જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ… શુભ અંક અને શુભ રંગ સાથે! તા. ૩૧/૦૭/૨૦૨૧

મેષ- અ, લ, ઇ(Aries):

સામાજિક વિસ્તાર વધશે. ઘરમાં મહેમાન ના આગમનથી ખુશી ભરેલું વાતાવરણ રહેશે અને તમારો સમય તેમાં વ્યતીત થશે. કોઈ મોટો નિવેષ કરવા માટે સમય ઉચિત છે. બપોર પછી પરિસ્થિતિ અનુકૂળ રહેશે. કોઈપણ પ્રકારના વાદવિવાદમાં ન પડવું. આજના દિવસે તમારી પ્રોડકટની ગુણવત્તા ની સાથે કોઈ પણ પ્રકારની બેદરકારી ન કરવી. આજના દિવસે ઘરના કોઇ સભ્ય ની સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. શુભ અંક :- ૭ શુભ રંગ :- જાંબલી

વૃષભ – બ, વ, ઉ (Taurus):

સમય તમારા પક્ષમાં રહેશે. મનમાં ચાલી રહેલ કોઈ સમસ્યાનું સમાધાન મળશે. સંતાન દ્વારા કોઈ શુભ સમાચાર મળવાથી ઘરમાં પ્રસન્નતા વાળુ વાતાવરણ રહેશે. વ્યવસાયમાં જે કાર્ય તમે ખૂબ સરળ સમજી રહ્યા હતા, તે મુશ્કેલ રહેશે. કામની સાથે સાથે પારિવારિક વિસ્તાર પર પણ ધ્યાન રહેશે. સ્વાથ્ય પ્રત્યે બેદરકારી ન કરવી. સમયસર ચેકઅપ કરાવતા રહેવું. સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે શુભ અંક :- ૫ શુભ રંગ :- ગુલાબી

મિથુન – ક, છ, ઘ(Gemini):

આજે કેટલાક સમયથી ચાલી રહેલી મુશ્કેલી માં નજીકના મિત્ર અથવા સંબંધીનો સહયોગ મળશે. પ્રોપર્ટી સંબંધી કોઈ કાર્ય સંપન્ન થઇ શકે છે. કોઇ વિશેષ વ્યક્તિ ના સાનિધ્યથી તમારી વિચારધારા મહત્વપૂર્ણ સકારાત્મક પરિવર્તન લાવશે. બપોર પછી કોઈ શુભ સમાચાર મળી શકે છે, જેના કારણે મન વ્યથિત રહેશે. દરેક કાર્ય ક્ષેત્રમાં તમારું માન-સન્માન રહેશે. શુભ અંક :- ૩ શુભ રંગ :- આસમાની

કર્ક – દ, હ(Cancer):

જૂની ભૂલથી શીખીને આજે તમે કેટલાક સારા નિર્ણય કરી શકો છો અને સ્વયંને સારી સ્થિતિમાં અનુભવ કરી શકો છો. આજના દિવસે તમારા સંબંધોની સાથે કોઈપણ પ્રકારના વાદવિવાદમાં ન પડવું. વ્યવસાય સંબંધિત નવી ટેકનીક ની જાણકારી મળી શકે છે. તેનાથી આત્મવિશ્વાસ વધે છે. કોઈ નજીકની યાત્રા કરવી પડી શકે છે અને આ યાત્રા તમારા માટે લાભદાયક સાબિત થશે. શુભ અંક :- ૯ શુભ રંગ :- સોનેરી

સિંહ – મ, ટ(Leo):

લાભદાયક સમય છે. કોઈપણ કાર્ય તથા મહેનતનું સારુ પરિણામ મળી શકે છે. આર્થિક વિષયમાં ઘણું સમજી-વિચારીને નિર્ણય લેવો. કોઈપણ પ્રકારની ભવિષ્ય સંબંધિત યોજના બનાવતા સમયે તમારા નિર્ણયને પ્રાથમિકતા દેવી, બીજાની વાતમાં આવવાથી મુશ્કેલી આવી શકે છે. ભાઈઓ ની સાથે સંબંધ મધુર બનાવીને રાખવો તમારી જવાબદારી છે. પતિ પત્ની તથા ઘરના સભ્યો એકબીજાની ભાવનાઓને સન્માન કરશે. શુભ અંક :- ૨ શુભ રંગ :- નીલો

કન્યા – પ, ઠ, ણ(virgo):

પરિવારમાં સુખ શાંતિ તમારા માટે પ્રાથમિકતા રહેશે. કામકાજ અને પરિવારમાં સારો એવો તાલમેળ બની રહેશે. કોઈ વિશેષ સામાજિક વ્યક્તિના સાંનિધ્યમાં તમારી અંદર સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થશે. બાળકો તથા યુવા તેના લક્ષ્ય પ્રત્યે એકાગ્ર રહેશે. વાહન કે ઘરની દેખભાળ સંબંધિત કાર્યમાં ખર્ચ વધી શકે છે. વ્યવસાયમાં સકારાત્મકતા રહશે. પારિવારિક વાતાવરણ સારું રહેશે. શુભ અંક :- ૩ શુભ રંગ :- લાલ

તુલા – ર,ત(libra):

આજના દિવસે ભાગ્ય નો શુભ અવસર બની રહ્યો છે. કેટલાક સમયથી ચાલી રહેલી ચિંતાથી રાહત મળશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરતને પૂરો કરવામાં તમને આનંદ મળશે. આર્થિક પક્ષ પહેલેથી મજબૂત રહેશે. વિરોધી હાવી રહેશે, પરંતુ તમારૂ અહિત નહીં કરી શકે. પરિવારમાં કોઈ વાતને લઈને ગેરસમજની સ્થિતિ બની શકે છે. પ્રેમ-પ્રસંગમાં મર્યાદા નું ધ્યાન રાખવું. સ્વાસ્થ્ય ઠીક રહેશે. શુભ અંક :- ૧ શુભ રંગ :- પીળો

વૃશ્ચિક – ન,ય(scorpio):

તમારું વ્યક્તિત્વ અને વાણી થી તમે લોકોને પ્રભાવિત કરી શકશો. સામાજિક તથા પારિવારિક લોકોની તરફથી વિશેષ માન સન્માન મળશે. ઘરમાં કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિના આગમનથી કોઈ ખાસ મુદ્દા પર સકારાત્મક વિચાર વિમર્શ થશે. ક્યારેક ક્યારેક તમે વધુ આત્મકેન્દ્રી થવા અને લોકો ઈગો ની ભાવના રાખવાથી સંબંધમાં કેટલાક તણાવ આવી શકે છે. કોઈ અજાણ્યા વ્યક્તિની સાથે તમારી યોજના શેર ન કરવી. શુભ અંક :- ૮ શુભ રંગ :- કેસરી

ધનુ – ભ,ફ,ઢ, ધ(sagittarius):

પરિવારક, ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં વિશેષ રુચિ રહેશે. મકાન, દુકાન વગેરે સંબંધી રીપેરીંગ પ્લાનિંગ થઈ શકે છે. સમય તમારા પક્ષમાં છે. તમે કોઈપણ રીતે તમારું કામ પૂરું કરાવામાં સક્ષમ રહેશો. તમારા કાર્ય તથા મહેનત નું પૂરું ફળ મળશે. આર્થિક પક્ષ મજબૂત રહેશે. વધુ આત્મવિશ્વાસ તમારા માટે નુકશાનદાયક થઈ શકે છે. ખાવા પીવામાં બેદરકારીને કારણે થોડું ગળું ખરાબ થઈ શકે છે. શુભ અંક :- ૬ શુભ રંગ :- લાલ

મકર – ખ, જ(Capricorn):

આજે કોઈ પારિવારિક રોકાયેલા કાર્ય પૂર્ણ કરશો. તેનાથી ઘરમાં શાંતિ નું વાતાવરણ રહેશે. તમારી પ્રતિભા અને યોગ્યતા નું સામાજિક ગતિવિધિ પર સકારાત્મક પ્રભાવ પડશે. ભૂતકાળ સંબંધી કોઈ યોજના પર કાર્ય રૂપમાં ફેરવાઇ શકે છે. બાળકો ના ભણવામાં ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. પારિવારિક વ્યવસાયમાં બધા સભ્યો વચ્ચે તાલમેલ બનાવી રાખવો. દામ્પત્ય જીવન ખુશ રહેશે. શુભ અંક :- ૯ શુભ રંગ :- મજેન્ટા

કુંભ – ગ, શ, સ(Aqarius):

આજે કોઈ વિશેષ કાર્ય ને સંપન્ન કરવામાં તમારો મોટા ભાગનો સમય વ્યતીત થશે. મીડિયા અને સંપર્ક સૂત્ર દ્વારા કોઈ એવી જાણકારી મળશે, તમારા કામ સરળ થઈ જશે. સ્ત્રીઓ ઘર તથા વ્યવસાય બંને જગ્યાએ ઉચિત સાયુજ્ય બનાવી રાખવામાં સક્ષમ રહેશે. વ્યર્થની ગતિવિધિમાં સમય ન વ્યર્થ કરવો. તમારી ઈચ્છા પૂર્તિ માટે વધુ પ્રયત્ન કરવા જરૂરી છે. કાર્યક્ષેત્રમાં તમારા કામ કરવાની નવી ટેકનીક રહેશે. શુભ અંક :- ૨ શુભ રંગ :- પીળો

મીન – દ, ચ, ઝ, થ(Pisces):

આજનો દિવસ મોટાભાગે પરિવારના લોકો સાથે કઇ વિશેષ યોજના સંબંધી વિચાર-વિમર્શ માં વ્યતીત થશે. વધુ કામ રહેશે. કોઈ જરૂરિયાત વાળા વ્યક્તિને મદદ કરવાથી આત્મિક ખુશી પ્રાપ્ત થશે. કોઈ ધાર્મિક આયોજન માં જવા નું નિમંત્રણ મળશે. કાર્યમાં કેટલીક અડચણો આવશે, પરંતુ અત્યારે વર્તમાન પરિસ્થિતિને કારણે ધીરજ બનાવી રાખવી. તણાવ લેવાથી પરિસ્થિતિ વધુ ગૂંચવણ ભરેલી અનુભવી શકો છો. શુભ અંક :- ૫ શુભ રંગ :- વાદળી

Leave a reply:

Your email address will not be published.

Site Footer