ છે કે પૂજા પાઠ માટે પ્રાકૃત્તિક ધાતુઓને જ શુભ માનવામાં આવે છે. આજ કારણ છે કે સ્ટીલના વાસણથી પૂજા પાઠ કરવાથી ફળ પ્રાપ્ત થતું નથી. કેમકે સ્ટીલના વાસણ માનવ નિર્મિત ધાતુ છે. જ્યારે લોખંડમાં કાટ લાગી જાય છે અને એલ્યુમિનિયમમાં કાળાશ આવી જાય છે. આજ કારણ છે કે આ વાસણનો પ્રયોગ આપણી ત્વચાને પણ નુકસાન કરે છે. આથી પૂજામાં ક્યારેય બને ત્યાં સુધી સ્ટીલના વાસણનો પ્રયોગ કરવો જોઈએ નહી.

પૂજા પાઠમાં સોનાના, ચાંદીના, પીત્તળના તેમજ ત્રાંબાના વાસણનો ઉપયોગ કરવો જોઈએ. માનવામાં આવે છે કે આ તમામ ધાતુઓ માત્ર જળાભિષેકથી શુદ્ધ થઈ જાય છે. કહેવાય છે કે આ પાત્રથી જો પૂજા કરવામાં આવે તો પુણ્યની પ્રાપ્તિ થાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer