ભારતની સનાતન સંસ્કૃતિમાં શ્રીમદભાગવત ગીતા ખૂબ જ પૂજ્ય અને અનુકરણીય છે. કહેવાય છે કે આ ગ્રંથમાં આપેલ ઉપદેશ તેના 18 અધ્યાયોમાં લગભગ 720 શ્લોકોમાં છે. જેમાંથી કેટલાક શ્રેષ્ઠ શ્લોકોનો સાર આજે જાણો-

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत:।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्॥
(ચોથો અધ્યાય, શ્લોક – 7)
આ શ્લોકનો અર્થ છે- હે ભારત(અર્જુન) જ્યારે-જ્યારે ધર્મ ગ્લાનિ અર્થાત્ તેનો લોપ થાય છે અને અધર્મમાં વધારો થાય છે, ત્યારે-ત્યારે હું(શ્રીકૃષ્ણ) ધર્મના પુનઃઉત્થાન માટે પોતાની રચના કરું છું અર્થાત્ અવતાર લઉં છું.

परित्राणाय साधूनाम् विनाशाय च दुष्कृताम्।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे-युगे॥
(ચોથો અધ્યાય, શ્લોક –8)
આ શ્લોકનો અર્થ છે- સજ્જન પુરુષોના કલ્યાણ માટે અને દુષ્કર્મિઓના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું(શ્રીકૃષ્ણ) યુગો-યુગોમાં દરેક યુગમાં જન્મ લેતો આવ્યો છું.

नैनं छिद्रन्ति शस्त्राणि नैनं दहति पावक: ।
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुत ॥
(બીજો અધ્યાય, શ્લોક, श्लोक 23)
આ શ્લોકનો અર્થ છે- આત્માને ન શસ્ત્ર કાપી શકે છે, ન આગ તેને બાળી શકે છે. પાણી તેને ભીજવી નથી શકતું કે હવા તેને સૂકવી નથી શકતી (અહીં ભગવાન શ્રીકૃષ્ણે આત્માને ઘડપણ રહિત, અમર અને શાશ્વત હોવાની વાત કહી છે)

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥
(બીજો અધ્યાય, શ્લોક – 47)
આ શ્લોકનો અર્થ છે- કર્મ ઉપર જ તારો અધિકાર છે, પરંતુ કર્મના ફળ પર ક્યારેય નહીં, એટલા માટે કર્મને ફળ માટે ન કર અને કર્મ કરવામાં મોહ પણ ન કર (આ શ્લોક શ્રીમદભાગવત ગીતાના સૌથી વધુ મહત્વપૂર્ણ શ્લકોમાંથી એક છે, જે કર્મયોગ દર્શનનો મૂળ આધાર છે.)

हतो वा प्राप्यसि स्वर्गम्, जित्वा वा भोक्ष्यसे महिम्।
तस्मात् उत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चय:॥
(બીજો અધ્યાય, શ્લોક-37)
આ શ્લોકનો અર્થ છે- જો તું(અર્જુન) યુદ્ધમાં વીરગતિ પ્રાપ્ત કરીશ તો તેને સ્વર્ગ મળશે અને જો વિજયી થઈશ તો તું ધરતીનું સુખ ભોગવીશ. એટલા માટે ઊઠ, હે કૌન્તેય(અર્જુન), અને સંકલ્પ કરીને યુદ્ધ કર. અહીં ભગવાને વર્તમાન કર્મના પરિણામની ચર્ચા કરી છે, અર્થ એ છે કે વર્તમાન કર્મથી શ્રેયકર(શુભ) બીજું કંઈ જ નથી)