સમરે આપી માં ને સરપ્રાઈઝ તો સઈ કરશે પાખીની ડિલીવરી? જાણો લેટેસ્ટ અપડેટ…

ટીવી સિરિયલ કે જએ દરરોજ લોકોનું મનોરંજન કરે છે તેમાં દરરોજ કોઈને કોઈ ટ્વીસ્ટ અને ટર્ન આવતા હોય છે. આજે અમે તમને ટીવી જગતની ટોપ 5 સિરિયલમાં શું ટ્વીસ્ટ આવવાના છે તે જણાવી રહ્યા છે. આગળ આ સિરિયલોમાં શું આવશે તે જાણવા માટે આ સિરિયલના દર્શકો હમેશા આતુર હોય છે. તો ચાલો ફટાફટ જાણી લઈએ આ ટોપ સિરિયલમાં હવે શું થવાનું છે.

1. અનુપમામાં હવે ધમાકેદાર ટ્વીસ્ટ આવવાનો છે. તમે જોયું હશે કે પાંખીને પોતાની ભૂલનું ભાન થાય છે. અને તે અનુપમાની માફી માંગવા માટે કહે છે પણ વનરાજ તેને રોકી લે છે. આજે જોવા મળશે કે રક્ષાબંધન દરમિયાન સમર એ પોતાની માતા અનુજ અને નાની અનુને સરપ્રાઈઝ આપવા માટે તેમના ઘરે આવશે. તેઓ ખૂબ ડાન્સ કરશે પણ બીજી બાજુ શાહ હાઉસમાં તહેવાર જેવુ કશું જ જોવા મળશે નહીં.

2. યે હૈ ચાહતે સિરિયલમાં આજે જોવા મળશે કે રુદ્રાક્ષ એ માળી બનીને પ્રીશાના ઘરે પહોંચી જશે. પણ તેને માળી કામ કરવામાં ખૂબ મુશ્કેલી આવી રહી છે. એટલું જ નહીં તેને બધાથી બચવાનું પણ છે ક્યાંક તેને કોઈ ઓળખી ના જાય.

3. ગુમ હૈ કિસીકે પ્યાર મે સિરિયલમાં પાંખીને લેબર પેન શરૂ થઈ જશે. પણ બહુ જ વરસાદ હોવાથી દવાખાન નહીં લઈ જઈ શકાય. એવામાં સઈ નક્કી કરે છે કે પાંખીની ડિલિવરી ઘરે જ કરવામાં આવશે.

4. ‘બન્ની ચાઉ હોમ ડિલિવરી’ના આજના એપિસોડમાં તમે જોશો કે બન્નીએ નક્કી કરી લીધું છે કે તે યુવાન અને તેના ફોટા ઓનલાઈન લીક કરનાર વ્યક્તિની શોધમાં રહેશે. બન્ની આ કરવા માટે એક પ્લાન બનાવે છે અને તેને ખબર પડે છે કે તે અન્ય કોઈ નહીં પણ તેની પોતાની કાકી છે. આ પછી, બન્ની તેની કાકીને સવાલ જવાબ કરે છે.

5. યે રિશ્તા કયા કહલાતા હૈ આજે જોવા મળશે કે ગોએન્કા પરિવારને પોતાના ઘરે આવેલ જોઈને અક્ષુ ખૂબ ખુશ થઈ જશે. અક્ષરા એટલે ખૂબ ખુશ છે કેમ કે તેનો પરિવાર અહિયાં કાયરવ અને અનિશાના સંબંધની વાત કરવા આવ્યા છે. આ પછી અક્ષરાને એક મોટી જવાબદારી સોંપવામાં આવશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer