મેષ- અ, લ, ઇ(Aries):
કાર્ય પૂરા કરવા માટે સારો સમય છે. યુવા વર્ગની યોગ્યતા સામે આવશે. તમારા લક્ષ્યને મેળવવા ઘણી હદ સુધી સફળ થઇ શકો છો. આજના દિવસે વિવાહ યોગ્ય લોકોને મુશ્કેલી નો સામનો કરવો પડી શકે છે. આળસ હાવી રહેશે. તમારા ક્રોધને કારણે ઘણા કામ બગડી શકે છે. ઉચ્ચ અધિકારીના સંપર્ક વ્યવસાયમાં લાભ અપાવશે. પતિ પત્ની નો સંબંધ સારો રહેશે. વિવાહ ના કાર્યક્રમમાં જવાનું આમંત્રણ મળશે. ઘર અને જીવન સંબંધી દરેક વાતને વ્યવસ્થિત બનાવી ને રાખવી. શુભ અંક :- ૬ શુભ રંગ :- નીલો
વૃષભ – બ, વ, ઉ (Taurus):
સામાજિક તથા પારિવારિક કાર્યમાં વ્યસ્તતા રહેશે. આજે તમને કોઇ વિશેષ સમાચાર પ્રાપ્ત થશે. જેનાથી માનસિક સંતોષ રહેશે. તમે તમારું કાર્ય ઉત્સાહથી પુરુ કરશો અને તેનું સારું પરિણામ મળશે. સંભાવનાઓ નવા દ્વાર ખોલશે. કોઈ ખોટી સલાહ તમને હેરાન કરી શકે છે. વ્યવસાયમાં ચેલેન્જનો સામનો કરવો પડશે. ધનપ્રાપ્તિના હેતુ થી કરેલા પ્રયત્નમાં સફળતા મળશે. જીવનસાથી તથા પરિવાર ના લોકો થી ભરપુર સહયોગ મળશે. શુભ અંક :- ૯ શુભ રંગ :- સોનેરી
મિથુન – ક, છ, ઘ(Gemini):
જમીન સંબંધિત રોકાયેલા કાર્યો પૂરા થશે. બોલતા સમયે સાર્થક શબ્દનો પ્રયોગ કરવો, બોલવાથી તમે તમારી વાતો માં ફસાઈ શકો છો. પૈસા ના વિષયમાં કોઇ પર વિશ્વાસ ન કરવો. વ્યવસાયિક દ્રષ્ટિ થી સમય સારો છે. બાળકો ની સમસ્યા થી પતિ પત્ની વચ્ચે તણાવ રહેશે. આજે સ્ત્રીઓએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ ધ્યાન રાખવું. શુભ અંક :- ૩ શુભ રંગ :- જાંબલી
કર્ક – દ, હ(Cancer):
કોઈ સારા સમાચાર પ્રાપ્ત થવા થી મનમાં પ્રસન્નતા રહેશે. નવા મકાનની ખરીદી અથવા નવીનીકરણ સંબંધિત યોજના બનશે. તમે તમારા બધા કામ ખૂબ સરળતાથી અને સારી રીતે પૂર્ણ કરશો. આજના દિવસે તમારી સહનશક્તિ માં અછત આવી શકે છે. ઘરના કોઈ વડીલ વ્યક્તિના સ્વાસ્થ્ય ને લઈને ચિંતા રહેશે. ઘરમાં સામાન્ય વાતાવરણ રહેશે. પ્રેમના વિષયમાં સાવધાન રહેવું, કોઈ છુપી વાતો ઉજાગર થઇ શકે છે. શુભ અંક :- ૮ શુભ રંગ :- સફેદ
સિંહ – મ, ટ(Leo):
આજે તમારા પ્રયત્નથી કોઈ નજીકનું વ્યક્તિ તેનું મહત્વપૂર્ણ કામ પૂરું કરી શકે છે, જેનાથી તમને આત્મિક ખુશી નો અનુભવ થશે. વિદ્યાર્થી પોતાનું મન અધ્યયન માં લગાવશે. યુવાવર્ગ પોતાના લક્ષ પ્રાપ્તિ માટે ઘણા ઉત્સાહિત રહેશે. નકારાત્મક પ્રવૃત્તિ કરનારના લોકોથી દૂર રહેવું. કોઈ પ્રકારનો વિવાદ તમને ક્રોધ અપાવી શકે છે. બીજા પર વિશ્વાસ કરવાથી તમને હાની થઈ શકે છે. શુભ અંક :- ૮ શુભ રંગ :- વાદળી
કન્યા – પ, ઠ, ણ(virgo):
બાળકો પોતાની પરીક્ષા, અભ્યાસ તથા પ્રતિયોગીતા પ્રત્યે એકાગ્ર રહશે. ઉધાર આપેલ પૈસા પાછા મળી શકે છે. તમારી સકારાત્મક વિચાર શૈલી તમારી કાર્ય ક્ષમતા ને વધારે આગળ લાવી શકે છે. તમારા મિત્ર અથવા સહયોગી તમારાથી ઇર્ષ્યા નો ભાવ અનુભવી શકે છે. ઘરમાં મહેમાનના અચાનક આગમનથી તમારી દિનચર્યા અવ્યવસ્થિત થઈ શકે છે અને તેને કારણે તમારા કેટલા કાર્યો માં અડચણ આવી શકે છે. શુભ અંક :- ૩ શુભ રંગ :- ક્રીમ
તુલા – ર,ત(libra):
આજે ભવિષ્યને લઈને કેટલીક યોજના કરશો. ભગવાન ના આશીર્વાદથી તમે દરેક સિધ્ધિ મેળવી શકશો. પરીક્ષાની તૈયારી કરવા સારો સમય છે. નોકરી તથા કાર્યક્ષેત્રમાં પરિસ્થિતિ અનુકૂળ રહેશે. દાંપત્યજીવન સારૂ રહેશે. સ્વાસ્થ્ય તરફ ધ્યાન રાખવું. શારીરિક સુરક્ષા સંબંધિત નિયમ નું પાલન કરવું. પરિવાર ની સાથે મોજ મસ્તી માં સમય વ્યતીત થશે તથા કોઈ સારા કાર્યક્રમ માં જવાનું આમંત્રણ મળશે. શુભ અંક :- ૯ શુભ રંગ :- કેસરી
વૃશ્ચિક – ન,ય(scorpio):
આજના દિવસે તમે કંઈક નવું શીખવા ઉત્સુક રહશો. કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થશે. ઘર ના રીપેરીંગ કામ સંબંધિત યોજનાઓ બનશે. જીવનના પ્રતિ તમે સકારાત્મક વર્તન કરશો, તો તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. પૈતૃક સંપત્તિ કે ભાગ પાડવા સંબંધિ વાતને કારણે ભાઈ સાથે અનબન થઈ શકે છે. આળસ ને તમારી ઉપર હાવી ન થવા દેતા. વ્યવસાય માટે સફળતા નો સમય છે. શુભ અંક :-૬ શુભ રંગ :- લીલો
ધનુ – ભ,ફ,ઢ, ધ(sagittarius):
રોકાયેલા કાર્યોમાં ગતિ આવી શકે છે. ઘરના વડીલ તમને સહયોગ કરશે. કોઈ જોખમપૂર્ણ કાર્યમાં તમારી રુચિ રહેશે. પ્રોપર્ટી સંબંધિત કાર્યમાં સફળતા રહેશે, પરંતુ કોઈ વાત ને લીધે તમે ઉદાસ થઇ શકો છો. તમારા લક્ષ્યથી ન ભટકવું તથા મન પર કાબૂ રાખવો. ખોટા મિત્રોથી દુરી રાખવી. વ્યવસાય માં તમે મહત્વનો નિર્ણય લેશો. પતિ – પત્નીના સંબંધોમાં સુધાર આવી શકે છે. મેડિટેશન અને ધ્યાનમાં સમય વ્યતિત કરવો. શુભ અંક :-૫ શુભ રંગ :- ગુલાબી
મકર – ખ, જ(Capricorn):
કાર્યસ્થળને નવો લુક આપવા માટે વિચાર વિમશ થશે. અચાનક લાભની પ્રાપ્તિ થશે, તેનાથી આર્થિક સ્થિતિ સારી થશે. કોઈપણ કામ મજબૂરી માં ન કરવું, તેનાથી તમારા પર તણાવ હાવી થઈ શકે છે. તમારી કોઈ પ્રિય વસ્તુ ચોરી કે ખોવાઈ શકે છે. ભાઈ સાથે મતભેદની સ્થિતિ રહેશે. આજે કાર્યક્ષેત્રમાં જવાબદારી ખૂબ વધુ રહેશે. આજે હાથમાં આવેલી તકનો પૂરેપૂરો લાભ લેવો. જીવન તથા પરિવારમાં ભરપૂર સહયોગ તમને મળી શકે છે. પ્રેમ સંબંધ મા સફળતાનો યોગ બને છે. શુભ અંક :- ૨ શુભ રંગ :- લાલ
કુંભ – ગ, શ, સ(Aqarius):
તમે તમારી જીવનશૈલીને વધુ સારી બનાવવા ની કેટલીક યોજના બનાવશો. રોકાયેલા પારિવારિક કાર્ય ને સરળતાથી પૂરા કરશો. સંબંધી ની સાથે સમય વ્યતીત થશે. આધ્યાત્મિક તથા ધાર્મિક કાર્યોમાં રુચિ રહેશે. સાસરા પક્ષ તરફથી કોઈ વાતને લઈને ચિંતા રહે શકે છે. વ્યવસાયિક ક્ષેત્રમાં તમારી કુશળતા દ્વારા ઉન્નતિ પ્રાપ્ત કરશો. પતિ-પત્ની એકબીજાની ભાવનાને સમજશે.ઉધરસ, તાવ તથા શરદી જેવી મુશ્કેલી રહેશે. વડીલના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. શુભ અંક :- ૧ શુભ રંગ :- પીળા
મીન – દ, ચ, ઝ, થ(Pisces):
તમે સમજી વિચારીને તથા પ્લાનિંગની સાથે કામ કરશો, તો સફળતા અવશ્ય મળશે. મિત્રોની મદદથી રોકાયેલા કાર્યો પુરા થઈ શકે છે. રોકાયેલા પૈસા પ્રાપ્ત થશે, જેનાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થઇ શકે છે. આજે દિવસ થોડો પરીક્ષા લઈ શકે છે. માનસિક તણાવ રહેશે તથા કાર્ય સારી રીતે નહીં કરી શકો. વ્યવસાય ક્ષેત્રમાં આજે કોઈ પણ પ્રકારનું પરિવર્તન લાવવાનો પ્રયત્ન ન કરવો, જેવું ચાલે છે તેમાં સંતોષ રાખવો. આજના દિવસે ગતિવિધિ અંગે વિચારીને નિર્ણય લેવાની જરૂર છે. શુભ અંક :- ૫ શુભ રંગ :- આસમાની