સોળ સંસ્કારમાં સર્વોતમ એટલે વિવાહ સંસ્કાર જ્યારે વ્યક્તિ કોઈ સાથે પ્રભુતામાં પગલા પાડે ત્યારે તેના પર જ જીવનનો આઘાર રહેલો છે. લગ્નની સિઝન પૂરબહારમાં ખીલી ઉઠી છે. લગ્ન માટે કેવી વ્યક્તિ પસંદ કરવી તે ખુબજ આકરો સવાલ છે. વિવાહ જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો છે. કેટલીક વાર કુંડળી મેળવ્યા છતાં બધુ જ જોયા અને વિચાર્યા પછી જ આ નિર્ણય લીધો હોવા છતાં વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ આવે છે. જો તમારી રાશિને અનુકુળ ન હોય તેવુ પાત્ર તમે પસંદ કર્યુ તો સમજી લો કે તમારે લગ્નજીવનમાં હંમેશા તકલીફો માટે તૈયાર રહેવું પડશે. આજે અમે ખાસ તમારા માટે લઈને આવ્યા છીએ કે કઈ રાશિને કોની સાથે સારૂ બનશે.
૧. મિથુન રાશિ : મિથુન રાશિના જાતકોએ તુલા રાશિ, કુંભ રાશિ અને મકર રાશિના લોકો સાથે વિવાહ કરવાથી તેમના દામ્પત્યજીવનમાં હંમેશા ખુશીઓ લહેરાતી રહે છે. ધનુ રાશિ, સિંહ રાશિ અને કર્ક રાશિ સાથે સામાન્ય તેમજ મેષ રાશિ અને મીન તેમજ વૃશ્ચિક રાશિ સાથે વિવાહ કરે તો લગ્નવિચ્છેદ જેવી સમસ્યા આવી ઉભી રહે છે.
૨. કર્ક રાશિ : કર્ક રાશિના જાતકોએ સિંહ રાશિ, મીન રાશિ અને વૃષભ રાશિના લોકો સાથે વિવાહ કરવાથી દામ્પત્યજીવનમાં ક્યારેય તકરાર થતી નથી. ધનુ રાશિ, તુલા રાશિ અને મેષ રાશિ સાથે સામાન્ય તેમજ મકર રાશિ અને કુંભ તેમજ વૃશ્ચિક રાશિ સાથે વિવાહ કરે તો અનેક સમસ્યા આવી ઉભી રહે છે.
૩. સિંહ રાશિ : સિંહ રાશિના જાતકોએ મિથુન રાશિ, વૃશ્ચિક રાશિ અને કર્ક રાશિના લોકો સાથે વિવાહ કરવાથી દામ્પત્યજીવન સફળ રહે છે. ધનુ રાશિ, કન્યા રાશિ અને મીન રાશિ સાથે સામાન્ય તેમજ મેષ રાશિ અને મકર તેમજ કુંભ રાશિ સાથે વિવાહ કરે તો અનેક સમસ્યા આવી ઉભી રહે છે. લગ્નજીવનમાં સમસ્યા સર્જાય છે.
૪. મેષ રાશિ : મેષ રાશિના જાતકોએ ધનુરાશિ, તુલા કે પછી વૃશ્ચિક રાશિના જાતકો સાથે વિવાહ કરવાથી સુખમય વૈવાહિક જીવન જાય છે. જો મેષ રાશિના જાતકો મિથુન કે પછી વૃષભ રાશિ લગ્ન કરે તો તેમનું વૈવાહિક જીવન સામાન્ય જાય છે. મકર રાશિ કે કુંભ સાથે વિવાહ કરે તો જીવન નર્ક બનતા વાર નથી લાગતી.
૫. વૃષભ રાશિ : વૃષભ રાશિના જાતકોએ કન્યા રાશિ, કર્ક રાશિ અને મકર રાશિના લોકો સાથે વિવાહ કરવાથી તેમના દામ્પત્યજીવનમાં હંમેશા ખુશીઓ લહેરાતી રહે છે. ધનુ રાશિ, કુંભ રાશિ સાથે સામાન્ય તેમજ મેષ રાશિ અને મીન સાથે વિવાહ કરે તો વૈવાહિક જીવનમાં તિરાડ ઉત્પન્ન થાય છે.