જો માણસ મૃત્યુ પછી જીવંત થાય, તો તે ફક્ત ફિલ્મો અથવા વાર્તાઓમાં જ શક્ય બને છે. પરંતુ આવું હકીકત માં ઉત્તરપ્રદેશના અલીગઢ માં બન્યું. અહીં એક માણસનું મુત્યુ થયું ત્યાર બાદ 5 કલાક પછી પાછો જીવંત થયો છે. ઘરના લોકો શોકમાં હતા અને પરિવારના સભ્યોને અંતિમ સંસ્કાર કરવાની તૈયારી કરતાં હતા.
ત્યાર પછી રામકિશનને પૂછતાં તેમને કહ્યું કે યમદૂત ભૂલથી મને લઈ ગયાં હતા. પરિવારના આસુ સુખમાં ફેરવાયા. લોકોની આંખોમાં આંસુ હતા પણ જીવંત થયા પછી તેમના ચહેરા પર મુસ્કાન આવી.
રામકિશનના મૃત્યુ પછી પરિવારમાં હંગામો મચી ગયો હતો :- આ કિસ્સો અલીગઢના અત્રૌલીના કિરાથલા ગામનો છે. જ્યાં 53 વર્ષીય રામકિશનસિંહ ઉર્ફે ભૂરા સિંહનું મોત નીપજ્યું હતું. રામકિશનના મોત બાદ પરિવારમાં અરાજકતા ફેલાઈ હતી.
રામકિશનના મોતની માહિતી તમામ સબંધીઓમાં ફેલાઈ ગઈ હતી. પરિવારજનોની બુમો જોઈ ગામ લોકો પણ તેમની આંખોમાં પાણી આવી ગયા હતા. ગામના લોકો ચોક્કસ પણે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. લોકો માનતા ન હતા. રામકિશન પરિવારના સબંધીઓ અને મિત્રોને જોઇને બધાને નામથી બોલાવ્યા.
ભૂલથી લઈ ગયા હતા યમરાજ :- લોકોને રોતા જોઈને રામકિશોરે કહ્યું કે હું એકદમ ઠીક છું. તેઓએ કહ્યું કે યમરાજ ભૂલથી મને લઈ ગયા હતા અને અત્યારે પાછો મોકલ્યો. રામકિશનને કહ્યું કે મારો નંબર નતો આવ્યો. તેથી મને પાછો મોકલી દીધો. રામકિશનના શરીરની હલનચલન અને વાત સાંભળીને પરિવારની અને ગામના લોકોની આંખો આશ્ચર્યજનક સ્મિતથી ભરાઈ ગઈ.
જીવંત થવાના સમાચાર બન્યા ચર્ચાનો વિષય :- રામકિશનના પુન:જન્મ ના સમાચારો ફક્ત ગામમાં જ નહીં પરંતુ પાડોશના ગામમાં પણ ચર્ચાનો વિષય બન્યા હતા. આ ઘટના બાદ રામકિશન પાસે થી લોકો મોત અને તે ઘટના વારંવાર જાણવા ઇચ્છે છે. અત્રૌલીમાં રામકિશનના ખૂબ જ ચાહકો થઈ ગયા છે.