મેષ- અ, લ, ઇ(Aries):
આજે અચાનક કોઈ ઘનિષ્ઠ વ્યક્તિથી મુલાકાત થવાથી મનમાં પ્રસન્નતા રહેશે. સંપત્તિ સંબંધિત વિવાદ શાંતિપૂર્ણ રીતે ઉકેલ થઈ જશે. વિદ્યાર્થીઓ કોઈ પ્રતિયોગિતામાં સફળતા પ્રાપ્ત કરવાથી ખુશ થશે. આજના દિવસે કાર્યોમાં ધન વ્યય થવાની સ્થિતિ રહેશે. ઘર ના વડીલ વ્યક્તિનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. દાંપત્ય જીવન માં તણાવની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે. શુભ અંક :- ૨ શુભ રંગ :- લાલ
વૃષભ – બ, વ, ઉ (Taurus):
આજે તમારૂ ધ્યાન નિવેશ સંબંધિત ગતિવિધિ પર કેન્દ્રિત રહેશે અને સફળતા પણ મળશે. રિસ્ક સંબંધિત કોઈપણ કાર્ય તમારા માટે ફાયદાકારક સાબિત થશે. ધ્યાન રાખવું કે વધુ વ્યવહારિક થઈ જવું નજીકના સંબંધો માં ખટાશ ઉત્પન્ન કરી શકે છે. ઋતુ બદલાવને કારણે જીવનસાથીના સ્વાસ્થ્ય માં ફેરફાર થઈ શકે છે, પરંતુ તમને ઘર દ્વારા પૂરો સહયોગ મળશે. શુભ અંક :- ૫ શુભ રંગ :- સોનેરી
મિથુન – ક, છ, ઘ(Gemini):
તમારૂ સ્વાભિમાન તથા આત્મવિશ્વાસ તમારી ઉન્નતિ ને સારી સાબિત કરશે. વિદ્યાર્થીઓ અભ્યાસ કે કરિયર સંબંધિત કોઈ મુશ્કેલીઓનું સમાધાન થશે, ફક્ત તેને તેની ક્ષમતાઓ ને ઉપયોગ કરવાની જરૂર છે. વ્યાપારમાં કેટલીક ચેલેન્જર્સ સામે આવી શકે છે. આજ ના દિવસે તમારી કાર્યક્ષમતાને સાબિત કરવા માટે ખૂબ સંઘર્ષ અને પરિશ્રમ કરવાની જરૂર છે. નોકરીમાં વધુ કામને કારણે તણાવ રહેશે. શુભ અંક :- ૪ શુભ રંગ :- પીળો
કર્ક – દ, હ(Cancer):
આજના દિવસે વધુ સમય બીજાની મદદ તથા ધાર્મિક કાર્યમાં વ્યતીત થશે. પરિવારની સુખ સુવિધા સંબંધિત વસ્તુ માટે શોપિંગ વગેરે થઇ શકે છે. સંતાન સંબંધિત સૂચના મળવાથી પરિવારમાં ઉત્સાહ જેવું વાતાવરણ રહેશે. નાની નાની વાતથી હેરાન થઈ જવું તમારો સ્વભાવ રહેશે. પતિ-પત્ની એકબીજા થી વધુ આશા રાખવાથી સંબંધમાં ખટાશ આવી શકે છે. શુભ અંક :- ૮ શુભ રંગ :- મજેન્ટા
સિંહ – મ, ટ(Leo):
બપોર પછી પ્રયત્ન કર્યા વગર લાભદાયી સ્થિતિ બની રહી છે. પરિવારના કોઈ વડીલ વ્યક્તિ દ્વારા તમને મહત્વપૂર્ણ સલાહ મળી છે, જે તમને ભવિષ્ય સંબંધિત યોજના માટે સારી સાબિત થશે. સમાજમાં તમારૂ વિશેષ માન સન્માન વધશે. ક્યારેક ક્યારેક તમારા ઘમંડ ને કારણે કામ બગડી શકે છે. આજના દિવસે કોઈ અન્ય વ્યક્તિની સલાહ તમારા માટે કોઈ મુશ્કેલી ઉભી કરી શકે છે. શુભ અંક :- ૭ શુભ રંગ :- ગુલાબી
કન્યા – પ, ઠ, ણ(virgo):
આજના દિવસે મનોરંજન સંબંધિત કાર્યમાં સમય વ્યતીત થવાથી તમે હળવા અને ઉર્જાથી ભરપુર અનુભવ કરી શકો છો. આજના દિવસે તમે રિસ્કી પ્રવૃત્તિ કરી શકો છો. સુખ સુવિધા સંબંધિત વસ્તુ પર પૈસા ખર્ચ થશે. મનમાં ચંચળતા રહેશે. કોઈ નવું કાર્ય શરૂ કરવા માટે સમય ઉચિત નથી, તેથી વર્તમાન સ્થિતિ પણ તમારું ધ્યાન કેન્દ્રિત રાખવું. કોઈપણ નિર્ણય લેતા પહેલા અનુભવી વ્યક્તિની સલાહ લેવી ઉચિત રહેશે. શુભ અંક :- ૫ શુભ રંગ :- લીલો
તુલા – ર,ત(libra):
આજના દિવસે ગ્રહની સ્થિતિ તમને અદભુત શક્તિ પ્રદાન કરી શકે છે. તમારી યોગ્યતા અને પ્રતિભાને સમજવું તથા તેનો સદુપયોગ કરવો. વિદ્યાર્થીઓને પ્રતિસ્પર્ધા સંબંધિત કાર્યોમાં સફળતા મળશે. આજે ખર્ચો વધુ રહેશે. પારિવારિક વાતાવરણ સકારાત્મક રહશે. પ્રેમસંબંધમાં ગાઢતા આવશે, જેના કારણે મન પ્રફુલ્લિત રહેશે. શુભ અંક :- ૧ શુભ રંગ :- સફેદ
વૃશ્ચિક – ન,ય(scorpio):
ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રમાં તમારી રુચિ વધારવાથી તમારા વિચાર સકારાત્મકતા અને સંતુલિત થઈ શકે છે. આર્થિક વિષયમાં પ્રયત્ન કર્યા વગર સફળતા મળી શકે છે. બધા કાર્યો યોજનાબદ્ધ રીતે કરવા થી સમય તમારા પક્ષમાં રહેશે. કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે લેવડ-દેવડ કરતાં પહેલા તેના વિશે પૂરી જાણકારી અવશ્ય મેળવવી. માથુ દુખવા તથા તણાવ જેવી સ્થિતિ નો અનુભવ થશે. શુભ અંક :- ૩ શુભ રંગ :- પીળો
ધનુ – ભ,ફ,ઢ, ધ(sagittarius):
આજે કેટલીક નવી જાણકારી તથા સમાચાર ની પ્રાપ્તિ થશે. વાતચીત દ્વારા તમારા બધા કાર્ય કરવામાં સક્ષમ રહેશો. વિદ્યાર્થીને પ્રતિયોગિતા સંબંધીત પરીક્ષામાં શુભ પરિણામ મળવાની સંભાવના છે. ધ્યાન રાખવું કોઈ કોર્ટ સંબંધી વિવાદમાં ફસાઈ શકો છો. આજના દિવસે વ્યવસાયમાં કેટલાક નવા પ્રસ્તાવ પ્રાપ્ત મળશે તથા મહેનત કરવાથી સારુ પરિણામ મળી શકે છે. માનસિક તણાવને કારણે હોર્મોન્સ સંબંધિત બદલાવનો અનુભવ કરી શકો છો. શુભ અંક :- ૯ શુભ રંગ :- વાદળી
મકર – ખ, જ(Capricorn):
પ્રિય મિત્રોનો સાથ અને સહકાર તમારી હિંમત વધારી શકે છે. મોબાઈલ, ઈમેલ વગેરે દ્વારા શુભ સમાચાર પ્રાપ્ત થવાની સંભાવના છે. ઘરમાં કોઈ માંગલિક કાર્ય સંબંધિત યોજના બની શકે છે. વ્યવસાયમાં આજે કામ વધું રહેશે. નોકરીમાં કોઈ ભૂલને કારણે અધિકારીનો ગુસ્સો સહન કરવો પડી શકે છે. જીવનસાથી અને પરિવાર સાથે શોપિંગ અને મોજ મસ્તી માં સમય વ્યતીત થશે. શુભ અંક :- ૨ શુભ રંગ :- નારંગી
કુંભ – ગ, શ, સ(Aqarius):
આજે સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. જુના લીધેલા પૈસા તમને પાછા મળી શકે છે. આર્થિક સ્થિતિ સારી થશે. ઘરના વડીલ વ્યક્તિ ની સલાહ પર અમલ કરવો, તમારા માટે ખૂબ શુભ રહેશે. તમારા ઈગો અને ક્રોધ પર કાબૂ રાખવો ખૂબ જરૂરી છે, કારણ કે તેને કારણે તમારા કામ બગડી શકે છે. વ્યાપાર કારોબારમાં લક્ષ્યને મેળવવા માટે ખૂબ મહેનત કરવી જરૂરી છે. પારિવારિક તથા વ્યવસાયિક જીવનમાં તાલમેલ ન હોવાને કારણે પરિવારમાં થોડો મતભેદ ઉત્પન્ન થઇ શકે છે. શુભ અંક :- ૮ શુભ રંગ :- વાદળી
મીન – દ, ચ, ઝ, થ(Pisces):
આજ ગ્રહ ની સ્થિતિઓ પૂર્ણતઃ અનુકૂળ છે. સમ્માન ભરેલી સ્થિતિ રહેશે.તમે તમારી કોઈ નબળાઈ પર વિજય મેળવવી શકો છો. પરંતુ આળસ અને મોજમસ્તી માં વધુ સમય વ્યર્થ એમ કરવો, કારણ કે આ સમય તમારી ક્ષમતાઓ નો ભરપુર ઉપયોગ કરવાનો છે. કાર્યક્ષેત્ર માં મશીનરી, સ્ટાફ વગેરે થી જોડાયેલ નાની મોટી સમસ્યા ઉદભવી શકે છે. આજ ના દિવસે બધા વ્યાવસાયિક નિર્ણય સ્વયં લેવા. શુભ અંક :- ૯ શુભ રંગ :- ક્રીમ