ઇશ્વરની આરાધનામાં મંત્રના જાપનું વિશેષ મહત્વ છે. ભગવાનને પ્રસન્ન કરવા માટે મંત્રોના જાપનું વિધાન છે. મંત્રોના જાપ માટે મોટાભાગે લોકો માળાનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે કઈ માળાનો ઉપયોગ કરીને મંત્રજાપ કરવામાં આવે તો ભગવાન પ્રસન્ન થાય છે.
માળાના ઉપયોગ કરતી વખતે રાખવું આટલી બાબતોનું ધ્યાન :
૧. માળાના મણકાની સંખ્યા ઓછામાં ઓછી 27 કે પછી 108 હોવી જોઈએ.
૨. માળાના દરેક મણકા બાદ ગાંઠ લગાવેલી હોવી જોઈએ.
૩. મંત્રજાપની માળા કરતી સમયે પહેલી આંગળીથી ત્રીજી આંગળી માળાને સ્પર્શ ન થવી જોઈએ.
૪. મંત્રજાપ સમયે માળાને ગૌમુખીમાં રાખવી અથવા તો કપડાંથી ઢાંકીને રાખ્યા બાદ જાપ કરવા.
૫. પહેલાં માળાને હાથમાં લઈને પ્રાર્થના કર્યા બાદ મંત્ર જાપ કરવા. પ્રાર્થના કરો કે મંત્રજાપ સફળ રહે.
૬. માળા પોતાની હોય તે જ વાપરો, અન્યની માળા વાપરવી નહીં
૭. જે માળાનો મંત્રજાપ માટે ઉપયોગ કરતા હોવ તેને પહેરવી નહીં.
રુદ્રાક્ષની માળાનું મહત્વ
- કોઈ પણ મંત્રનો જાપ કરવા માટે તમે રુદ્રાક્ષની માળા વાપરી શકો છો.
- શિવજી અને તેમના પરિવાર માટે મંત્રજાપમાં રુદ્રાક્ષની માળા બેસ્ટ છે.
- મહામૃત્યુંજય અને લઘુમૃત્યુંજય મંત્ર માટે ફક્ત રુદ્રાક્ષની માળાનો જ ઉપયોગ કરવો જોઈએ.
સ્ફટિકની માળાનું મહત્વ :
- આ માળા એકાગ્રતા, સંપન્નતા અને શાંતિની માળા માનવામાં આવે છે.
- માતા સરસ્વતીની અને લક્ષ્મીના મંત્રનો જાપ આ માળાથી કરવો જોઈએ.
- ધનપ્રાપ્તિ અને એકાગ્રતા માટે સ્ફટિકની માળાનો પ્રયોગ કરો.
તુલસીની માળાનું મહત્વ
- વૈષ્ણવ પરંપરામાં તુલસીની માળાનું મહત્વ છે.
- ભગવાન વિષ્ણુ અને તેમના અવતરના જાપમાં આ માળાનું મહત્વ છે.
- આ માળા ધારણ કરવામાં વૈષ્ણવ પરંપરાનું પાલન કરવું જરૂરી છે.
- તુલસીની માળા પર ક્યારેય દેવી કે શિવજીના જાપ કરવા નહીં.
પૂજામાં માળાનું મહત્વ :
- પ્રાર્થના કરવાની અનેક રીતો છે. શબ્દ, કીર્તન અને મંત્ર પ્રાર્થના
- મંત્રજાપને સૌથી પ્રભાવશાળી માનવામાં આવે છે.
- મંત્રજાપ મનને તરત એકાગ્ર કરે છે અને તેમાં અલગ શક્તિ હોય છે.
- મંત્રજાપમાં સંખ્યાનું વિશેષ મહત્વ છે.
- મંત્રજાપ માળાથી કરવામાં આવે તો ફળ સારું મળે છે.
- મંત્રમાળામાં લાગેલા મણકાને મણકા કહેવાય છે. જે મોટાભાગે 108 હોય છે.
- કોઈ માળામાં 27 કે 74 મણકા પણ હોય છે.