જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ… શુભ અંક અને શુભ રંગ સાથે! તા. ૧૪/૦૭/૨૦૨૧

મેષ- અ, લ, ઇ(Aries):

તમારું કર્મ અને પુરુષાર્થ તમને દરેક કાર્યમાં સફળતા અને સિદ્ધિ પ્રદાન કરશે. આજના દિવસે તમારા મગજ કરતા દિલનો અવાજ સાંભળવો. ઘરની સજાવટ અને સુધાર સંબંધી કાર્ય માં સમય વ્યતીત થશે. આજે મોટા ભાગનો સમય માર્કેટિંગ સંબંધિત મંદિર કાર્યમાં વિતશે. ભાવી સંબંધિત યોજનાને અપેક્ષાએ વર્તમાન ગતિવિધિ પર જ ધ્યાન દેવું. ઘરમાં કોઈ વિષયને લઈને અનબન થઇ શકે છે. શુભ અંક :- ૭ શુભ રંગ :- ક્રીમ

વૃષભ – બ, વ, ઉ (Taurus):

ધર્મ અને આધ્યાત્મિક પ્રત્યે આસ્થા રહેશે. તમારું પ્રભાવશાળી તથા હકારાત્મક વ્યક્તિત્વ બીજા માટે ઉદાહરણ બનશે. આ જ સ્વભાવ તમારા કાર્યને યોજનાબદ્ધ રીતે પૂર્ણ કરવામાં મદદ કરશે. યુવાવર્ગ ગંભીરતાથી તેના જીવનને સમજવા નો પ્રયત્ન કરવો. બાળકોને કોઈ સમસ્યાના નિવારણ માં તમારો સહયોગ જરૂરી છે. સંતુલિત આહાર અને વ્યાયામ પર જરૂરી છે. સ્વાસ્થ્ય ઠીક રહેશે. શુભ અંક :- ૧ શુભ રંગ :- લાલ

મિથુન – ક, છ, ઘ(Gemini):

સ્થાન પરિવર્તન સંબંધીત કોઈ યોજના કાર્ય રુપમાં ફેરવાય તેવી સંભાવના છે. કોઈ ખોટી વાત પર ગુસ્સો દર્શાવવા ની જગ્યાએ શાંતિથી કામ લેવું. ઘરના વડીલ ના સ્વાસ્થ્યને લઇને કોઇ પણ પ્રકારની બેદરકારી ન કરવી. પ્રભાવશાળી લોકો સાથે સંબંધ ખરાબ ન કરવા. પરિવારમાં ડિસિપ્લિન બનાવીને રાખવી તે તમારું દાયિત્વ છે. સ્વાસ્થ્ય ઠીક રહેશે. કોઈ કોઈ સમયે નસો માં ખેંચાણ ની સમસ્યા રહશે. શુભ અંક :- ૫ શુભ રંગ :- કેસરી

કર્ક – દ, હ(Cancer):

આજે ભાવનાઓની જગ્યાએ ચતુરાઈ અને વિવેકથી કામ લેવું. પરિસ્થિતિ તમારા પક્ષમાં રહશે. ઘરના મોટા વડીલોનો આશીર્વાદ અને સહયોગ મળશે. બાળકો ની કિલકારી થી સંબંધિત શુભ સૂચના મળી શકે છે. વ્યવસાયિક સ્થિતિને વધુ સારી બનાવી શકશો, પરંતુ અત્યારે કોઈ પણ જગ્યાએ પૈસા નિવેશ ન કરવું. ઓફિસ ના સ્ટાફમાં કોઈ પ્રકારની રાજનીતિ ચાલી રહી છે, સાવધાન રહેવું. શુભ અંક :- ૬ શુભ રંગ :- આસમાની

સિંહ – મ, ટ(Leo):

તમારા માટે ખૂબ સારી ધન ની પરિસ્થિતિ બની રહેલી છે. પૂરા આત્મવિશ્વાસથી તમારી આર્થિક સ્થિતિ પર કામ કરવું. આજના દિવસે તમારી કાર્યક્ષમતા પર કાર્ય કરવાનો સમય છે, તેથી મિત્રો સાથે અથવા આળસને કારણે તમારો સમય વ્યર્થ ન કરવો. કોઈ પ્રભાવશાળી વ્યક્તિ ને મદદથી તમારી વ્યવસાયિક મુશ્કેલીનું નિરાકરણ આવી શકે છે. પતિ-પત્ની વચ્ચે કોઇ અન્ય વ્યક્તિ ને હસ્તક્ષેપને કારણે તણાવ આવી શકે છે. શુભ અંક :- ૮ શુભ રંગ :- લીલો

કન્યા – પ, ઠ, ણ(virgo):

આજે આર્થિક યોજના સફળ બનાવવા નો સમય છે. આજે કોઈ જમીન સંબંધિત કાર્ય સંપન્ન થઇ શકે છે. સામાજિક પ્રતિનિધિ પ્રત્યે તમારું યોગદાન તમને માનસિક શાંતિ પ્રદાન કરશે અને માન-સન્માન વધારશે, પરંતુ મિત્રો કે નજીકના સંબંધીની ગતિવિધિ થી અજાણ્યું ન રહેવું. તે લોકો તમારા વિરોધ ખોટી યોજના કે અફવા ફેલાવી શકે છે. તમારી મહત્વપૂર્ણ યોજના કોઇની સાથે શેર ન કરવી. ઘરમાં ખુશી ભરેલું વાતાવરણ રહેશે. શુભ અંક :- ૩ શુભ રંગ :- ઓરેન્જ

