ભારતમાં એવા અનેક સ્થળો છે જ્યાં રાવણની પણ પૂજા કરવામાં આવે છે.

વિજયાદશમી પર રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. આ તો પણ સાંભળ્યું અને જોયું હશે. પરંતુ દેશભરમાં માત્ર ભગવાન રામની જ પૂજા નથી થતી. ભારતમાં એવા અનેક સ્થળો છે જ્યાં રાવણની પૂજા કરવામાં આવે છે.

રાજસ્થાનના જોધપુરને રાવણનું વિવાહ સ્થળ માનવામાં આવે છે. અહીં રાવણ અને મંદોદરીના વિવાહ સ્થળ પર રાવણની ચવરી નામથી એક છત્રી આવેલી છે.

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં બૈજનાથ કસ્બો શિવનગરીના નામે જાણીતો છે. અહીંના લોકો રાવણના પૂતળાને દહન કરવાને મહાપપા માને છે. માન્યતા છે કે રાવણે થોડા વર્ષ બૈજનાથમાં ભગવાન શિવની તપસ્યા કરી હતી. જેના કારણે મોક્ષનું વરદાન મેળવ્યું હતું.

મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લાના એક ગામમાં રાક્ષસરાજ રાવણનું મંદિર છે. મધ્ય પ્રદેશના જ મંદસૌર નગરના ખાનપુરા વિસ્તારમાં રાવણ રૂણ્ડી નામના સ્થાને રાવણની વિશાળ મૂર્તિ છે. કહેવામાં આવે છે કે રાવણ મંદસૌર (દશપુર)ના જમાઈ હતા. રાવણની પત્ની મંદોદરીના કારણે જ દશપુર મંદસૌરના નામથી ઓળખવામાં આવે છે.

કર્ણાટકના કોલાર જિલ્લામાં પણ રાવણની પૂ‍જા કરવામાં આવે છે. અહીંના લોકો રાવણની પૂજા એટલા માટે કરે છે કારણ કે તેઓ ભગવાન શિવના ભક્ત હતા. અહીંના મંડ્યા જિલ્લાના માલવલ્લી તાલુકામાં રાવણનું મંદિર છે.

ગ્રેટર નોઇડાના બિસરખ ગામમાં દશેરાના દિવસે માહોલ ખુશી ભરેલો નહીં પરંતુ ગમગીન રહે છે. અહીંના લોકોનું માનવું છે કે રાવણનો જન્મ આ ગામમાં થયો હતો. એવામાં અહીં દશેરાના દિવસે લોકો ન તો પૂજન કરે છે અને ન આ ગામમાં રામલીલાનું મંચન થાય છે. અહીં રાવણ દહન પણ નથી થતું. બિસરખ ગામમાં રહેનારા લોકો પ્રાચીન સમયથી જ દશેરા નથી ઉજવતા. કહેવામાં આવે છે કે આ ગામમાં લંકાપતિ રાજા રાવણના પિતા ઋષિ વિશ્રવા રહેતા હતા.

ઉત્તર પ્રદેશના કાનપુરના શિવાલામાં રાવણનું દશાનન મંદિર છે. દશાનન મંદિરમાં રાવણની પૂજા શક્તિના પ્રતીક રીતે થાય છે. આ મંદિરનું નિર્માણ 1890માં થયું હતું. તેના દ્વારા વર્ષમાં માત્ર એક વાર દશેરાની સવારે ખોલવામાં આવે છે. સાંજે મંદિરનો દરવાજો એક વર્ષ માટે બંધ થઈ જાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer