જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ… શુભ અંક અને શુભ રંગ સાથે! તા. ૦૯/૦૭/૨૦૨૧

મેષ- અ, લ, ઇ(Aries):

દસ્તાવેજો સાવધાનીપૂર્વક કરવા. ધન ખર્ચ રહે. પાણીથી સાચવવું. કુટુંબીજનો સાથે અણબનાવ રહે. આત્મવિશ્વાસમાં થોડી કમી રહેશે. પિતા ના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. સ્વભાવમાં ચીડિયાપણું હોઈ શકે છે. વાદવિવાદ અને અકસ્માત થી દૂર રહેવું. આપનો પ્રવાસ ફળે. નાણાભીડનો ઉપાય મળે. આજે કેટલાક મહત્વપૂર્ણ વિષયમાં સારી પ્રગતિ થવાની સંભાવના છે. બિઝનેસના  નિર્ણય સમજી-વિચારીને લેવા. શુભ અંક :- 0 શુભ રંગ :- સફેદ

વૃષભ – બ, વ, ઉ (Taurus):

મન અશાંત રહેશે. ખૂબ જ ઝડપી ઉતાર-ચઢાવ આવશે. નોકરિયાત વર્ગને નોકરીમાં બઢતી મળવાની તક રહેશે. સ્ત્રી મિત્રોનો સહકાર રહેશે. માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. સંતાન તરફથી શુભ સમાચાર મળશે. આવક સામે જાવક વધતા નાણાભીડ રહે. કામ નું ફળ ધીમુ મળતું જણાય. અચાનક ધનલાભ થવાથી આપ ખુશ થશો. બિઝનેસમાં પ્રગતિના યોગ જણાય છે. નોકરી પર જવાબદારી વધી શકે છે. શુભ અંક :- 1 શુભ રંગ :- સોનેરી

મિથુન – ક, છ, ઘ(Gemini):

વાંચન-લેખનમાં રુચિ વધશે. નોકરીમાં કોઈ જવાબદારી મળી શકે છે. થોડો પરિશ્રમ કરવો પડશે. પાણીથી બચવું. તબિયતનું ધ્યાન રાખવું. ભાગીદારથી મતભેદ રહે. ચિંતાનો ભાર રહેતો જણાય. પ્રવૃત્તિશીલ રહેવાથી રાહત અને પ્રગતિ રહે. આપનો પ્રયત્ન વધારવાથી સાનુકૂળ ફળ મળશે. સ્નેહીથી મિલન ના યોગ રહે. પાર્ટનર માટે દિવસ સારો છે. આપની ઈચ્છા પૂરી થશે. સંબંધમાં મધુરતા રહેશે. શુભ અંક :- 3 શુભ રંગ :- પીળો

કર્ક – દ, હ(Cancer):

માનસિક શાંતિ તો રહેશે પરંતુ માતાથી વૈચારિક મતભેદ થઈ શકે છે. નોકરી કાર્યક્ષેત્રમાં બાધા આવી શકે છે. શરીર નું ધ્યાન રાખવુ. યાત્રા પ્રવાસ થાય. વાહન સુખની પ્રાપ્તિ થાય. સરકારી પ્રશ્નોનો ઉકેલ જોઈ શકશો. થોડી માનસિક ચિંતા રહે. આજે તમને પાર્ટનરની મદદથી સફળતા મળી શકે છે. આરોગ્ય સુધરે. વિદ્યાર્થીવર્ગને ઓછી મહેનતમાં પણ સારું પરિણામ મળવાનો યોગ છે. શુભ અંક :- 9 શુભ રંગ :- વાદળી

સિંહ – મ, ટ(Leo):

કેટલાક નવા અનુભવ  થઈ શકે છે ધીરજ શીલતા માં કમી જણાશે. પરિવારનો સહયોગ મળશે. કોઈ મિત્ર નું આગમન થઇ શકે છે.  માતાથી ધન પ્રાપ્તિ થશે. ધીરજથી કામ થઈ શકશે. સંજોગોનો લાભ ઉઠાવીને પ્રગતિ સાધી શકશો. પ્રવાસ અંગે ધાર્યું ન થાય. નાણાકીય કાર્ય માટે સાનુકૂળ તક છે. ગૃહવિવાદ ટાળવો. શુભ અંક :- 6 શુભ રંગ :- ગુલાબી

કન્યા – પ, ઠ, ણ(virgo):

કલા અને સંગીત પ્રત્યે રૂચિ વધશે. કોઈ મિત્ર ના સહયોગ થી કારોબારમાં અવસર મળી શકે છે. લાભ વધશે. તબિયત સારી રહેશે. નાણાકીય બાબત પર નજર જરૂરી. વાહન ધીમી ગતિએ ચલાવવું. આ સમયમાં તબિયતની કાળજી લેવી ખર્ચ-વ્યય પર અંકુશ રાખવો કૌટુંબિક કાર્ય થઈ શકશે. કોઈ ભરોસામંદ મિત્ર ને સલાહ લઈને જ કાર્ય કરવું. પૈસા ના વિષયમાં કોઈ પર જરૂરતથી વધુ ભરોસો ન કરવો. કોઇને ઉધાર પૈસા દેતા પહેલા વિચાર જરૂર કરવો. શુભ અંક :- 2 શુભ રંગ :- કેસરી