તુલા – ર,ત(libra):

તમારી સારી ખરાબ વાતોને સમજવાની ઓળખ કોઈ પણ પરિસ્થિતિમાં તમને યોગ્ય બનાવી રાખવામાં મદદ કરશે. કોઈ ધાર્મિક ઉત્સવ કે આયોજનની યોજના બનશે. ઘરમાં પરિવારના લોકો સાથે સમય વ્યતીત કરવા થી તમને હળવાશ અનુભવાશે. કાર્યક્ષેત્રમાં જે તમે બદલાવ કરવાની યોજના બનાવી રહ્યા છો, તેના પર અમલ કરવા માટે ઉચિત સમય નથી. શુભ અંક :- ૭ શુભ રંગ :-આસમાની

વૃશ્ચિક – ન,ય(scorpio):

આજની સ્થિતિ ઘણી સંતોષજનક છે પરંતુ ભાવુકતા ને જગ્યાએ વ્યવહારિક દ્રષ્ટિકોણ બનાવીને રાખો. આજના દિવસે જે લોકો તમારા વિરૂદ્ધ હતા આજે તમારા પક્ષમાં આવશે અને કામ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે. પારિવારિક વાતાવરણ ખુશ અને શાંત રહેશે. યુવાવર્ગ ને મિત્રતા થી પ્રેમ સંબંધમાં સંબંધ બદલાઈ શકે છે. ત્વચા સંબંધિત કોઈ એલર્જી હેરાન કરી શકે છે. શુભ અંક :- ૩ શુભ રંગ :- કેસરી

ધનુ – ભ,ફ,ઢ, ધ(sagittarius):

તમારો સિદ્ધાંતવાદી દ્રષ્ટિકોણ અને સંતુલિત વ્યવહાર પરિવાર તથા સમાજ બંને જગ્યાએ તમારૂ ઉચિત માન-સન્માન બનાવીને રાખશે. આજના દિવસે પ્રગતિ સંબંધિત કોઈ રોકાયેલું કાર્ય પૂરું કરવા માટે યોગ્ય સમય છે. ઉધાર સંબંધિત કોઈપણ પ્રકારના કાર્યથી દૂર રહેવું. તમારી સમસ્યા ને ઉકેલ કરવામાં તમારો જીવનસાથી અને પરિવારના લોકો નો પૂર્ણ સહયોગ રહેશે, જેનાથી તમારો આત્મવિશ્વાસ બનેલો રહેશે. શુભ અંક :- ૯ શુભ રંગ :- રીંગણી

મકર – ખ, જ(Capricorn):

ઘરના કોઈ વ્યક્તિની સારી સિદ્ધિ થી ઉત્સવ ભરેલો માહોલ રહેશે. આજે એવું પ્રતીત થશે કે કોઈ દિવ્ય શક્તિનો આશીર્વાદ તમારા ઉપર છે. તમારી પ્રતિભા ઓળખવી. નજીકના સંબંધીઓ સાથે મુલાકાત થશે. વ્યવસાય કાર્યને લઇને કેટલીક અડચણ આવી શકે છે. વધુ કામ હોવાને કારણે પગમાં દુખાવો તથા થાક જેવી સ્થિતિ રહેશે. સમય સમય પર ઉચિત આરામ લેવો જરૂરી છે. શુભ અંક :- ૨ શુભ રંગ :- બદામી

કુંભ – ગ, શ, સ(Aqarius):

ઘરમાં કોઈ ધાર્મિક આયોજન સંપન્ન કરવાની યોજના બનશે. આજના દિવસે ગ્રહ ગોચર તમારા માટે કેટલીક નવી સ્થિતિ સિદ્ધિ નું નિર્માણ કરી શકે છે, જે તમારા ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે. પરિવારમાં પ્રસન્નતા નું વાતાવરણ રહેશે. ગતિવિધિ ને સારી રીતે કરવા માટે કર્મચારી ના આઈડિયા ને ધ્યાનમાં રાખવા તેનાથી તમે સારા નિર્ણય લઈ શકશો. નવા જન સંપર્ક સ્થાપિત થશે. ઓફિસમાં બોસ અને અધિકારી તમારા કામથી સંતુષ્ટ રહેશે. શુભ અંક :- ૧ શુભ રંગ :- જાંબલી

મીન – દ, ચ, ઝ, થ(Pisces):

તમે પાછળની કેટલીક ભૂલથી કે તમારી દિનચર્યામાં સુધાર લાવવાનો પ્રયત્ન કરશો, જેમાં તમે કામયાબ પણ રહેશો. પ્રતિષ્ઠિત લોકો સાથે સમય વ્યતીત કરવો, તમારા માં સકારાત્મક પરિવર્તન લાવશે. વરિષ્ઠ તથા અનુભવી લોકોની સલાહ લેવામાં સંકોચ ન કરવો. નકારાત્મક પ્રક્રૃતિના લોકો તમારું લક્ષ્ય થી તમને દૂર કરી શકે છે, તેથી સાવધાની રાખવી. આજના દિવસે પાર્ટનરશીપ સંબંધિત કાર્યમાં લાભદાયક પરિસ્થિતિ બનેલી છે. શુભ અંક :- ૩ શુભ રંગ :- સફેદ

Leave a reply:

Your email address will not be published.

Site Footer