અનુપમા ઉર્ફે રૂપાલી ગાંગુલીએ પોતાના બેબી શાવરનો ફોટો શેર કરીને લખ્યું કંઇક ખાસ….

રૂપાલી ગાંગુલી એક પ્રખ્યાત ટીવી અભિનેત્રી છે. તેણે નાના પડદા પર તમામ પ્રકારના પાત્રો સરસ રીતે ભજવ્યાં છે, જેને દર્શકો દ્વારા ખૂબ પસંદ જ કરવામાં આવ્યું છે. સકારાત્મક પાત્રથી લઈને વિલન બનવા સુધી અને પછી માતા બનવા સુધીના કિરદાર એ દરેકના મન મોહી લીધા છે.

તેમણે સારાભાઇ વિ સારાભાઇમાં એક કોમેડી ભૂમિકા પણ કરી હતી, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. નાના પડદા પર નામ કમાવ્યા બાદ રૂપાલી થોડા સમય માટે ટીવી થી દુર થઈ ગઈ હતી, પરંતુ હવે તેણે ફરી મજેદા રકમબેક કર્યું છે.

આજકાલ રૂપાલી અનુપમા બનીને સૌને મોહિત કરે છે. આ શોમાં તે એક પત્ની અને માતા બંનેની ભૂમિકા નિભાવી રહી છે. આ શો ઘણા લાંબા સમયથી ટીઆરપીની દ્રષ્ટિએ બીજા શોથી આગળ ચાલી રહ્યો હતો. અનુપમા તરીકે રૂપાલી ગાંગુલીને દર્શકો ઘણો પ્રેમ કરી રહ્યાં છે અને ચાહકો તેની એક્ટિંગ ના વખાણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)


સિરિયલ સિવાય રૂપાલી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને દરરોજ તેના ફેન્સ સાથે કંઇક શેર કરે છે. તાજેતરમાં જ રૂપાલીએ તેના બેબી શાવરની એક ન જોયેલી તેવી તસવીર ચાહકો સાથે શેર કરી છે. આ તસવીરમાં રૂપાલી ખૂબ જ સુંદર લાગી રહી છે.

આપને જણાવી દઈએ કે રૂપાલી ગાંગુલીએ સોશિયલ મીડિયા પર તેના બેબી શાવરની ખૂબ જ સરસ પોસ્ટ શેર કરી હતી અને તે પણ કહ્યું હતું કે તે પોતાના પતિને ઘણો યાદ કરી રહી છે. પોસ્ટમાં જોવા મળી રહ્યું છે કે રૂપાલી તેના પતિ સાથે બેઠી છે અને હસતી જોવા મળે છે.

પોસ્ટમાં રૂપાલી એ લાલ સાડી માં જોવા મળી રહી છે, જેની સાથે તેણે ફૂલોના ઘરેણાં પહેર્યા છે. આ તસવીરમાં રૂપાલીના ચહેરાની સુંદરતા જોતાજ બને છે. રૂપાલીની તસવીરમાં તેનો પતિ તેની સાથે હસતા અને ખુશ જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)


આ તસવીર શેર કરતા રૂપાલીએ લખ્યું કે, ‘હું તમને યાદ નથી કરી રહી, પણ’ આપણને યાદ કરી રહી છું’. જ્યારે તમે મારી સાથે હોવ ત્યારે હું આ રીતે હસીશ. આ મારા બેબી શાવરની જૂની તસ્વીર છે.

હવે ચાહકો તેની આ તસવીર પર લાઈક વરસાવી રહ્યા છે. ઘણા લોકોએ તેના તસ્વીર પર હાર્ટ ઇમોજી બનાવ્યા હતા. ઘણા યુઝર્સે કહ્યું કે આ તસવીરમાં રૂપાલી ખૂબ જ સુંદર લાગી રહી છે એમ પણ કહ્યું હતું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer