રામાયણ માં મંથરા એક એવું પાત્ર છે જેના કારણે ભગવાન શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણજી ને વનવાસ જવું પડ્યું. શ્રીરામ ને વનવાસ જવું પડ્યું એમાં એક રીતેથી સમાજનું અને દેવતાઓ નું કલ્યાણ જ હતું કારણકે શ્રીરામ એ વનવાસ દરમિયાન જ રાવણ નો અંત કર્યો હતો..
શ્રી રામ ને જો વનવાસ ન થાત તો શ્રી રામ રાવણ નું વધ કરીને એમના અવતાર નું કામ કેવી રીતે પૂર્ણ કરત એ પણ એક વિચારવાની વાત છે. દોસ્તો રામાયણ ની જેમ મહાભારત પણ એક ખુબ મોટો ગ્રંથ છે અને આ મહાન ગ્રંથ માં ભગવાન રામ ના ચરિત્ર નું વર્ણન પણ આવે છે.
એ વર્ણન ની અનુસાર જયારે રાક્ષસરાજ રાવણ થી ભયભીત થઈને દેવતા બ્રહ્માજી ની શરણ માં ગયા હતા ત્યારે બ્રહ્માજી એ દેવતાઓ ને કહ્યું હવે રાવણ નો અંત નક્કી છે, તમે બધા પણ રીંછ અને વાનર રૂપ માં પૃથ્વી પર અવતાર ધારણ કરો અને ભગવાન રામ ની સહાયતા કરો.
એ સમયે દેવતાઓ એ એક દુંદુભી નામ ની ગંધર્વી ને બોલાવી અને કહ્યું તમે પૃથ્વી પર જન્મ ધારણ કરો અને ત્યાં તમારે કૈકેયી ની દાસી બનવાનું છે અને તમારે કોઈ પણ રીતે ભગવાન રામ ને વન માં જવા માટે સહાયતા કરવાની છે.
એ સમયે એ દુંદુભી નામ ની ગંધર્વી એ શ્રીરામ ને વનમાં મોલવાનો સ્વીકાર કરી લીધો. એના પછી એ જ ગંધર્વી પૃથ્વી પર કુબ્જા ના રૂપ માં જન્મી. એ સમયે એનું નામ મંથરા રાખવામાં આવ્યું અને એ જ રાજા દશરથ ની નાની રાણી કૈકૈયી ની દાસી બની હતી.
એ સમયે મંથરા એ એનું એ કામ કર્યું જે કામ માટે દેવતાઓ એ એને પૃથ્વી પર મોકલી હતી. એને રાણી કૈકૈયી ના મન માં રામજી પ્રતિ સંદેહ ઉત્પન્ન કરી દીધો જે કારણ થી રાણી કૈકૈયી એ રાજા દશરથથી શ્રી રામ ને વનવાસ આપવાની માંગ કરી
અને શ્રી રામ ને એમના પિતા નું વચન પૂર્ણ કરવા માટે વન માં જવું પડ્યું અને પછી આગળના ઘટનાક્રમ માં શ્રી રામ એ રાવણ નું વધ કરી દેવતાઓ નું કામ સંપૂર્ણ કર્યું અને પૃથ્વી પર ધર્મ મર્યાદા ની સ્થાપના કરી.