મેષ- અ, લ, ઇ(Aries):
આજ ના ગ્રહ ની સ્થિતિ તમારા ભાગ્ય ને મજબૂત કરશે. તમારા રોકાયેલા કાર્ય પૂર્ણ થઈ શકશે. વિરોધી ની હાર થશે. આજ ના દિવસે તમે ઘણી બધી ગતિવિધિઓ માં વ્યસ્ત રહેશો. આજે વાહન સંબંધિત ખરીદી ની યોજના ન કરવી. આજે સંપૂર્ણ ધ્યાન માર્કેટિંગ અને કામ ના પ્રમોશન માં આપવું. નાની નાની સમસ્યા આવશે પરંતુ તમે વિવેક અને ચતુરાઇ થી તેનુ નિવારણ કરી શકશો. શુભ અંક :- ૯ શુભ રંગ :- ગુલાબી
વૃષભ – બ, વ, ઉ (Taurus):
કેટલાક પારિવારિક વાદ વિવાદ પૂર્ણ થવાથી ઘરમાં શાંતિ નું વાતાવરણ રહેશે અને તમે વ્યક્તિગત ગતિવિધિઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકશો. ધ્યાન રાખવું તમારું નજીક નું વ્યક્તિ તમને નુકસાન પહોંચાડી શકે છે. કેટલોક સમય બાળકો ની મુશ્કેલી પર ધ્યાન આપવામાં પણ વ્યતીત કરવો. પાર્ટનરશીપ ના વ્યવસાય માં લાભ મળી શકે છે. દાંપ્યજીવન સુખદાયી રહેશે. પ્રેમ સંબંધ માં પણ ગાઢતા આવવાને કારણે મન પ્રફુલ્લિત રહશે. શુભ અંક :- ૩ શુભ રંગ :- લીલો
મિથુન – ક, છ, ઘ(Gemini):
કોઈ લાભદાયી મહત્વપૂર્ણ સૂચના મળવાથી મન માં પ્રસન્નતા રહેશે.આળસ ને કારણે કેટલાક કાર્ય માં અડચણ આવી શકે છે. તથા પૈતૃક સંબંધિત પણ કોઈ વાત ને લઈને ભાઈઓ સાથે વાદ વિવાદ ની આશંકા છે. વ્યવસાયિક ગતિવિધિ સામાન્ય રહશે. તમારા મોટાભાગ ના કાર્ય ફોન પર જ થઈ જશે. નોકરી કરતા લોકો એ પોતાના ઉચ્ચાધિકારીઓ સાથે સંબંધ સારા રાખવાની જરૂર છે. શુભ અંક :- ૫ શુભ રંગ :- લાલ
કર્ક – દ, હ(Cancer):
આર્થિક સ્થિતિ સારી રહેશે. પરિવાર માં કેટલાક સમય થી ચાલતી ગેરસમજ નું નિવારણ આવી શકે છે. કોઈ નજીક ના મિત્ર સાથે મતભેદ થવાથી મન અશાંત રહશે. બાળક દ્વારા કોઈ શુભ સમાચાર મળવા થી તણાવ માં મુક્તિ મળશે. પતિ પત્ની વચ્ચે સકારાત્મક તથા સહયોગી સંબંધ રહશે. નોકરિયાત વર્ગ ને ટાર્ગેટ પૂર્ણ થવાથી શાંતિ નો અનુભવ થઈ શકે છે. શુભ અંક :- ૬ શુભ રંગ :- આસમાની
સિંહ – મ, ટ(Leo):
તમે આરામ કરવા ના તથા પરિવાર સાથે દિવસ વ્યતીત કરવા ના મૂડ માં રહેશો. આધ્યાત્મિક કાર્યો પ્રતી રુચિ તમને માનસિક શાંતિ દેશે તથા સકારાત્મકતા નો પણ સંચાર થશે. ઘર માં બદલાવ સંબંધિત કોઈ કાર્ય સંપન્ન થઇ શકે છે. આળસ ને કારણે કેટલાક કાર્યો માં અડચણ આવી શકે છે. આજે કોઈ બહાર ના વ્યક્તિ પર વધુ વિશ્વાસ ન કરવો. સ્વાથ્ય સારું રહશે પરંતુ બદલતી ઋતુને કારણે તેમાં બેદરકારી ન કરવી. શુભ અંક :- ૪ શુભ રંગ :- સફેદ
કન્યા – પ, ઠ, ણ(virgo):
દિવસ ની શરૂઆત માં જ તમારા મહત્વપૂર્ણ કાર્ય ની યોજના બનાવી લેવી, કારણ કે બપોર પછી પરિસ્થિતિ તમારા પક્ષ માં રહશે. તમારા કાર્ય થતાં જશે. સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર મળશે, જેનાથી મન પ્રસન્ન રહશે. વ્યવસાયિક કાર્યો માં ગતી હજુ ધીમી જ રહશે. નોકરી કરતા લોકો એ ધ્યાન રાખવું કે કોઈ ખોટું કામ થવાથી ઉચ્ચાધિકારી ગુસ્સે થઈ શકે છે. ઘર તથા પરિવાર ના લોકો સાથે થોડો સમય વ્યતીત કરવો. શુભ અંક :- ૮ શુભ રંગ :- નારંગી
તુલા – ર,ત(libra):
આજે તમારા સ્વપ્ના પૂરા કરવાનો દિવસ છે તેથી ખુબ મહેનત કરવી. આજ ના દિવસ ગ્રહ ની સ્થિતિ તમારા માટે કેટલી સારી તક પ્રદાન કરી શકે છે, તેનો સદુપયોગ કરવો. આળસ ના કારણે કોઈ કાર્ય ટાળવા નો પ્રયાસ ન કરવો તેનાથી થી કાર્ય માં વિલંબ આવી શકે છે. વ્યસ્તતા હોવા છતાં પરિવાર ને સમય આપવાથી તમારા સંબંધ વધુ સારા થઈ શકે છે. વધુ કામ ને લીધે થાક અને નબળાઈ આવી શકે છે. શુભ અંક :- ૨ શુભ રંગ :- પીળો
વૃશ્ચિક – ન,ય(scorpio):
આજ નો દિવસ પારિવારિક અને આર્થિક બંને દ્રષ્ટિ એ શુભ છે. ક્યારેક ક્યારેક બીજા ની વાત માં આવી ને તમે તમારું નુકસાન કરી શકો છો તેથી સ્વયં પર ભરોસો રાખવો. આજે વ્યવસાય માં વધુ ધ્યાન આપવાની જરૂર છે તેમાં કોઈ પ્રકાર ના નુકસાન થવાની ભીતી છે. કર્મચારીઓ ના કાર્ય પર ધ્યાન રાખવું. પારિવારિક વાતાવરણ ખૂબ સારું રહશે. પ્રેમ સંબંધ માં સ્થિરતા જાળવવી. શુભ અંક :- ૩ શુભ રંગ :- ક્રીમ
ધનુ – ભ,ફ,ઢ, ધ(sagittarius):
આજે તમે ઘણી બધી ગતિવિધિઓ વ્યસ્ત રહેશો તથા સામાજિક વિસ્તાર પણ વધી શકે છે. ધ્યાન રાખવું કે થોડી ઘણી બેદરકારી તમને તમારા લક્ષ્ય થી દુર કરી શકે છે. લોગો ની વાત પર ધ્યાન ન આપી ને તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત રાખવા થી સફળતા મેળવી શકશો. વ્યવસાય માં સ્થાન પરિવર્તન ની સંભાવના બની રહી છે. ઘરમાં મહેમાનો ની અવર જવર રહી શકે છે. શુભ અંક :- ૭ શુભ રંગ :- બદામી
મકર – ખ, જ(Capricorn):
આજ નો ગોચર ગ્રહ તમારા માટે સારી સ્થિતિ બનાવી રહ્યો છે. આજ નો દિવસ પાછળ ની ભૂલ થી શીખ લઈને આગળ વધવાનો છે. સાથે જ પ્રતિષ્ઠિત લોકો સાથે ની મુલાકાત લાભદાયી રહેશે. તથા તમારા વ્યક્તિત્વ માં પણ ચમક આવશે. આજે સ્વાર્થી લોકો થી દુર રહેવું. પરિવાર માં સુખ શાંતિ ભરેલું વાતાવરણ રહેશે. વ્યવસાય આગળ વધારવા માટે જનસંપર્ક ખૂબ લાભદાયી સાબિત થશે. ગળા સંબંધિત ઇન્ફેક્શન લાગી શકે છે સાવચેતી રાખવી. શુભ અંક :- ૩ શુભ રંગ :- આસમાની
કુંભ – ગ, શ, સ(Aqarius):
આજે તમારું ધ્યાન ભવિષ્ય ના લક્ષ્ય તરફ રહશે. ઘરમાં કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યો સંબંધિત ગતિવિધિ રહશે. લાભદાયી જનસંપર્ક સ્થાપિત થશે. નજીક ના સગા સંબંધી ના આગમન થી પરિવાર માં ખુશી નું વાતાવરણ રહેશે. દિનચર્યા ને વ્યવસ્થિત બનાવી ને રાખવી. વ્યાવસાયિક રૂપ થી દિવસ સારો રહેશે. દાંત્યજીવનમાં સામાન્ય સ્થિતિ રહશે. તથા સંતાન ની કોઈ સિધ્ધિ થી ઘરમાં ખુશી નું વાતાવરણ રહેશે. થાક લાગી શકે છે. શુભ અંક :- ૯ શુભ રંગ :- મજેન્ટા
મીન – દ, ચ, ઝ, થ(Pisces):
આજ નો દિવસ વિવેક અને ચતુરાઇ થી કામ કરવાનો દિવસ છે. તમારા રોકાયેલા કાર્ય પરા થશે. સંતાન ના કરિયર અને શિક્ષા સંબંધિત કોઈ મુશ્કેલી નો ઉકેલ મળી શકે છે. જો કોઈ વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આજ નો દિવસ ઉત્તમ છે. વ્યવસાય સંબંધિત યાત્રા થઈ શકે છે. ઘરમાં સુખ શાંતિ નું વાતાવરણ રહેશે. પ્રેમ પ્રસંગ થી દુર રહેવું તેના કારણે પારિવારિક મુશ્કેલી નો ઉદભવ થઈ શકે છે. શુભ અંક :- ૧ શુભ રંગ :- સોનેરી