વરસ ના કોઈ પણ શનિવાર થી આ શની વ્રત ચાલુ કરી શકાય છે. તમારો આ દિવસ શની સેવા આરાધના માં જવો જોઈએ. આ દિવસે સવારે સૂર્યોદય પહેલા ઉઠીને નિત્ય કર્મ કરીને સ્નાન કરી લેવું જોઈએ. ત્યારબાદ શની દેવના મંદિરે જઈને વિધિ પૂર્વક પૂજા કરવી જોઈએ. શનિવારે શની ભક્તો ની ખુબજ મોટી સંખ્યા શની મંદિરો માં જોવા મળે છે.
શની કૃપા માટે શનિવારે આ જરૂર કરો :
૧. શનિદેવના નામથી એક સરસો ના તેલનો દીવો પ્રગટાવવો.
૨. પૂજા સમાપ્ત થાય એટલે શનિદેવ પાસે તમારા દ્વારા કરેલા જાણતા અજાણતા જે પાપો થયા હોય તેના માટે ક્ષમા યાચના કરવી.
૩. શની મહારાજની પૂજા પછી રહું અને કેતુની પણ પૂજા કરવી.
૪. આ દિવસે શનિદેવને સમર્પિત વ્રત કરવું.
૫. આ દિવસે પીપળાના વૃક્ષ પર પાણી ચડાવી તેને સૂત્ર બાંધવું. અને પછી સાત વાર પરિક્રમા કરવી.
૬. બની શકે તો આ દિવસે કળા રંગના કપડા પહેરવા કારણકે કાળો રંગ શનિદેવને ખુબજ પ્રિય છે.
૭. કાળા કુતરાને તેલથી ચોપડેલી રોટલી અને કાગડાને ગુલાબ જાંબુ ખવડાવાથી ખુબજ લાભ પ્રાપ્ત થાય છે.
૮. જરૂરિયાત મંદ લોકોને દાન કરવું એ પણ શનીદેવની કૃપા પ્રાપ્તિનો જ એક માર્ગ છે. તેથી શનિવારે દાન કરવું જોઈએ.
૯. તમે પણ કોઈ શની મંદિરે જઈ તેને કાળા તલ, સરસોનું તેલ, ગોળ, લજ્વાન્તીના ફૂલ અર્પણ કરો.
૧૦. આ રીતે ભક્તિ અને શ્રદ્ધા પૂર્વક શનિવારે શ્નીદેવનું વ્રત અને પૂજા કરવાથી શનિની અસીમ કૃપા ની પ્રાપ્તિ થાય છે, સાથે જ રાહુ અને કેતુની પણ દશા સુધરી જાય છે. શની જો તમારો મિત્ર છે. તો પછી જીવનમાં ક્યારેય પણ દુખ નથી આવતું.