રામાયણ તેમજ મહાભારત બંનેમાં હાજર હતા આ મહાન યોધ્ધાઓ, નામ જાણીને તમને પણ નવાઈ લાગશે…

આપણે જાણીએ જ છીએ કે રામાયણ બન્યું હતું ત્રેતાયુગમાં અને મહાભારત હતું દ્વાપરયુગમાં. અવારનવાર રામાયણ અને મહાભારત વિષે તો આપણે ઘણીવાર ઘણુંબધું વાંચતા અને સંભાળતા હોઈએ છીએ.

પણ અમુક એવી વાતો હોય છે જે જાણવામાં અને વાંચવામાં અદ્ભુત લાગતી હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે અમુક એવા મહાન અને વીર યોધ્ધાઓ છે જે રામાયણ અને મહાભારત બંને સમય દરમિયાન હાજર હતા. હા મિત્રો એવા યોધ્ધાઓ વિષે આજે અમે તમને જણાવીશું.

૧. મહર્ષિ દુર્વાસા – રામાયણના અંતિમ સમયમાં જ્યારે મહર્ષિ પ્રભુ રામને મળવાની ઈચ્છા જણાવે છે ત્યારે બીજી તરફ મહાભારતમાં મહર્ષિ દુર્વાસા કુંતી અને બીજા પાત્રો સાથે જોવા મળે છે.

૨. હનુમાનજી – હનુમાનજી રામાયણનું બહુ મહત્વનું પાત્ર છે તેમણે જ માતા સીતાને  શ્રીલંકામાં શોધી આપ્યાં હતાં. લંકામાં આગ લગાવી અને પ્રભુ શ્રીરામને લંકા સુધી પહોંચવા માટે રામસેતુ પણ બનાવી આપ્યો હતો. આમ હનુમાનજી મહાભારતના યુદ્ધ દરમિયાન પણ હાજર હતા તેઓ અર્જુનના રથની ધજા પર વિરાજમાન હતા.

૩. પરશુરામ – રામાયણ કાળમાં જ્યારે પ્રભુ રામ એ સીતા સ્વયવર દરમિયાન જ્યારે પ્રભુ ધનુષ તોડી નાખે છે ત્યારે તેમને લલકારતા નજરે દેખાય છે. જ્યારે પરશુરામજી મહાભારત દરમિયાન કર્ણ અને ભીષ્મને અસ્ત્ર અને શસ્ત્રની શિક્ષા આપે છે.

૪. જામવંતજી – જામવંતજી સુગ્રીવજીના મંત્રી હતા તેઓ એકવાર પ્રભુ શ્રીરામ સાથે મલ્લયુદ્ધ કરવા માંગતા હતા ત્યારે પ્રભુ શ્રીરામ તેમને જણાવે છે કે પછીના અવતારમાં તમારી આ ઈચ્છા પૂર્ણ થશે. જ્યારે શ્રીકૃષ્ણએ એકવાર એક ગુફામાં જાય છે

ત્યારે તે ગુફામાં જામવંત સાથે તેમનું મલ્લયુદ્ધ થાય છે. તેમનું આ યુદ્ધ ૮ દિવસ સુધી ચાલે છે પણ જ્યારે જામવંતજીને ખબર પડે છે કે આ પ્રભુ રામ છે ત્યારે તેમણે પોતાની દીકરી જામવંતીના લગ્ન કૃષ્ણ સાથે કરાવે છે.

૫. માયાસુર – માયાસુર રાવણના સસરા હતા. એટલે તેઓ રામાયણમાં તો હતા જ પણ તમને યાદ હશે જ્યારે દ્રોપદી કૌરવોનું અપમાન કરે છે અને તેમના પર હાસ્ય કરે છે અને જે મહેલમાં આ વાત બને છે એ છે માયામહેલ. માયામહેલ મયાસુરે બનાવ્યો હતો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer