રાવણ કરવા માંગતો હતો પ્રકૃતિ વિરુદ્ધના આટલા કાર્યો, પરંતુ સફળતા ન મળી

ધર્મ ગ્રંથો મુજબ આસો મહિનાના શુક્લ પક્ષની દશમી પર ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો હતો. આજે અમે તમને બતાવી રહ્યા છે જે રાવણ ભગવાનની સત્તાને મટાડવા માટે કરવા માંગતો હતો. પણ સફળ ન થઈ શક્યો. કારણ કે એ વાતો પ્રકૃતિની વિરુદ્ધની હતી. તેનાથી અધર્મ વધતો અને રાક્ષસ પ્રવૃત્તિયો અનિયંત્રિત થઈ જતી.ચાલો જાણીએ એ કાર્યો વિશે જે રાવણ કરવા માંગતો હતો પણ કરી નહોતો શક્યો.

૧. દારૂમાંથી વાસ દૂર કરવી : રાવણ દારૂમાંથી દુર્ગંધ હટાવવા માંગતો હતો. જેથી સંસારમાં દારૂનુ સેવન કરીને લોકો અધર્મ વધારી શકે. 

૨. સ્વર્ગ સુધી સીઢીઓ બનાવડાવવી : ભગવાનની સત્તાને પડકાર આપવા માટે રાવણ સ્વર્ગ સુધી સીઢીયો બનાવવા માંગતો હતો જેથી જે લોકો મોક્ષ કે સ્વર્ગ મેળવવા માટે ઈશ્વરને પૂજે છે જે તે પૂજા બંધ કરી રાવણને જ ભગવાન માને. 

૩. લોહીને રંગ સફેદ કરવો : રાવણ ઈચ્છતો હતો કે માનવના રક્તનો રંગ લાલ માંથી સફેદ થઈ જાય. જ્યારે રાવણ વિશ્વ વિજયી યાત્રા પર નીકળતો હતો ત્યારે તેને સેકડો યુદ્ધ કર્યા. કરોડો લોકોનુ લોહી વહેવડાવ્યુ. નદીઓ અને સરોવર લોહીથી લાલ થઈ ગયા. પ્રકૃતિનુ સંતુલન બગડવા લાગ્યુ હતુ અને દેવતા આ માટે રાવણને દોષી માનતા હતા. તો તેને વિચાર કર્યો કે રક્તનો રંગ સફેદ થઈ જાય તો ખબર જ નહી પડે કે તેણે કેટલુ લોહી વહાવ્યુ છે ને તે પાણીમાં મિક્સ થઈને પાણી જેવુ થઈ જશે.  

૪. સોનામાં સુગંધ નાખવી : રાવણ ઈચ્છતો હતો કે સોનુ (સ્વર્ણ)માં સુગંધ હોવી જોઈએ. રાવણ દુનિયાભરના સોના પર પોતે કબજો કરવા માંગતો હતો. સોનુ શોધવામાં કોઈ તકલીફ ન પડે એ માટે તે સોનામાં સુગંધ નાખવા માંગતો હતો. 

૫. સંસારમાંથી ભગવાનની પૂજા સમાપ્ત કરવી : રાવણનો ઈરાદો હતો કે તે સંસારમાંથી ભગવાનની પૂજાની પરંપરાને જ સમાપ્ત કરી દે જેથી ફરી દુનિયામાં ફક્ત તેની જ પૂજા થાય. 

૬. કાળા રંગને ગોરો કરવો : રાવણ પોતે કાળો હતો તેથી તે ઈચ્છતો હતો કે માનવ પ્રજાતિમાં જેટલા પણ લોકોનો રંગ કાળો છે તે ગોરો થઈ જાય. જેનાથી કોઈપણ મહિલા તેનુ અપમાન ન કરી શકે. 

૭. સમુદ્રના પાણીને ગળ્યુ બનાવવુ : રાવણ સાતેય સમુદ્રોના પાણીને ગળ્યુ બનાવવા માંગતો હતો. તેથી ધરતી પર પાણીની અછત નહી હોય.

Leave a reply:

Your email address will not be published.

Site Footer