હિંદુ ધર્મમાં એવી ઘણી વાતોની વિશે જણાવવામાં આવ્યું છે કે જે વાતોનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. આ પરંપરાઓનું વૈજ્ઞાનિક તર્ક પણ છે. જે વિચારવા પર મજબુર કરી દે છે. આ પરંપરાનું વૈજ્ઞાનિક મહત્વ પણ માનવામાં આવે છે.
કાન છેદવાની પરંપરા :
સનાતન ધર્મમાં કાન છેદવાની પરંપરા છે જેને કર્ણ વેદન પરંપરા કહેવામાં આવે છે. વૈજ્ઞાનિક તર્કના આધારે કાનથી થઈને મગજ સુધી જવા વાળી નસનું લોહી સંચર નિયંત્રિત થાય છે.
માથા પર તિલક લગાવવું :
સનાતન ધર્મમાં મહિલાઓ તેમજ પુરુષો માં તિલક લગાવવાની પરંપરા છે. પરંતુ વૈજ્ઞાનિક તર્ક ના આધાર પર માથા પર તિલક લગાવતા સમયે જયારે અંગુઠો અથવા આંગળીથી માથા પર પ્રેશર પડે છે, ત્યારે ચહેરાની ત્વચામાં લોહી હેરફેર કરતી માંસપેશી સક્રિય થઇ જાય છે.
જમીન પર બેસીને ભોજન કરવું :
સનાતન ધર્મમાં જમીન પર બેસીને બોજાન કરવાની પરંપરા છે. વૈજ્ઞાનિક કારણના આધારે આ રીતે બેસીને ભોજન કરવાથી પાચન ક્રિયા સારી રહે છે. આ રીતે બેસતા જ મગજથી એક સિગ્નલ પેટ સુધી જાય છે અને તે ભોજન માટે તૈયાર થઇ જાય છે.
હાથ જોડીને નમસ્તે કરવું :
સનાતન પરંપરા માં હાથ જોડીને નમસ્તે કરવાની પરંપરા છે. વૈજ્ઞાનિક કારણના આધાર પર જયારે બધી આંગળીઓ ના ટેરવા એક બીજા ના સંપર્કમાં આવે છે તો એનામાં દબાવ પડે છે જેનાથી એક્યુપ્રેશર થવાને કારણે આંખમાં, કાનમાં અને મગજમાં અસર થાય છે.
સૂર્ય નમસ્કાર :
સંતાન પરંપરામાં સવારે ઉઠીને સૂર્યને જળ અર્પિત કરવાનો તેમજ સૂર્ય નમસ્કાર કરવાની પરંપરા છે. વૈજ્ઞાનિક કારણના આધાર પર સૂર્ય ને જળ અર્પિત કરતા સમયે પાણીની વચ્ચેથી આવવા વાળા સૂર્ય ના કિરણો જયારે આંખમાં પહોંચે છે તો એનાથી આંખની રોશની સારી થાય છે.
માથા પર ચોટી :
સનાતન પરંપરા માં માથા પર ચોટી રાખે છે. વૈજ્ઞાનિક કારણના આધાર પર જે જગ્યા પર ચોટી રાખવામાં આવે છે એ જગ્યા પર મગજની બધી નસો આવીને મળે છે, ચોટી રાખવાથી વ્યક્તિ ને ગુસ્સો નથી આવતો તેમજ વિચારવાની ક્ષમતા વધે છે.