જાણી લો ન્હાવાની સાચી રીત, ખોટી રીતે નહાવાથી શરીરને કરવો પડે છે આ રોગોનો સામનો…

આખા દિવસની દોડભાગ બાદ નહાવાથી થાક ઉતરી જાય છે. ઘણા લોકો નહાવાની જગ્યાએ શાવરનો ઉપયોગ કરે છે. પરંતુ તમને કદાચ ખબર નહીં હોય કે, વધારે લાંબા સમય સુધી નહાવાથી અથવા વધારે ગરમ પાણીથી નહાવાથી શરીરને નુકસાન થઈ શકે છે.

જો તમે એવું વિચારતા હોવ કે નહાવાની સાચી અને ખોટી રીત શું હોઈ શકે અને તમે ગમે તેમ સ્નાન કરી શકો છો તો તમે ખોટું વિચારો છો. ખાવાપીવાની અને સૂવાની જેમ નહાવાની પણ એક રીત હોય છે. જેને ફોલો ન કરવામાં આવે તો કેટલીક ગંભીર બીમારીનો ખતરો વધી શકે છે.  હાં, તો આજે જાણી લો નહાવાની ખોટી રીતથી કયા રોગોનો ખતરો વધી શકે છે.

મોટાભાગના લોકોને ગરમ પાણીથી સ્નાન કરવું પસંદ કરે છે કારણ કે એવું માનવામાં આવે છે કે શરીરના દરેક ભાગમાં લોહી સારી રીતે પહોંચે છે, જેના કારણે થાક ઉતરી જાય છે. પરંતુ ઘણા લોકો આ કારણે લાંબા સમય સુધી ગરમ પાણીથી સ્નાન કરે છે. લાંબા સમય સુધી ગરમ પાણીથી સ્નાન કર્યા પછી, ત્વચાનો કુદરતી ભેજ જતો રહે છે, જેથી ડ્રાય થઈ જાય છે.

અતિશય સૂર્યપ્રકાશ, ધૂળ અને ગરમીને કારણે, ખોપરી ઉપરની ચામડી ચીકણી અને રૂક્ષ તેમજ ચીકણી બને છે. ઘણા લોકો ખંજવાળને તેને દૂર કરવા માટે સ્નાન કરતી વખતે નખ રગડે છે, જેથી ત્વચાના નુકસાનનું જોખમ રહે છે અને વાળ બે મોં વાળા થઈ જાય છે. તેથી વાળ ધોવા માટે હર્બલ શેમ્પૂનો ઉપયોગ કરો અને આંગળીઓના ટેરવે સ્કેલ્પમાં સહેજ મસાજ કરો અને થોડીવાર પછી તેને પાણીથી ધોઈને કન્ડીશનર કરો.

ક્યારેક લોકો સાબુની સુગંધના આધારે પસંદગી કરે છે. એવા સાબુની પસંદગી કરો જે નરમ હોય, ઘણા સાબુ એવા હોય છે જે ત્વચાનો ભેજને નષ્ટ કરે છે. આ જ કારણ છે કે કેટલાક લોકોની ત્વચા સંપૂર્ણપણે નિર્જીવ લાગે છે.

કેટલાક લોકો સ્નાન કરતી વખતે લુફાનો ઉપયોગ કરે છે. કેટલીક વાર કેટલાક પોતાના લુફાને તેમના પરિવારના સભ્યો સાથે પણ શેર કરે છે. શું તમે જાણો છો કે તમે લુફા શેર કરીને અજાણતા કેટલાક બેક્ટેરિયાને આમંત્રણ આપી રહ્યા છો. પણ આ સમયે લુફા હળવા ગરમ પાણીથી સાફ કરવાનું ભૂલશો નહીં.

ઘણીવાર વધારે નાહવાથી ત્વચાનો ભેજ સામગ્રી દૂર થઈ જાય છે.તેથી તેને જાળવવા માટે, સ્નાન કર્યા પછી, શરીરને સ્વચ્છ ટુવાલથી સાફ કરી અને ચામડી પર સારું ક્રીમ લગાવો. ક્રીમને સરખી રીતે ત્યાં સુધી લગાવો જ્યાં સુધી તે ત્વચામાં સારી રીતે સમાઈ જાય.

અમે તમને નાહવાની ખોટી રીત વિષે  જણાવવા ના છે જે નીચે મુજબ છે, તો ચાલો જાણીએ તેના વિષે.. નાહવાની ખોટી રીત: ઘણાં લોકોની આદત હોય છે કે બાથરૂમમાં જતાં શાવરની નીચે ઊભા થઈ જાય છે અથવા તો બાલ્ટિ માં પાણી ભરી સૌથી પહેલાં સીધું માથા પર પાણી નાખે છે. નહાવાની આ રીત એકદમ ખોટી છે અને તેનાથી બ્રેન સ્ટ્રોક અને અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે.

આપણાં શરીરમાં લોહીનો પ્રવાહ ઉપરથી નીચે તરફ થાય છે. એવામાં જો તમે ડાયરેક્ટ માથા પર ઠંડુ પાણી નાખો છો તો માથામાં રહેલી લોહીની નળીઓ સંકોચાવા લાગે છે અને બ્લડ ક્લોટ્સ પણ થઈ શકે છે. જેથી નહાતી વખતે ક્યારેય પહેલાં માથા પર પાણી નાખવું નહીં.

માથા પર ડાયરેક્ટ પાણી નાખવાથી માથું ઠંડુ થવા લાગે છે. જેના કારણે હાર્ટને માથા તરફ ઝડપથી બ્લડ મોકલવું પડે છે. જેના કારણે હાર્ટ એટેક અથવા મગજની નસ ફાટી જવાની સમસ્યા થઈ શકે છે. જેથી સૌથી પહેલાં પગ પર પાણી નાખો, ત્યારબાદ જાંઘ, પેટ, ખભાથી થતાં છેલ્લે માથા પર પાણી નાખવું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer