રાજકોટમાં જિલ્લામાં આજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.મે મહિનામાં વરસાદ પડતા ખેડૂતો તેમજ હવામાન બદલાતા કોરોના ફરી માથું ઉચકે તેવી નાગરિકોમાં ચિંતાનો વધારો થયો છે.
જણાવી દઈએ કે, આખા વર્ષ દરમિયાન વાતાવરણમાં અનેકવાર પલટો આવ્યો અને શિયાળામાં પણ રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.
ખેડૂતોમાં ચિંતાનો માહોલ
ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ગુજરાતમાં વાતાવરણ ખુબ જ અસામાન્ય રહ્યું, અગાઉ શિયાળામાં કમોસમી વરસાદ અને હવે ઉનાળાની શરૂઆતમાં રાજ્યના બે જિલ્લામાં વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
ગોંડલ પંથકના વાવડીમાં અચાનક વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાઇ ગયા હતાં. વરસાદ વરસતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. તેમજ અનેક વિસ્તારમાં લાઈટ ગુલ થયાની ફરિયાદ પણ મળી હતી. ભારે બાફરાં વચ્ચે વરસાદ આવતા વાતાવરણ ઠંડુ બની ગયું છે.
ઉનાળુ બાજરી, તલ, મગફળી સહિતના પાકને ભારે નુકસાન પહોંચવાની ભીતિ સેવાય રહી છે. રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ પડયો છે.
ખેડૂતોને કેરીના પાકને પણ નુકસાન થાય તેવો ભય સતાવી રહ્યો છે, એટલું જ નહીં, વરસાદ અને પવન ફૂંકાવાને કારણે અન્ય પાકોને પણ નુકસાન થવાની ભીતિ છે.
વાવાઝોડું દરિયાકાંઠે ટકરાય એ સમયે પવનો ની ગતિ 90થી 100 કિમિ.પ્રતિ કલાક તેમજ ઝટકા ના પવનો 150 થી 180 કિમિ. પ્રતિ કલાક ની ઝડપે ફૂંકાય તેવી શક્યતા છે.
આગાહી તા.17 થી 20 વાવાઝોડા ની અસર ગુજરાત મા તા.17 થી જોવા મળશે.તા.17 થી સૌરાષ્ટ્ર ના ઘણા ભાગોમાં વરસાદી એક્ટિવિટી શરૂ થઈ જશે.જે તા 19-20 સુધી જોવા મળી શકે છે.