તુલા – ર,ત(libra):

આર્થિક ધનલાભ થાય. કુટુંબમાં આનંદમય વાતાવરણ રહે. વેપારમાં આવકવૃદ્ધિ થાય. ઉઘરાણીના નાણા છુટા થાય. જીવનસાથી સાથે અનબન થઈ શકે છે. દિનચર્યા અસ્ત-વ્યસ્ત રહેશે. દિવસ થોડો ખર્ચાળ રહશે. તબિયત સાચવવી. નિરાશા દૂર થાય. આવકની તક રહે. સ્નેહીથી મિલન થાય. વિદ્યાર્થીઓ માટે સમય થોડોક નકારાત્મક છે. આજે તમને ઓફિસના અધિકારી પાસેથી મદદ નહીં મળે. શુભ અંક :- 7 શુભ રંગ :- રાખોડી

વૃશ્ચિક – ન,ય(scorpio):

કુટુંબ પરિવારમાં ધાર્મિક કાર્ય થઈ શકે છે. માતા-પિતાનો સહયોગ મળી શકે છે. વાહન સુખ માં વૃદ્ધિનો યોગ બની રહ્યો છે.  સામાજિક ક્ષેત્રમાં નામના મેળવી શકો છો. સંતાનો સાથે સુમેળ રહેશે. આવકમાં વધારો થશે. પ્રવાસ પર્યટનનું આયોજન થશે. આપના અગત્યના કામમાં સફળતા જણાશે. મકાન અને વાહનના કાર્ય થશે. તબિયત સુધરે. દિવસ ભર ની ભાગદોડ અને કામકાજ ને લીધે થાક વધી શકે છે. શુભ અંક :- 1 શુભ રંગ :- બ્લુ

ધનુ – ભ,ફ,ઢ, ધ(sagittarius):

કોર્ટ-કચેરીના કાર્યમાં સફળતા મળે. વાણી ઉપર સંયમ રાખવો. ધનહાનિ અને માનહાનિનો યોગ જણાય છે. મનદુઃખ કે અણબનાવ થઈ શકે છે. મન અશાંત રહેશે. પરિવાર સાથે કોઈ ધાર્મિક યાત્રા પર જવાનું થઈ શકે છે. તબિયત સાચવવી. મનની સમસ્યાનો હલ મળે. મહત્વની ખરીદી થાય. વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે. તબિયત પ્રત્યે બેદરકારી ન દાખવવી. તબિયત ના વિષયમાં મકર રાશિ ની સ્ત્રીઓને મુશ્કેલી આવી શકે છે. ખર્ચ પર કંટ્રોલ કરવો. શુભ અંક :- 4 શુભ રંગ :- લીલો

મકર – ખ, જ(Capricorn):

પરિવારની સમસ્યા ચિંતા કરાવી શકે છે. થોડો માનસિક તણાવ જણાશે. સ્વજનમાં મિલનથી મન આનંદિત રહે. પ્રવાસની શક્યતાઓ જણાય છે. નોકરિયાત વર્ગ એ પોતાના ઉપરી અધિકારી સાથે સંયમ રાખી કાર્ય કરવુ. ખોટા ખર્ચ કે વ્યય ટાળવા. વિરોધીઓથી સાવધાન રહેવું. ધાર્મિક કાર્યમાં આપની રુચિ વધી શકે છે. નીંદ ની અછત અને થાક નો અનુભવ થઈ શકે છે. શુભ અંક :- 8 શુભ રંગ :- લાલ

કુંભ – ગ, શ, સ(Aqarius):

ધાર્મિક કારણોસર થઈ શકે છે. વિદ્યાર્થી વર્ગ માટે સમય બહુ અનુકૂળ નથી. વાણી પર સંયમ રાખવો. પરિવારના સભ્યો સાથે ગેરસમજ ટાળવી. દામ્પત્યજીવનમાં આનંદ રહેશે. ખાવાપીવામાં ધ્યાન રાખવું. આત્મવિશ્વાસ  થોડી અછત રહેશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે. જીવનસાથીનો સહયોગ મળી શકે છે. મોસમી બીમારી થવાનો યોગ બની રહ્યો છે. શુભ અંક :- 7 શુભ રંગ :- જાંબુની

મીન – દ, ચ, ઝ, થ(Pisces):

જાહેર માન સન્માન મળી શકે છે. પરિવારની સમસ્યા વધી શકે છે. ખર્ચ વધી શકે છે. તબિયતનું ધ્યાન રાખવું. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. પ્રતિસ્પર્ધિઓ સામે આપને વિજય મળે. નવા કાર્યની શરૂઆત કરી શકો છો. નાણાકીય કાર્ય થઈ શકશે. તબિયત થોડી નરમતા જણાય. શુભ અંક :- 2 શુભ રંગ :- વાયોલેટ

Leave a reply:

Your email address will not be published.

Site Footer