જાણો શંખની ઉત્પત્તિ કેવી રીતે થઇ અને તેના ફાયદા

સનાતન ધર્મમાં તમામ વૈદિક કાર્યોમાં શંખનું વિશેષ સ્થાન છે. સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્યની દેવી માતા લક્ષ્‍મીજી માટે શંખ માંગલિક ચિહ્ન છે. શંખ ભગવાન વિષ્ણુનુ પ્રમુખ આયુધ છે. શંખનો ધ્વનિ આધ્યાત્મિક શક્તિ ઉત્પન્ન કરે છે. શાસ્ત્રો અનુસાર શંખની ઉત્પતિ શંખચૂર્ણના હાડકાઓથી થઈ છે આથી પવિત્ર વસ્તુઓ અને પરમ પવિત્ર મંગલદાયક માનવામાં આવે છે. શંખને શા માટે કહેવામાં આવે છે લક્ષ્‍મીજીનો નાનો ભાઈ?

શંખ કેટલાયે પ્રકારના હોય છે. વામાવર્તી અને દક્ષિણાવર્તી શંખનું વધારે મહત્વ રહેલુ છે. ભગવતી મહાલક્ષ્‍મી અને દક્ષિણાવર્તી શંખ બંનેની ઉત્પતિ સમુદ્ર મંથનના સમયે સાગરમાંથી થઈ છે, આથી શંખને લક્ષ્‍મીજીનો નાનો ભાઈ કહેવામાં આવે છે. દક્ષિણાવર્તી શંખના શીર્ષમાં ચંદ્ર દેવતા, મધ્યમાં વરૂણ, પૃષ્ઠ ભાગમાં બ્રહ્મા અને અગ્ર ભાગમાં ગંગા, યમુના તથા સરસ્વતીનો વાસ માનવામાં આવે છે. આના પવિત્ર જળને તીર્થમય માનવામાં આવે છે.

શંખ વગાડવાના ફાયદા :

૧. જ્યાં જ્યાં શંખધ્વનિ થાય છે, ત્યાં લક્ષ્‍મીજી સમ્યક પ્રકારથી વિરાજમાન થાય છે

૨. જે શંખના જળથી સ્નાન કરી લે છે તેને તમામ તીર્થોના સ્નાનનું ફળ મળે છે.

૩.જ્યાં પણ શંખ હોય છે ત્યાં ભગવાન શ્રી હરિ, ભગવતી લક્ષ્‍મી સહિત નિવાસ કરે છે. અમંગળ દૂરથી ભાગે છે.

શંખને વિજયનું પ્રતીક માનવામાં આવે છે. કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાનના આરંભમાં શંખ ધ્વનિ કરવામાં આવે છે. માન્યતા છે કે આના ધ્વનિથી વાતાવરણમાં રહેલા તમામ કિટાણુઓ નષ્ટ થઈ જાય છે. શંખનું જળ પવિત્ર માનવામાં આવે છે. આ જ કારણે આરતી પછી શ્રદ્ધાળુઓ પર શંખથી જળ છાંટવામાં આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer