કોરોનાની ત્રીજી લહેરના એંધાણ! એક જ શહેરમાં 10,000 થી વધારે બાળકોને કોરોના થયો!

ભારતમાં એપ્રિલથી મે માં આવેલી બીજી લહેરે વિનાશ સર્જ્યો છે. પરંતુ આ લહેર એ યુવાનો અને વૃદ્ધો ઉપર જ હતી એવું અત્યાર સુધી માનવામાં આવી રહ્યું હતું અને જે હવે આવનારી ત્રીજી લહેર છે તે બાળકોને ખરાબ રીતે અસર કરશે તેવો વૈજ્ઞાનિકો દ્વારા મત આપવામાં આવ્યો હતો.

પરંતુ આ ત્રીજી લહેર હવે ક્યારે અને કેવી રીતે આવશે તેનો કોઈને ખ્યાલ નથી. જો આ ત્રીજી લહેરને રોકવામાં નહીં આવે તો તે બાળકોને ખરાબ રીતે પ્રભાવિત કરી શકે તેવી વિશ્વભરના વૈજ્ઞાનિકો એ શક્યતા વ્યક્ત કરી છે.

શું રાજસ્થાનમાં બીજી લહેર માં બાળકો સંક્રમિત થવા લાગ્યા છે..? જો બીજી લહેર માં કેટલા બાળકો સંક્રમિત થઈ ચૂક્યા છે તો ત્રીજી લહેર બાળકો મળતે આનાથી પણ વધુ ઘાતક સાબિત થઈ શકે છે. નોંધનીય છે કે થોડા સમય પહેલાં કેન્દ્રીય આયુષ મંત્રાલય બાળકો ઉપર કામ કરતી રસીઓને પ્રયોગો માટે મંજૂરી આપી દીધી છે.

એપ્રિલ અને મેમાં 10 વર્ષના સાડા 3 હજારથી વધારે બાળકો પોઝિટિવ આવ્યા છે. ત્યારે 11 થી 20 વર્ષના 10 હજારથી વધારે બાળકો કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે.

ત્રીજી લહેર ક્યારે આવશે તેનો અંદાજ કાઢવો મુશ્કેલ છે, પરંતુ ડૉક્ટરો અને નિષ્ણાતોનું માનવું છે કે બાળકો માટે ત્રીજી લહેર અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે.

કોરોનાની પહેલી લહેરમાં RT-PCR ટેસ્ટમાં ચાર ટકા બાળકો પૉઝિટિવ આવ્યાં હતાં જ્યારે બીજી લહેરમાં 10 ટકા બાળકોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા છે.

બાળકોને માસ્ક પહેરવાની આદત શરૂ કરવી જોઈએ. તે ઉપરાંત તેમને બહાર રમવા મોકલવા, ભીડ-ભાડવાળી જગ્યા પર જવાથી મનાઈ કરવી, બહારની ખાવા-પીવાની વસ્તુનો ઈનકાર કરવો. સાથે જ પૌષ્ટિક આહાર આરોગતા રહો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer