પ્રિન્સિપાલ હોય તો આવા! એક સ્કૂલના પ્રિન્સિપાલે 40 લાખનું ફંડ ઉઘરાવી ને 200 ગરીબ વિદ્યાર્થીની ફી ભરી અને કીધું કે બાળકો તમે ફક્ત…

કોરોના સમયગાળા દરમિયાન નોકરી ગુમાવવી અથવા પગારમાં ઘટાડો થવાના કારણે ઘણા માતા-પિતાને તેમના બાળકોની શાળા ફી ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સમયે મહારાષ્ટ્રના પવાઈમાં આવેલી રાજ્ય બોર્ડની શાળાના આચાર્યને ખાનગી વ્યક્તિઓ અને કોર્પોરેટ ગૃહો પાસેથી 40 લાખ રૂપિયા ઉભા કરવામાં સફળતા મળી છે. આ રકમ સાથે, 200 જેટલા વિદ્યાર્થીઓની શાળા ફી ચૂકવવામાં આવી હતી

કોવિડ લોકડાઉન લાગુ થયા પછી તરત જ, પવાઈ ઇંગ્લિશ હાઇ સ્કૂલના આચાર્ય, શર્લે પિલ્લઇએ માર્ચ 2020 માં ક્રાઉડફંડિંગની પહેલ કરી હતી. ચાર વર્ષથી સ્કૂલનું નેતૃત્વ કરી રહેલા શિર્લીએ કહ્યું હતું કે, “મારા 35 વર્ષના અધ્યાપન દરમિયાન, મેં મારા ડેસ્ક પર રિપોર્ટ કાર્ડ્સનો ખૂબ મોટો ઢગલો જોયો અને માતા-પિતા તેમને લેવા માટે શાળાએ આવવા તૈયાર નહોતા. “

તેમણે વધુમાં કહ્યું કે, “2200 વિદ્યાર્થીઓમાંથી માત્ર 50 ટકા વિદ્યાર્થીઓએ તેમની ફી ચૂકવી હતી. જ્યારે શિક્ષક તે વિદ્યાર્થીઓના માતા-પિતા પાસે પહોંચ્યા, ત્યારે તેઓએ ફી ભરી શકતા ન હોવાની વ્યથા ક વ્યક્ત કરી.

શિક્ષકોએ આ દરમિયાન તે માતા-પિતાના જીવનના સંઘર્ષને સમજી લીધો. અમારી શાળામાં, દૈનિક મજૂરો અને નીચલા મધ્યમવર્ગીય કુટુંબોના બાળકો અભ્યાસ કરે છે. મને ચિંતા હતી કે આવા સમયે, સૌ પ્રથમ વિદ્યાર્થીઓને શાળા છોડી દેવાની ફરજ પાડવામાં આવશે. “

પ્રિન્સિપાલ શિર્લે પિલ્લઇએ વધુમાં જણાવ્યું હતું કે, “શરૂઆતમાં સ્કૂલે વર્ષ 2019-20 માટે આશરે 35,000 રૂપિયા વાર્ષિક ફીમાં 25 ટકાની છૂટ આપી હતી. 105 શિક્ષકો અને કર્મચારીઓનો પગાર અગાઉથી થઈ ચૂક્યો હતો.

વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રાયોજિત કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો.કોર્પોરેટ્સે જવાબ આપવા થોડો સમય લીધો “મને આનંદ છે કે આ પ્રયાસ રંગ લાવ્યો. એકત્રિત થયેલ કુલ રકમમાંથી 200 જેટલા વિદ્યાર્થીઓની ફી ચૂકવવામાં આવી છે. હવે અમે વર્ષ 2021-22 માટે અમારા વિદ્યાર્થીઓ માટે પ્રાયોજકો શોધી રહ્યા છીએ.”

આચાર્યએ જણાવ્યું હતું કે શાળાના તમામ વિદ્યાર્થીઓને ઓનલાઈન વર્ગમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે અને બાળકોને ફીનો મુદ્દો વડીલોને છોડીને તેમના અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા પણ જણાવ્યું છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer